જયંત રેલવાણી
મિર્ઝા, ક્લીચબેગ
મિર્ઝા, ક્લીચબેગ (જ. 7 ઑક્ટોબર 1853, ટંડા, સિંધ; અ. 3 જુલાઈ 1929, હૈદરાબાદ, પાકિસ્તાન) : અર્વાચીન સિંધી સાહિત્યના પ્રારંભિક તબક્કાના અગ્રણી લેખક. મૂળે જ્યૉર્જિયાના ખ્રિસ્તી વંશના. તુર્કોએ જ્યૉર્જિયા કબજે કરીને ખ્રિસ્તી લોકોને કેદી બનાવી તહેરાન મોકલ્યા તેમાંના સિડની નામના ખ્રિસ્તી બાળકને અન્ય સોગાતોની સાથે તહેરાનમાંથી સિંધના મીર શાસકો પાસે ભેટ…
વધુ વાંચો >રાહી અબ્દુલ રહેમાન
રાહી, અબ્દુલ રહેમાન (જ. 6 માર્ચ 1925, શ્રીનગર) : કાશ્મીરી કવિ, અનુવાદક અને વિવેચક. નાની વયમાં માતા-પિતાનું અવસાન થતાં એમનો ઉછેર મોસાળમાં થયેલો. ત્યાં જ શિક્ષણ લેવાનું બન્યું. આજીવિકાર્થે તેવીસ વર્ષની વયે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં કારકુન બન્યા; પરંતુ સરકારી તંત્રમાં આ ભાવનાશાળી યુવક ગોઠવાઈ ન શક્યા. આથી ‘ખિદમત’ નામક ઉર્દૂ…
વધુ વાંચો >લખવી, પીર મહંમદ
લખવી, પીર મહંમદ (અ. 1590) : સિંધના મધ્યકાલીન કવિ. મહંમદ લખવીનો જન્મ સિંધના ઠઠ્ઠા નગરમાં થયો હતો અને બાદ તેઓ સક્કર જિલ્લાના લખી ગામે વસ્યા હતા. તેઓ વિદ્વાન હતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત દર્વેશ સ્વભાવના હતા. તેમને કેટલાંયે અનુયાયીઓ બની ગયા હતા; તેઓ પીર તરીકે તેમનું માન જાળવતા. મજહબી કવિતા…
વધુ વાંચો >લાલચંદ અમર ડિનોમલ
લાલચંદ અમર ડિનોમલ (જ. 25 જાન્યુઆરી 1885, સિંધ, હૈદરાબાદ; અ. 18 એપ્રિલ 1954, મુંબઈ) : અર્વાચીન સિંધી સાહિત્યના જ્યોતિર્ધર. તેમના પિતા અમર ડિનોમલ અંગ્રેજ પ્રશાસનમાં મામલતદાર હતા. સને 1903માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ શૈક્ષણિક ક્ષેત્રે સેવાઓ બજાવવાની સાથે 1908માં સેકન્ડરી ટીચર્સ સર્ટિફિકેટની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી…
વધુ વાંચો >લાલ ‘પુષ્પ’
લાલ ‘પુષ્પ’ (જ. 1 જાન્યુઆરી 1935, લાડકાણા, સિંધ) : સિંધી સાહિત્યકાર. લાલ ‘પુષ્પ’ના નામે પ્રસિદ્ધ સિંધી સાહિત્યકારનું પૂરું નામ છે લાલ ભગવાનદાસ રીઝવાણી. ‘પુષ્પ’ તેમનું ઉપનામ છે. સિંધીમાં વ્યાવસાયિક સાહિત્યકાર બની રહેવું અસંભવ હોવા છતાં, મુંબઈમાં સ્થિર થયેલા લાલ ‘પુષ્પે’, એમ.એ. થઈને ટૂંકા ગાળામાં જ, સરકારી નોકરીનો ત્યાગ કરી પોતાનું…
