જયકુમાર ર. શુક્લ

કિઓન્જાર

કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…

વધુ વાંચો >

કિડવાઈ રફી અહમદ

કિડવાઈ, રફી અહમદ (જ. 18 ફેબ્રુઆરી 1894, મસૌલી, જિ. બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1954, નવી દિલ્હી) : સ્વાતંત્ર્ય-સૈનિક, કૉંગ્રેસી નેતા અને દેશમાંથી હિંમતપૂર્વક માપબંધી દૂર કરનાર કેન્દ્ર સરકારના અન્નખાતાના મંત્રી. આશરે એક હજાર વર્ષ અગાઉ, તેમના પૂર્વજ કાજી કિડવા મહંમદ ગઝનીના રસાલા સાથે ભારત આવ્યા હતા. 1918માં અલીગઢની એમ.એ.ઓ.…

વધુ વાંચો >

કિનારીવાળા વિનોદ

કિનારીવાળા, વિનોદ (જ. 20 સપ્ટેમ્બર 1924, અમદાવાદ; અ. 10 ઑગસ્ટ 1942, અમદાવાદ) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન થયેલ શહીદ. વિનોદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી હતો. તેના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હીરાલક્ષ્મી હતું. વિનોદ દેશભક્ત હતો. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ એના આદર્શ હતા. 9મી ઑગસ્ટ 1942ની રાત્રે…

વધુ વાંચો >

કિરાત (મૉંગોલોઇડ)

કિરાત (મૉંગોલોઇડ) :  પ્રાચીન સમયમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ, બદામી આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ ઓછી રુવાંટી ધરાવતા હતા. આ લોકોની બે શાખાઓ મળે છે : (1) પૂર્વ મૉંગોલ અને (2) તિબેટી મૉંગોલ. પૂર્વ મૉંગોલમાં (અ) લાંબા માથાવાળા…

વધુ વાંચો >

કુસ્કો

કુસ્કો : દક્ષિણ અમેરિકામાં 14મી સદીમાં ઇન્કા સામ્રાજ્યનું અને હાલમાં પેરૂના કુસ્કો પ્રાંતનું પાટનગર. આ શહેર સમુદ્રની સપાટીથી 3,400 મીટરની ઊંચાઈ પર પેરૂની દક્ષિણે એન્ડીઝ પર્વત પર આવેલું છે. તેની પાસે પ્રાચીન ઇન્કા નગર માચુ પિચ્છુ આવેલું છે. ઈ. સ. 1533માં ફ્રાંસિસ્કો પિઝારોના લશ્કરે કુસ્કો કબજે કરી, ત્યાં લૂંટ કરીને…

વધુ વાંચો >

કુંવરસિંહ

કુંવરસિંહ (જ. આશરે 1777, જગદીશપુર, જિ. શાહાબાદ, બિહાર; અ. 24 એપ્રિલ, 1858, જગદીશપુર) : 1857ના મહાન વિપ્લવના એક બહાદુર યોદ્ધા અને સેનાપતિ. તેઓ ઉચ્ચ રાજપૂત કુળના વંશજ હતા. ભારતમાં અંગ્રેજોની સત્તા સામે 1857માં વિપ્લવ થયો ત્યારે કુંવરસિંહ આશરે 80 વર્ષના વૃદ્ધ હતા. વૃદ્ધાવસ્થા તથા નરમ સ્વાસ્થ્ય હોવા છતાં, અંગ્રેજો સામે…

વધુ વાંચો >

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ)

કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો. કૃષ્ણ (પ્રથમ)…

વધુ વાંચો >

કૃષ્ણ–2

કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી. વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી.…

વધુ વાંચો >

કૃષ્ણ–3

કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…

વધુ વાંચો >

કોચી

કોચી : ભારતના પશ્ચિમ કિનારે એર્નાકુલમ્ જિલ્લામાં અરબી સમુદ્ર ઉપર આવેલું કેરળનું પ્રમુખ બંદર. તે 9o 58′ ઉ. અ. અને 76o 14′ પૂ. રે. ઉપર મુંબઈથી દક્ષિણે 930 કિમી. અને કન્યાકુમારીથી ઉત્તરે 320 કિમી. દૂર આવેલું છે. 1930થી આ બંદરના વિકાસનો પ્રારંભ થયો હતો અને 1936માં તેને પ્રમુખ બંદર તરીકે…

વધુ વાંચો >