જયકુમાર ર. શુક્લ
મહેતા, લલ્લુભાઈ શામળદાસ (સર)
મહેતા, લલ્લુભાઈ શામળદાસ (સર) (જ. 14 ઑક્ટોબર 1863, ભાવનગર; અ. 14 ઑક્ટોબર 1936) : ભારતમાં સહકારી પ્રવૃત્તિના અગ્રણી. પિતા ભાવનગર રિયાસતના દીવાન હતા. તેઓ સંસ્કૃત, ફારસી, હિંદી અને વ્રજ ભાષાઓના જાણકાર હતા. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લઈ મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી તેઓ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતને…
વધુ વાંચો >મહેતા, વી. આર.
મહેતા, વી. આર. (જ. 22 જૂન 1919, રાજકોટ, સૌરાષ્ટ્ર) : પ્રબુદ્ધ અને કાર્યદક્ષ વહીવટદાર અને કુલપતિ. તેમણે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તે પછી, ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેમણે આઇ.એ.એસ.(ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ની પરીક્ષા પાસ કરી. તેમણે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં કલેક્ટર તથા જિલ્લા મૅજિસ્ટ્રેટ, રાજ્યોના વિલીનીકરણ માટે જોડાણ યોજના નાબૂદીની…
વધુ વાંચો >મહેતા, (ડૉ.) સુમંતભાઈ
મહેતા, (ડૉ.) સુમંતભાઈ (જ. 1 જુલાઈ 1877, સૂરત; અ. 15 ડિસેમ્બર 1968) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર કાર્યકર, સમાજસુધારક. તેમનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા ડૉ. બટુકરામ શોભારામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમની માતા ડાહીગૌરી સૂરતના સંસ્કારી પરિવારનાં સભ્ય હતાં. સુમંતભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા…
વધુ વાંચો >મહેન્દ્રપાલ પહેલો
મહેન્દ્રપાલ પહેલો (રાજ્યઅમલ : 885–908) : કનોજના રાજા ભોજનો પુત્ર અને પ્રતીહાર વંશનો રાજા. તે ‘મહેન્દ્રાયુધ’, ‘નિર્ભય-નરેન્દ્ર’ અથવા ‘નિર્ભયરાજ’ તરીકે પણ ઓળખાતો હતો. તેણે વારસામાં મળેલ સામ્રાજ્ય સાચવી રાખ્યું તથા તેને પૂર્વ તરફ વિસ્તાર્યું હતું. તખ્તનશીન થયા બાદ તેણે મગધ તથા ઉત્તર બંગાળના મોટા-ભાગના પ્રદેશો પાલ રાજા પાસેથી જીતી લીધા…
વધુ વાંચો >મહેન્દ્રપાલ બીજો
મહેન્દ્રપાલ બીજો (ઈ. સ. 945–’46) : પ્રતીહાર વંશનો રાજા. વિનાયકપાલનો પુત્ર. તેના પછીનાં 15 વર્ષમાં (1) દેવપાલ, (2) વિનાયકપાલ બીજો, (3) મહિપાલ બીજો અને (4) વિજયપાલ – એમ ચાર રાજાઓ થઈ ગયા. આ ચાર અલગ રાજાઓ હતા કે અલગ નામ ધરાવનાર બે રાજા હતા, તે બાબતમાં ઇતિહાસકારો અલગ અલગ મત…
વધુ વાંચો >મહેન્દ્ર પ્રતાપ, રાજા
મહેન્દ્ર પ્રતાપ, રાજા (જ. 1 ડિસેમ્બર 1886, મુરસન, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1979) : ભારતીય ક્રાંતિકાર. વિદેશમાં સ્થાપેલી ભારતની કામચલાઉ સરકારના પ્રમુખ. તેમના પિતા રાજા ઘનશ્યામ સિંહ શ્રીમંત જમીનદાર હતા. હાથરસના રાજા હરનારાયણ સિંહે મહેન્દ્ર પ્રતાપને દત્તક લીધા અને તેમની સાથે ઝિંદ રાજ્યના શાસકની પુત્રી નાની ઉંમરે પરણાવી. તેમણે અલીગઢની…
વધુ વાંચો >મહેબૂબનગર
મહેબૂબનગર : આંધ્રપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 15° 50´થી 17° 20´ ઉ. અ. અને 77° 20´થી 79° 20´ પૂ. રે. વચ્ચેનો 18,432 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રંગારેડ્ડી અને હૈદરાબાદ જિલ્લા, પૂર્વમાં નાલગોંડા અને ગુંતુર જિલ્લા, અગ્નિકોણમાં પ્રકાશમ્ જિલ્લો, દક્ષિણમાં…
વધુ વાંચો >મંગલેશ
મંગલેશ (રાજ્યકાલ ઈ. સ. 597–611) : દખ્ખણના વાતાપી અથવા બાદામી(બીજાપુર જિલ્લો)ના ચાલુક્ય વંશનો રાજા. તે ‘મંગલરાજા’, ‘મંગલીશ’, ‘મંગલેશ્વર’ તરીકે પણ ઓળખાતો હતો. તે પુલકેશિન પ્રથમ(રાજ્યકાલ ઈ. સ. 535–566)નો પુત્ર અને કીર્તિવર્મન્ પહેલા- (ઈ. સ. 566–597)નો નાનો ભાઈ હતો. કીર્તિવર્મનના અવસાન-સમયે તેનાં સંતાનો સગીર હોવાથી તેણે રાજગાદી સંભાળી. મહાકૂટ સ્તંભલેખમાં જણાવ્યા…
વધુ વાંચો >મંડલા
મંડલા : સ્થાન-સીમા-વિસ્તાર : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 80° 45´ પૂ. રે.ની આજુબાજુનો 13,269 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં શાહડોલ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ બિલાસપુર અને રાજનંદગાંવ જિલ્લા,…
વધુ વાંચો >માઓ-ત્સે-તુંગ
માઓ-ત્સે-તુંગ (જ. 26 ડિસેમ્બર 1893, શાઓશાન, હુનાન પ્રાંત; અ. 9 સપ્ટેમ્બર 1976, પૅકિંગ) : પ્રજાસત્તાક ચીનના અને ચીની સામ્યવાદી પક્ષના સ્થાપક. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. 1911–12માં સુન યાત-સેને ક્રાંતિ કરીને મંચુવંશની સરકારને ઉથલાવી ત્યારે તેઓ વિદ્યાર્થી હતા. તેમણે 1918માં સ્નાતક થયા બાદ દેશના પાટનગર પૅકિંગ(બેજિંગ) જઈને યુનિવર્સિટીના ગ્રંથાલયમાં…
વધુ વાંચો >