વધુ વાંચો >વફા, પ્રભુ
વફા, પ્રભુ (જ. 19 સપ્ટેમ્બર 1915, લાડકણા, સિંધ) : સિંધી કવિ. મૂળ નામ પ્રભુ જોતુમલ છુગાણી. ‘વફા’ તેમનું તખલ્લુસ છે. 1934માં મૅટ્રિક થઈ કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી તેમણે 1938માં સ્નાતક પદવી મેળવી. 13 વરસની ઉંમરે સાહિત્ય તરફ આકર્ષાયા. ઉર્દૂ અને સિંધીમાં કાવ્યો લખવા સાથે તેમણે મુશાયરાઓમાં ભાગ લેવા માંડ્યો.…
વધુ વાંચો >શહાણી, દયારામ ગિદુમલ
શહાણી, દયારામ ગિદુમલ (જ. 30 જૂન 1857, હૈદરાબાદ, સિંધ; અ. 7 ડિસેમ્બર 1927, મુંબઈ) : ન્યાયાધીશ, સમાજસુધારક, લેખક અને કેળવણીકાર. તેમના પિતા જમીનદાર તથા સિંધના મીર શાસકના અધિકારી હતા. હૈદરાબાદમાં મૅટ્રિક પસાર કર્યા બાદ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. તે પછી એલએલ.બી. થયા. જિલ્લા ન્યાયાધીશ સિંધના જ્યુડિશિયલ કમિશનર…
વધુ વાંચો >શાહ, અબ્દુલ કરીમ
શાહ, અબ્દુલ કરીમ (જ. 1536, મટિયારી, સિંધ; અ. 1624) : કાઝી કદાન પછીના સિંધીના બીજા જાણીતા મુખ્ય સંત કવિ. તેઓ જાણીતા સૈયદ હૈદરના સાતમા વંશજ હતા. તેઓ બાળપણથી સમા(સંગીત જલસા)માં ખૂબ રસ લેતા, જ્યાં સૂફી ગીતો સાદા ગામઠી સંગીત સાથે ગવાતાં. તે ગીતોની તેમના વિચારો અને લાગણીઓ પર ઊંડી અસર…
વધુ વાંચો >શાહ, ઇનાયત સૂફી
શાહ, ઇનાયત સૂફી (જ. 1656, મુલતાન, હાલ પાકિસ્તાનમાં; અ. 7 જાન્યુઆરી 1718) : ઝોકમિરાનપુર. સિંધના શાહ ઇનાયત તરીકે જાણીતા સૂફી કવિ. એક સમયે મુલતાન પર શાસન કરનાર લંગાહ પરિવારના મખ્દૂમ ફઝ્લ અલ્લાહના પુત્ર. તેમનો પરિવાર તત્કાલીન મુઘલ સૂબેદારે આપેલી જમીન પર બાથોરો (મિરાનપુર) ખાતે પાછળથી સ્થાયી થયેલો. ઇનાયતે મિરાનપુરમાં ફારસી…
વધુ વાંચો >શાહ જો રિસાલો (મુજમલ)
શાહ જો રિસાલો (મુજમલ) : સિંધના સૂફી રહસ્યવાદી શાહ અબ્દુલ લતીફ(1689-1752)ની કાવ્યકૃતિઓનું સાંગોપાંગ સંપાદન. આ ગ્રંથનું સંપાદન કલ્યાણ આડવાણી(જ. 1911)એ કર્યું હતું અને તેની પુન:સંશોધિત આવૃત્તિ 1966માં પ્રગટ થઈ હતી. તેમાં પ્રચલિત લોકવ્યવહારની વિચોલી બોલીને સાહિત્યિક ભાષામાં રૂપાંતરિત કરી હોવાથી તે ‘મુજમલ’ રિસાલો ગણાય છે. આ ગ્રંથને 1968ના વર્ષનો કેન્દ્રીય…
વધુ વાંચો >