જયકુમાર ર. શુક્લ

બલબન, ગિયાસુદ્દીન

બલબન, ગિયાસુદ્દીન (જ. ?; અ. 1287, દિલ્હી) : મમ્લૂક (ગુલામ) વંશનો દિલ્હીનો સુલતાન. તુર્કસ્તાનની ઇલ્બરી જાતિના એક ખાન કુટુંબમાં જન્મેલ બલબનને 1238માં દિલ્હીના સુલતાન ઇલ્તુત્મિશે ગુલામ તરીકે ખરીદ્યો હતો. તેણે ભિસ્તી અને સુલતાનના અંગત નોકર તરીકે કાબેલિયત બતાવી, તેથી ઇલ્તુત્મિશે તેને ‘તુર્કોની ચાળીસની મંડળી’નો સભ્ય બનાવ્યો. રઝિયાના સમયમાં તેને ‘મીરે…

વધુ વાંચો >

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ (જ. –; અ. 12 ફેબ્રુઆરી 1919) : રાષ્ટ્રવાદી મુસ્લિમ, વિનીત રાજકીય આગેવાન. દક્ષિણ ભારતના શ્રીમંત મીર હુમાયૂં બહાદુર રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા અને કૉંગ્રેસનાં શરૂઆતનાં વરસોમાં નાણાકીય સહાય કરતા હતા. મદ્રાસ(ચેન્નઈ)માં 1887માં કૉંગ્રેસની બેઠક મળી ત્યારે તેમણે આર્થિક મદદ કરી હતી. તેમના પુત્ર નવાબ સૈયદ મુહંમદે મદ્રાસમાં…

વધુ વાંચો >

બાજ બહાદુર

બાજ બહાદુર (સોળમી સદી) : અકબરનો સમકાલીન, માળવાનો સુલતાન અને પ્રસિદ્ધ સંગીતકાર. શેરશાહે (1538–1545) માળવા જીત્યું, તે પછી તેણે ત્યાંની હકૂમત શુજાઅતખાન નામના અમીરને સોંપી હતી. તેના મૃત્યુ પછી તેનો પુત્ર બાજ બહાદુર માળવાનો સુલતાન બન્યો. તેણે 1554થી 1564 સુધી રાજ્ય કર્યું હતું. તે મહાન સંગીતકાર હતો. તેણે ‘બાજખાની’ ગાયકીનો…

વધુ વાંચો >

બાપા રાવળ (બપ્પા રાવલ)

બાપા રાવળ (બપ્પા રાવલ) (ઈ. સ.ની આઠમી સદી) :  મેવાડના ગોહિલ વંશના રાજા. મેવાડના ગોહિલ વંશના તેઓ સ્થાપક હતા એમ માનવામાં આવે છે. 13મી સદીના વૃત્તાંતો મુજબ બપ્પાએ આનંદપુર-(ગુજરાતનું વડનગર)થી આવીને ગુરુ હારિતરાસીની કૃપાથી ચિતોડનું રાજ્ય મેળવ્યું અને રાવલનું બિરુદ પામ્યા. ગોહિલ વંશના રાજા કાલભોજ તે બપ્પ હતા એમ કેટલાક…

વધુ વાંચો >

બાબર

બાબર (જ. 14 ફેબ્રુઆરી 1483, અંદિજાન, ફરઘાના, મધ્ય એશિયા; અ. 26 ડિસેમ્બર 1530, આગ્રા) : ભારતમાં મુઘલ વંશનો સ્થાપક. તેનું મૂળ આરબ નામ ઝહીરુદ્દીન મુહંમદ હતું. તેના પિતા ઉમરશેખ મીર્ઝા તિમૂરલંગના ચોથા વંશજ અને ફરઘાનાના શાસક હતા. તેની માતા ચંગીઝખાંની તેરમી વંશજ હતી. બાબર અર્થાત્ સિંહનું ઉપનામ તેને તેના નાના…

વધુ વાંચો >

બાબરનામા

બાબરનામા (સોળમી સદીનો પ્રથમ પાદ) : મુઘલ શહેનશાહ બાબરની આત્મકથા. તે ‘તુઝુકે-બાબરી’ નામે પ્રસિદ્ધ છે. પૂર્વના દેશોની આત્મકથાઓમાં આ ગ્રંથનું સ્થાન મહત્વનું છે. આ ગ્રંથ બાબરે તુર્કી ભાષામાં લખ્યો હતો. 1590માં મીર્ઝા અબ્દુર્ રહીમખાનખાનાએ અકબરના સૂચનથી તેનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. ત્યારબાદ ઓગણીસમી સદીમાં તેના અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી વગેરે ભાષાઓમાં…

વધુ વાંચો >

બાયઝૅન્ટાઇન સામ્રાજ્ય

બાયઝૅન્ટાઇન સામ્રાજ્ય (ઈ. સ. 330–1453) : પ્રાચીન પૂર્વીય રોમન સામ્રાજ્ય. તેનો પ્રદેશ વખતોવખત બદલાતો હતો. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં તેનો વિસ્તાર સૌથી મોટો હતો ત્યારે, તેમાં દક્ષિણ અને પૂર્વ યુરોપ, ઉત્તર આફ્રિકા તથા મધ્યપૂર્વનો સમાવેશ થતો હતો. બાયઝૅન્ટાઇન સામ્રાજ્યના લોકો પોતાને રોમન કહેતા હતા. બાયઝૅન્ટિયમ શહેરના નામ પરથી ‘બાયઝૅન્ટાઇન’ શબ્દ…

વધુ વાંચો >

બારગુંડા

બારગુંડા : મધ્યપ્રદેશમાં મુખ્યત્વે રતલામ જિલ્લામાં રહેતા લોકોની એક જાતિ. તેને બરગુંડા પણ કહે છે. તેઓ ઇન્દોર, ઉજ્જૈન, ભોપાલ વગેરે ઠેકાણે પણ રહે છે. તેઓ તમિળ ભાષાને મળતી ભાષા બોલે છે અને તામિલનાડુમાંથી આ તરફ આવ્યા છે, એવો એક મત છે. તે એક વિચરતી જાતિ છે અને તેમને પોતાના મૂળ…

વધુ વાંચો >

બારબોસા, ડ્યુઆર્તે

બારબોસા, ડ્યુઆર્તે : 16મી સદીમાં દક્ષિણ ભારતમાં વહીવટ કરનાર ફિરંગી અમલદાર અને પ્રવાસી. તેણે દક્ષિણ ભારતમાં કોચીન જેવાં કેટલાંક સ્થળોએ ઈ.સ. 1500થી 1517 દરમિયાન વહીવટ કર્યો હતો. તેણે પૉર્ટુગલમાં પાછા ફરીને હિંદી મહાસાગરના કિનારા પર આવેલા દેશો અને લોકો વિશે માહિતી આપતો પ્રવાસગ્રંથ લખ્યો હતો. તેનો ગ્રંથ ‘ધ બુક ઑવ્…

વધુ વાંચો >

બાલી

બાલી : ઇન્ડોનેશિયાનો ખૂબ જ જાણીતો બનેલો રમણીય ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 8° 15´ દ. અ. અને 115° 00´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. આ ટાપુ તેનાં ડાંગરનાં સીડીદાર ખેતરો, વનાચ્છાદિત નયનરમ્ય હરિયાળા દેખાતા પર્વતઢોળાવો તથા સુંદર સરોવરો અને દરિયાઈ રેતાળ પટ માટે વિશ્વવિખ્યાત બનેલો છે. ઇન્ડોનેશિયાના લગભગ બધા…

વધુ વાંચો >