જયકુમાર ર. શુક્લ
પંડિત વિજયાલક્ષ્મી
પંડિત, વિજયાલક્ષ્મી (જ. 18 ઑગસ્ટ 1900, અલ્લાહાબાદ; અ. 1 ડિસેમ્બર 1990, દહેરાદૂન) : સ્વાતંત્ર્યસૈનિક, યુનાઇટેડ સ્ટેટ્સ તથા સોવિયેત સંઘમાં ભારતનાં રાજદૂત, યુનાઇટેડ નૅશન્સની સામાન્ય સભાનાં પ્રથમ મહિલા પ્રમુખ, મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ગવર્નર. તેમના પિતા મોતીલાલ નહેરુ ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ વકીલ હતા. તેમનો ઉછેર શ્રીમંતાઈમાં પશ્ચિમની ઢબથી થયો હતો. તેમણે બધું શિક્ષણ પોતાના…
વધુ વાંચો >પંડિત સુંદરલાલ
પંડિત, સુંદરલાલ (જ. 26 સપ્ટેમ્બર 1886, ખટોલી, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ; અ. 9 મે 1981) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસૈનિક, પત્રકાર, વિદ્વાન લેખક, હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમવર્ગના કાયસ્થ કુટુંબમાં. તેમના પિતા તોતારામ સામાન્ય સરકારી નોકર હતા. માતાનું નામ ભગવતીદેવી હતું. સુંદરલાલે નાની ઉંમરે ફારસી, હિંદી અને ઉર્દૂ ભાષાઓનું…
વધુ વાંચો >પંડ્યા, મોહનલાલ કામેશ્વર
પંડ્યા, મોહનલાલ કામેશ્વર (જ. 21 જૂન 1872, કઠલાલ, જિ. ખેડા; અ. 14 મે 1935) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. પ્રખર દેશભક્ત. તેમના પિતા કઠલાલના 30 એકર જમીન ધરાવતા સમૃદ્ધ ખેડૂત તથા શરાફ હતા. મોહનલાલ મુંબઈ યુનિવર્સિટીના ખેતીવાડીના સ્નાતક થયા. ઈ. સ. 1902માં ગોંડલ રાજ્યમાં અને ત્યારબાદ વડોદરા રાજ્યમાં…
વધુ વાંચો >પાવાગઢ (ભૂસ્તરીય)
પાવાગઢ (ભૂસ્તરીય) : મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવારૂપ ગુજરાતનો પર્વતસમૂહ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 48 કિલોમીટરને અંતરે આવેલા પાવાગઢ પર્વતસમૂહ(22o 28′ ઉ. અક્ષાંશ, 73o 34′ 30″ પૂ. રેખાંશ)ની ટેકરીઓ વિશિષ્ટ ભૂમિસ્વરૂપ તો રચે જ છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ તેમનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા…
વધુ વાંચો >પિલ્લાઈ ડૉ. ચંપકરામન
પિલ્લાઈ, ડૉ. ચંપકરામન (જ. 15 સપ્ટેમ્બર 1891, તિરુવનન્તપુરમ્, કેરળ; અ. 26 મે 1934, બર્લિન, જર્મની) : જર્મનીમાં વસેલ ભારતીય ક્રાંતિકારી. ચંપકરામનનો જન્મ સારી સ્થિતિના તમિળ હિંદુ કુટુંબમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ત્રાવણકોર રાજ્યમાં પોલીસ અધિકારી હતા. ત્યાંની મહારાજા હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન 1905ની બંગભંગની ચળવળમાં ભાગ લેવાથી ચંપકરામનની ધરપકડ થઈ અને…
વધુ વાંચો >પિલ્લાઈ પટ્ટમ થાનુ
પિલ્લાઈ, પટ્ટમ થાનુ [જ. 15 જુલાઈ 1885, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્); અ. 27 જુલાઈ 1970, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્)] : ત્રાવણકોર રાજ્ય કૉંગ્રેસના નેતા, સ્વાતંત્ર્યસેનાની, કેરળ રાજ્યના મુખ્ય પ્રધાન, આંધ્રપ્રદેશ અને પંજાબના ગવર્નર. જન્મ મધ્યમવર્ગના કુટુંબમાં. પિતા બ્રાહ્મણ અને માતા નાયર જ્ઞાતિનાં હતાં. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ તિરુવનંતપુરમમાં મેળવીને બી.એ. અને બી.એલ.ની ડિગ્રી…
વધુ વાંચો >પિંગળે વિષ્ણુ ગણેશ
પિંગળે, વિષ્ણુ ગણેશ (જ. જાન્યુઆરી 1888, તાલેગાંવ ઢમઢેરે, જિ. પુણે, મહારાષ્ટ્ર; અ. 16 નવેમ્બર 1915, લાહોર) : ભારતીય ક્રાંતિકારી. વિષ્ણુ પિંગળેનો જન્મ મધ્યમવર્ગના ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ તાલેગાંવમાં અને માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધું હતું. પ્રોફેસર વિજાપુરકરના સમર્થ વિદ્યાલયમાં જોડાવાથી પિંગળે રાષ્ટ્રવાદી બન્યા. ત્યારબાદ પુણે અને કોલ્હાપુરમાં…
વધુ વાંચો >પીરમ ટાપુ
પીરમ ટાપુ : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના પૂર્વ છેડા પર ભાવનગર નજીક આવેલો ટાપુ. તે ઘોઘાથી દક્ષિણે 7 કિમી.ને અંતરે, પરંતુ કિનારાથી સીધેસીધા 4 કિમી.ને અંતરે, 21o 35′ ઉત્તર અક્ષાંશ અને 72o 34′ પૂર્વ રેખાંશ પર ખંભાતના અખાતમાં આવેલો છે. તે આમલીના કાતરા આકારનો 2.5 કિમી. લાંબો અને 800 મીટર પહોળો છે.…
વધુ વાંચો >પુરુ (પોરસ)
પુરુ (પોરસ) (ઈ. પૂ. ચોથી સદી) : પંજાબનો શૂરવીર રાજા. તેની સત્તા હેઠળ જેલમ અને રાવિ નદી વચ્ચેના પ્રદેશો હતા. તેણે વિજયો મેળવીને પૂર્વમાં રાવિ નદીની આગળ તથા પશ્ચિમે તક્ષશિલાની સરહદ સુધી પોતાના પ્રદેશો વિસ્તાર્યા હતા; તેથી તક્ષશિલાનો રાજા આંભી પોરસની ઈર્ષા કરતો હતો અને દુશ્મનાવટ રાખીને વિદેશી આક્રમકને હુમલો…
વધુ વાંચો >પુરુકુત્સ
પુરુકુત્સ : પુરાણમાં જાણીતો રાજા. તે બિંદુમતી તથા માન્ધાતાનો પુત્ર અને મુચુકુંદ અને અંબરીષનો મોટો ભાઈ હતો. તેનું રાજ્ય નર્મદાના કિનારે અથવા તેની આસપાસના પ્રદેશમાં આવેલું હતું. તે શૂરવીર હતો અને તેણે નાગોને સહાય કરી હતી, તેથી નાગોની બહેન નર્મદા સાથે તેનું લગ્ન થયું હતું. તેનાથી તેને વસુદ અને ત્રસદસ્યુ…
વધુ વાંચો >