જયકુમાર ર. શુક્લ

પટેલ, મોહનભાઈ શંકરભાઈ

પટેલ, મોહનભાઈ શંકરભાઈ (જ. 8 જૂન 1920, વડદલા, તા. પેટલાદ; અ. 2 જાન્યુઆરી 2002) : વિવેચક, સંશોધક અને ગુજરાતીના જાણીતા અધ્યાપક. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1946માં બી.એ. તથા 1948માં એમ.એ. થયા. વલ્લભવિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળે અધ્યાપન. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના પ્રાધ્યાપક, આચાર્ય તથા વિનયન વિભાગના ડીન તરીકે યશસ્વી સેવા આપીને નિવૃત્ત…

વધુ વાંચો >

પટેલ, રાવજીભાઈ મણિભાઈ

પટેલ, રાવજીભાઈ મણિભાઈ (જ. 1886, સોજિત્રા; અ. 20 જાન્યુઆરી 1962, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક, લોકસેવક, લેખક. પેટલાદ બૉર્ડિંગ હાઉસમાં રહી મૅટ્રિક સુધી માધ્યમિક શિક્ષણ લીધું. પુસ્તકાલય પ્રવૃત્તિવાળા મોતીભાઈ અમીનથી પ્રભાવિત. તેમની પ્રેરણાથી સ્વદેશભક્ત બન્યા. ગાંધીજીલિખિત ‘હિંદ સ્વરાજ’ વાંચ્યા બાદ જીવનનું દૃષ્ટિબિંદુ બદલાઈ ગયું. દક્ષિણ આફ્રિકા જઈ વેપાર શરૂ કર્યો; પરંતુ ધાર્મિક…

વધુ વાંચો >

પરમર્દિદેવ

પરમર્દિદેવ (ઈ. સ.ની 12મી સદી) : બુંદેલખંડના ચંદેલ વંશનો પ્રતાપી રાજા. ઉત્તર-ભારતના પ્રખ્યાત રજપૂત શાસક વંશોમાં બુંદેલખંડના ચંદેલોનું આધિપત્ય હાલના મધ્યપ્રદેશ ઉપર હતું. ચંદેલ વંશનો નોંધપાત્ર રાજા પરમર્દિદેવ કે પરમાલ (ઈ. સ. 1165-1201) મદનવર્માનો પૌત્ર હતો. શરૂઆતના સમયની તેની લશ્કરી પ્રવૃત્તિઓ ઘણી સફળ હતી. તેણે ઈ. સ. 1173 પછી ચૌલુક્યો…

વધુ વાંચો >

પરમર્દી

પરમર્દી (ઈ. સ.ની 12મી સદી) : કલ્યાણીના ચાલુક્ય વંશનો પરાક્રમી રાજા. ગુજરાતના સોલંકી વંશના પ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. 1094-1142)ના સમયમાં કલ્યાણીના ચાલુક્ય વંશમાં વિક્રમાદિત્ય છઠ્ઠો રાજ્ય કરતો હતો. એ ઘણો પરાક્રમી હતો અને પરમર્દી તરીકે જાણીતો હતો. એણે સિદ્ધરાજના દરબારમાં પોતાનો રાજદૂત પણ મોકલ્યો હતો. સિદ્ધરાજ જયસિંહે પરમર્દીનું…

વધુ વાંચો >

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ (જ. 12 ડિસેમ્બર, 1912, આંતરસૂબા, જિ. ખેડા; અ. 23 જૂન, 1985) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર જીવનના આગેવાન, ગુજરાત રાજ્યના માજી મંત્રી. પ્રાથમિક શિક્ષણ આંતરસૂબામાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને 1929માં મૅટ્રિક. તે પછી વિલ્સન કૉલેજમાં દાખલ થઈ ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દરમિયાન 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં…

વધુ વાંચો >

પરીખ, નરહરિભાઈ દ્વારકાદાસ

પરીખ, નરહરિભાઈ દ્વારકાદાસ (જ. 7 ઑક્ટોબર, 1891, કઠલાલ, જિ. ખેડા; અ. 15 જુલાઈ, 1957, બારડોલી) : ગાંધીવાદી બુનિયાદી શિક્ષણના હિમાયતી, કેળવણીકાર, સ્વાતંત્ર્ય-સૈનિક અને લેખક. પિતા દ્વારકાદાસ મોતીલાલ પરીખ વડોદરા રાજ્યમાં વકીલ હતા. પછી અમદાવાદમાં વસવાટ કર્યો. તેઓ ગુજરાતના એક નાના દેશી રાજ્યના દીવાન પણ હતા. નરહરિભાઈ કિશોરવયથી દેશનેતાઓ લાલા લજપતરાય,…

વધુ વાંચો >

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ (જ. 26 માર્ચ 1937, ખેડા) : ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ, લિપિવિદ્યા, સ્થાપત્ય, શિલ્પ અને સિક્કાશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન. તેમના પિતાશ્રી આબુરોડ સ્ટેશને પોસ્ટમાસ્ટર તરીકેની સેવા આપતા હતા. પિતાશ્રીના અવસાન બાદ વિધવા માતા શાંતાબહેને સંતાનો સાથે મહેમદાવાદ મુકામે નિવાસ કર્યો. પ્રવીણચંદ્રે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું હતું. 1955માં…

વધુ વાંચો >

પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ

પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ (જ. 1 જાન્યુઆરી 1937, રાજપીપળા, જિ. નર્મદા; અ. 2 ઑક્ટોબર 2011, વડોદરા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ ગજરાબા. 1957માં બી.એ., 1960માં એમ.એ. તથા 1980માં એમ.ફિલ.. મુંબઈની જી. ટી. હાઈસ્કૂલથી શરૂ કરી, હાલોલ, ડભોઈ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે સેવા બજાવી. 1961થી 1969 દરમિયાન સંખેડા, ગોધરા, રાજપીપળા,…

વધુ વાંચો >

પંચન લામા

પંચન લામા : તિબેટમાં આવેલા તાશિલહન્પો બૌદ્ધ મઠના આધ્યાત્મિક વડા. આધ્યાત્મિક વડા તરીકે તેમનું સ્થાન દલાઈ લામા પછીનું ગણાય છે. વિદ્વાન અને ધર્મનું વિશેષ જ્ઞાન ધરાવનારને તાશિલહન્પો મઠના વડા તરીકે પસંદ કરવામાં આવતા હતા. તેથી તેઓ `પંચન’ અર્થાત્ પંડિત કે વિદ્વાન લામા કહેવાતા હતા. સત્તરમી સદીમાં પાંચમા દલાઈ લામાએ જાહેર…

વધુ વાંચો >

પંડિત પરમાનંદ ‘ઝાંસી’

પંડિત, પરમાનંદ ‘ઝાંસી’ (જ. 6 જૂન 1892, સિકરૌધા, બુંદેલખંડ; અ. 13 એપ્રિલ 1982, દિલ્હી) : કેન્દ્રીય ક્રાંતિકાર. કિશોરાવસ્થાથી જ રાષ્ટ્રપ્રેમી. પંડિત સુંદરલાલ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત મોતીલાલ નહેરુનો તેમના ઉપર પ્રભાવ પડ્યો હતો. વિદેશી સત્તા સામે સશસ્ત્ર ક્રાંતિ કરવા સ્થપાયેલ એક ગુપ્ત સંગઠનમાં જોડાઈ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા લાગ્યા.…

વધુ વાંચો >