જયકુમાર ર. શુક્લ
કોહિનૂર
કોહિનૂર : ભારતનો અતિમૂલ્યવાન જગપ્રસિદ્ધ હીરો. ઈ. સ. 1526માં ગ્વાલિયરના સદગત રાજા વિક્રમજિતના કુટુંબ પાસેથી હુમાયૂંને તે કૃતજ્ઞતાપૂર્વક ભેટ મળ્યો હતો. હુમાયૂંએ તે હીરો બાબરને આગ્રામાં આપ્યો એવો ઉલ્લેખ ભારતીય વિદ્યાભવનના ‘ધ મુઘલ એમ્પાયર’ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. બાબરે તેના પ્રસિદ્ધ સંસ્મરણ ‘બાબરનામા’માં આગ્રાના વિજયમાં એક ખૂબ કીમતી હીરો મળ્યાનો…
વધુ વાંચો >ક્રિપ્સ યોજના
ક્રિપ્સ યોજના (1942) : ભારતના સ્વાતંત્ર્ય અંગે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકાર તરફથી સૂચવાયેલી યોજના. 22 માર્ચ, 1942ના રોજ બ્રિટનની આમની સભાના નેતા સર સ્ટૅફર્ડ ક્રિપ્સ હિંદની રાજકીય મડાગાંઠ ઉકેલવા નવી દરખાસ્તો લઈને દિલ્હી આવ્યા. જુદા જુદા રાજકીય પક્ષો સાથે મંત્રણા કર્યા બાદ ક્રિપ્સે પોતાની દરખાસ્તો જાહેર કરી. તેમણે જણાવ્યું…
વધુ વાંચો >ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ)
ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ) (શાસનકાળ : ઈ. પૂ. 486 – ઈ. પૂ. 465) : ઈરાનનો રાજા. દરાયસ 1લાનો પુત્ર. મહાન સાયરસ 2જાનો પૌત્ર. ગાદીએ બેસતાં અગાઉ 12 વર્ષ તે બૅબિલોનનો વાઇસરૉય હતો. ગાદીએ બેઠા પછી તેમણે ઇજિપ્ત અને બૅબિલોનના બળવા દબાવી દીધા. તેણે વિશાળ લશ્કર તૈયાર કર્યું અને તેનું સેનાપતિપદ…
વધુ વાંચો >ક્ષહરાત વંશ
ક્ષહરાત વંશ : ગુજરાતમાં ક્ષત્રપ રાજ્યોનો આરંભ કરનાર વંશ. ભારતના પશ્ચિમ ભાગ ઉપર તથા ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક પ્રદેશ ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. પશ્ચિમી ક્ષત્રપોમાં પ્રાય: ભિન્ન ભિન્ન છ વંશો હતા. તેમાં પહેલું કુળ (વંશ) ક્ષહરાત ક્ષત્રપોના નામે ઓળખાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના શાસનનો સમય…
વધુ વાંચો >ગઢવાલ
ગઢવાલ : ઉત્તરાખંડ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા આ નામ ધરાવતા બે જિલ્લા – તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 29o 26´થી 31o 05´ ઉ. અ. અને 78o 12´થી 80o 06´ પૂ. રે. વચ્ચેનો 5,230 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઉત્તરકાશી; પૂર્વ તરફ રુદ્રપ્રયાગ,…
વધુ વાંચો >ગદર ચળવળ
ગદર ચળવળ : વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડા ગયા હતા. 1910 સુધીમાં સાન ફ્રાંસિસ્કો અને વાનકુંવર વચ્ચે આશરે 30,000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે…
વધુ વાંચો >ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1935
ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1935 : હિન્દી રાજ્યો અને બ્રિટિશ પ્રાંતોનું અખિલ હિંદ સમવાયતંત્ર રચવાની જોગવાઈ ધરાવતો અધિનિયમ. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે 1935માં આ ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ પસાર કર્યો. આ સૂચિત સમવાયતંત્રમાં બધા પ્રાંતોએ જોડાવાનું હતું, જ્યારે દેશી રાજ્યોએ જોડાવાનું મરજિયાત હતું. સમવાયતંત્રમાં જોડાતી વખતે દરેક રાજાએ તાજની તરફેણમાં જોડાણખતનો સ્વીકાર…
વધુ વાંચો >ગંગાનગર
ગંગાનગર (Ganganagar) : રાજસ્થાનના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 04’થી 30° 06’ ઉ. અ. અને 72° 30’થી 74° 30’ પૂ. રે. વચ્ચેનો 7,944 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ પાકિસ્તાનનો ભાવલપુર જિલ્લો, ઉત્તર અને ઈશાન…
વધુ વાંચો >ગાઝિયાબાદ
ગાઝિયાબાદ (Ghaziabad) : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 26´થી 28° 55´ ઉ. અ. અને 77° 12´થી 78° 12´ પૂ. રે. વચ્ચેનો 1988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે દિલ્હીથી 21 કિમી. દૂર ઈશાન તરફ આવેલું છે. ગંગા-જમનાના દોઆબમાં આવેલા…
વધુ વાંચો >ગાઝીપુર
ગાઝીપુર : ઉત્તરપ્રદેશના વારાણસી વિભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 19’થી 25° 54’ ઉ. અ. અને 83° 04’થી 83° 58’ પૂ. રે. વચ્ચેનો 3,377 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માઉનાથભંજન અને બલિયા, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >