જયકુમાર ર. શુક્લ

બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર)

બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર) (જ. 26 મે 1864, અમદાવાદ; અ. 3 માર્ચ 1916, અમદાવાદ) : અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર. 1882માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. 1898માં દાદાનું અને…

વધુ વાંચો >

બેલગામ

બેલગામ : કર્ણાટક રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 15° 23´થી 17° 00´ ઉ. અ. અને 74° 05´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 13,415 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યનો તે સરહદી જિલ્લો હોઈ નૈર્ઋત્ય તરફ ગોવા સાથે તો ઉત્તર…

વધુ વાંચો >

બેસન્ટ, ઍની

બેસન્ટ, ઍની (જ. 1 ઑક્ટોબર 1847, લંડન; અ. 21 સપ્ટેમ્બર 1933, અડ્યાર, ચેન્નઈ) : ભારતને સેવાક્ષેત્ર બનાવીને થિયૉસોફિસ્ટ, સમાજસુધારક અને કેળવણીકાર તરીકે સેવા આપનાર અંગ્રેજ મહિલા. ઍની બેસન્ટનો જન્મ આયરિશ કુટુંબમાં થયો હતો. બાળપણમાં જ તેમના પિતા વિલિયમ પેજ વુડ મરણ પામ્યા. માતા એમિલી પાસેથી મિસ મેરિયટ ઍનીને ભણાવવા પોતાને…

વધુ વાંચો >

બેસ્તાઇલ

બેસ્તાઇલ : પૅરિસમાં રાજકીય કેદીઓ માટે જેલ તરીકે વપરાતો કિલ્લો. ફ્રાંસના રાજા ચાર્લ્સ પાંચમાએ 1370માં તે કિલ્લો બંધાવ્યો હતો. સત્તરમી સદીથી રાજાના વિરોધી અમલદારો કે પ્રતિપક્ષીઓને પૂરવા માટે જેલ તરીકે તે વપરાવા લાગ્યો. 14 જુલાઈ 1789ના રોજ પૅરિસના લોકોએ લુઈ સોળમાના અમલ દરમિયાન તેમાં રાખેલાં શસ્ત્રો તથા દારૂગોળો કબજે કરવા…

વધુ વાંચો >

બેહિસ્તુન

બેહિસ્તુન : પશ્ચિમ ઈરાનના કરમનશા પ્રદેશમાં ઝાગ્રોસ પર્વતની તળેટીમાં આવેલાં ગામ અને ઊભો ખડક. પ્રાચીન સમયમાં મિડિયાના પાટનગર એકબતાનાથી બૅબિલોન તરફ જતા માર્ગ પર તે આવેલ હતું. ઈરાનના એકિમિનિસના વંશજ મહાન દરાયસ પહેલા(શાસનકાળ ઈ. પૂ. 522–486)એ તે ખડક ઉપર તેનો જાણીતો શિલાલેખ ત્રણ ભાષામાં કોતરાવ્યો હતો. ક્યુનિફૉર્મ લિપિ ઉકેલવામાં તે…

વધુ વાંચો >

બૅંકર, શંકરલાલ ઘેલાભાઈ

બૅંકર, શંકરલાલ ઘેલાભાઈ (જ. 27 ડિસેમ્બર 1889, મુંબઈ; અ. 7 જાન્યુઆરી 1985, અમદાવાદ) : રચનાત્મક કાર્યકર, મજૂરોના નેતા, સ્વાતંત્ર્યસૈનિક. જન્મ વૈષ્ણવ વણિક કુટુંબમાં. પિતા મુંબઈમાં બૅંકમાં નોકરી કરતા. માતા કમળાબહેન ધર્મચુસ્ત. તેઓ 1904માં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક અને 1908માં વિલ્સન કૉલેજમાંથી બી.એ. પાસ થયા. લોકમાન્ય ટિળકને રાજદ્રોહી લેખો માટે છ વર્ષની…

વધુ વાંચો >

બેંગાલ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી

બેંગાલ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી : ભારતના લોકોની વાસ્તવિક સ્થિતિની માહિતી ભેગી કરીને તેમના વિકાસનાં કાર્યો કરવા સ્થપાયેલી સંસ્થા. તેની સ્થાપના 20 એપ્રિલ 1843ના રોજ બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય અને ગુલામોની મુક્તિ માટે લડત કરનાર જ્યૉર્જ થૉમ્પસનની પ્રેરણાથી કરવામાં આવી હતી. થૉમ્પસન દ્વારકાનાથ ટાગોરના નિમંત્રણથી ભારતમાં આવ્યા હતા. તેમણે કેટલાંક પ્રવચનો આપીને…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, ભૂપેન્દ્રનાથ

બોઝ, ભૂપેન્દ્રનાથ (જ. 1859, કૃશનગર, બંગાળ; અ. 1924, કૉલકાતા) : સ્વાતંત્ર્યસેનાની, કૉંગ્રેસપ્રમુખ, મવાળવાદી નેતા. પિતા રામરતન એક જમીનદારના કારકુન હતા. તેઓ કાયસ્થ જ્ઞાતિના હતા. ભૂપેન્દ્રનાથે કૃશનગર અને કૉલકાતામાં અભ્યાસ કર્યો હતો. 1875માં માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેમણે કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી 1880માં બી.એ., 1881માં એમ.એ. તથા 1883માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સંસ્કૃત…

વધુ વાંચો >