જયકુમાર ર. શુક્લ

મૉરિશિયસ

મૉરિશિયસ : હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : 20° 17´ દ. અ. અને 57° 33´ પૂ. રે.. અહીંના સૌથી મોટા ટાપુનું નામ પણ મૉરિશિયસ છે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 800 કિમી.ને અંતરે તથા ભારતની મુખ્ય ભૂમિથી નૈર્ઋત્યમાં આશરે 4,000 કિમી.ને અંતરે આવેલો છે. અન્ય ટાપુઓમાં રૉડ્રિગ્ઝ (મુખ્ય ટાપુથી આશરે…

વધુ વાંચો >

મોરેના

મોરેના : મધ્ય પ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ ઉ. અ. અને 78° 09´ પૂ. રે.. આજુબાજુનો 11,594 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ઉત્તર પ્રદેશનો આગ્રા જિલ્લો, પૂર્વમાં ભિંડ જિલ્લો, અગ્નિ તરફ ગ્વાલિયર અને શિવપુરી જિલ્લા.…

વધુ વાંચો >

મોરૉક્કો

મોરૉક્કો : આફ્રિકા ખંડના વાયવ્યકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 28° ઉ. અ.થી 36° ઉ. અ. અને 2° 00´ પ. રે.થી 13° 00´ પ. રે. વચ્ચેનો 4,58,730 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાન-નૈર્ઋત્ય મહત્તમ લંબાઈ 1,328 કિમી.; જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 760 કિમી. જેટલી છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

મોલ્દોવા (મોલ્દેવિયા)

મોલ્દોવા (મોલ્દેવિયા) : દક્ષિણ મધ્ય યુરોપમાં 47° ઉ. અ. અને 29° પૂ. રે.ની આજુબાજુ આવેલો પ્રદેશ. ઈશાન રુમાનિયાનો પશ્ચિમ ભાગ મોલ્દેવિયા તરીકે ઓળખાય છે. બાકીનું મોલ્દેવિયા 1940થી 1991 સુધી સોવિયેત યુનિયનનો એક ભાગ હતો. તેનો વહીવટ સોવિયેત સંઘની સરકાર હેઠળ હતો, તે મોલ્દેવિયન સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક કહેવાતો હતો. 1991માં સોવિયેત…

વધુ વાંચો >

મોહૅમેડન ડિફેન્સ ઍસોસિયેશન

મોહૅમેડન ડિફેન્સ ઍસોસિયેશન : ભારતમાં મુસલમાનોના અધિકારોનું રક્ષણ કરવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા. મોહૅમેડન ઍંગ્લો-ઑરિયેન્ટલ કૉલેજ, અલીગઢના પ્રિન્સિપાલ થિયોડૉર બેકની પ્રેરણાથી 30 ડિસેમ્બર 1893ના રોજ સૈયદ અહમદના નિવાસસ્થાને કેટલાક વગદાર મુસ્લિમોની હાજરીમાં મોહૅમેડન ઍંગ્લો-ઑરિયેન્ટલ ડિફેન્સ ઍસોસિયેશન ઑવ્ અપર ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. તેના મંગલ પ્રવચનમાં બેકે જણાવ્યું કે તે રાજકીય…

વધુ વાંચો >

મૉંગોલ સંસ્કૃતિ

મૉંગોલ સંસ્કૃતિ : મૉંગોલિયા મધ્ય એશિયામાં આવેલું છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે ચીન તથા ઉત્તરે રશિયા આવેલ છે. મૉંગોલિયામાં ઈ. સ. પૂ. ચોથી સદીમાં હૂણ જાતિના લોકો વસતા હતા. તે લોકોએ પડોશમાં આવેલા ચીન સાથે લડાઈઓ કરીને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઈ. સ. 744માં ઉઘુર લોકોએ મૉંગોલિયા કબજે કર્યું…

વધુ વાંચો >

મૉંગોલિયા

મૉંગોલિયા (Mon-go-li-a) : મધ્ય એશિયામાં આવેલો પ્રજાસત્તાક દેશ. તે 42°થી 53° ઉ. અ. અને 87° થી 120° પૂ. રે. વચ્ચેનો આશરે 15,65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 2,392 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 1,255 કિમી. છે. તેની ઉત્તરે રશિયાઈ સીમા તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ…

વધુ વાંચો >

મૌખરી વંશ

મૌખરી વંશ : એક પ્રાચીન વંશ કે પરિવાર. બિહારના ગયામાંથી આ વંશની, મૌર્ય યુગની માટીની મુદ્રાઓ મળી આવી છે. રાજસ્થાનના કોટા રાજ્યમાંથી મળી આવેલા ઈ. સ. 239ના અભિલેખમાં મૌખરી સેનાપતિનો ઉલ્લેખ મળ્યો છે. આ પ્રદેશમાં ત્રીજી સદીમાં ઘણા મૌખરી પરિવારો હતા એમ અભિલેખો પરથી જાણવા મળે છે. મહાભારતમાં ઉલ્લેખ કરાયેલ…

વધુ વાંચો >

મૌર્ય, ચંદ્રગુપ્ત

મૌર્ય, ચંદ્રગુપ્ત (રાજ્યકાળ ઈ. સ. પૂ. 322થી ઈ. સ. પૂ. 298) : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ અને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્યનો સ્થાપક. તે ‘મોરિય’ નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો તેમ ‘મહાવંશ’ નામના બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્ય કુળના નાયકનો પુત્ર હતો. તે તેની માતા સાથે પાટલિપુત્રમાં રહેતો…

વધુ વાંચો >

મૌર્ય વંશ

મૌર્ય વંશ : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ. તેની સ્થાપના ઈ. સ. પૂ. 322માં ચન્દ્રગુપ્ત મૌર્યે કરી હતી. તે મોરિય નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો. એક વિદ્વાન બ્રાહ્મણ ચાણક્ય તેને તક્ષશિલા લઈ ગયો અને તેણે ત્યાં વિવિધ પ્રકારની તાલીમ લીધી. ચન્દ્રગુપ્તે લશ્કર ભેગું કરીને, નંદ વંશના રાજા ધનનંદને…

વધુ વાંચો >