જયંત રેલવાણી

આંસૂ

આંસૂ (1952) : આધુનિક સિંધી નવલકથા. આ નવલકથાના લેખક ગોવિંદ માલ્હી છે. પ્રસ્તુત નવલકથામાં વિભાજન પછી સિંધમાંથી હિજરત કરીને ભારતમાં આવીને વસેલ સિંધી સમાજની યાતનાસભર અનિશ્ચિત સ્થિતિનું અસરકારક ચિત્રણ છે. નિરાશ્રિત શિબિરોમાં વિસ્થાપિત માનવીઓની માનવતાના હ્રાસનું નિરૂપણ પણ છે. માતૃભૂમિની સ્મૃતિઓ, ભવિષ્યની અનિશ્ચિતતા તથા વર્તમાનની વિષમ મન:સ્થિતિ વચ્ચે જીવતો માનવી…

વધુ વાંચો >

ઉત્તમ આસન જેઠાનંદ (1923)

ઉત્તમ આસન જેઠાનંદ (જ. 16 નવેમ્બર 1923, હૈદરાબાદ, સિંધ (પાકિસ્તાન) અ. 3 જાન્યુઆરી 2005) : આધુનિક સિંધી લેખક. જન્મસ્થળ હૈદરાબાદ (સિંધ). તેઓ જાતે જ સિંધી સાહિત્યની જંગમ સંસ્થા જેવા છે. સિંધીમાં પ્રગતિવાદી ધારાના પ્રવર્તક છે. 1965 અને 1970માં તેમને સોવિયેત લૅન્ડ નહેરુ શાંતિ પારિતોષિકો એનાયત થયાં હતાં. નિબંધ, વિવેચન, સંશોધન…

વધુ વાંચો >

ઉત્તમચંદાની, સુંદરી

ઉત્તમચંદાની, સુંદરી [જ. 28 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં) અ. 8 જુલાઈ 2013 મુંબઈ, મહારાષ્ટ્ર] : સિંધી લેખિકા. તેમણે ઘણું સાહિત્યસર્જન કર્યું છે તેમાં તેમની પ્રગતિશીલ વિચારસરણી ઊપસી આવે છે. શાળાકીય શિક્ષણ હૈદરાબાદમાં લીધું; ભાગલા પછી મુંબઈ આવીને સ્થાયી થયાં. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને પછી શિક્ષિકા તરીકેની…

વધુ વાંચો >

ઉહા શામ

ઉહા શામ (1983) : આધુનિક સિંધી વાર્તાસંગ્રહ. 1984માં આ વાર્તાસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. એના લેખક છે મોહન કલ્પના. ‘ઉહા શામ’ની વાર્તાઓમાં લેખકે સ્ત્રીપુરુષસંબંધોનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મધ્યમવર્ગીય જીવનની કટુ વિડંબનામાં, માનવમનનાં શમણાં અને આદર્શોની સામે વાસ્તવિકતાનો સંઘર્ષ, આર્થિક વિસંવાદ પર રચાયેલ સમાજમાં મધ્યમ-વર્ગીય જીવનનું નિરૂપણ અને…

વધુ વાંચો >

કંવર (1958)

કંવર (1958) : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું 1959નું પારિતોષિક પ્રાપ્ત કરેલ સિંધી ભાષાનું ચરિત્રપુસ્તક. પુસ્તકના રચયિતા તીર્થ વસંતનો જન્મ 7 સપ્ટેમ્બર 1909ના રોજ સિંધમાં થયો હતો. ‘કંવર’માં તેમણે સિંધના ભગત કંવરરામના જીવનચરિત્રનું નિરૂપણ કરેલ છે. કથક કથાનૃત્યના સિંધી દેશજ પ્રકાર ‘ભગત’ને લોકપ્રિયતા પ્રદાન કરાવનાર ભગત કંવરરામનો જન્મ 1885માં સિંધના જટવારન ગામે…

વધુ વાંચો >

કાઝી કાઝન

કાઝી કાઝન (જ. 1493, બખર, સિંધ; અ. 1551, મદિના) : મધ્યકાલીન સિંધી કવિ. કાઝી કાઝને જીવનનો અધિક સમય સિંધના બખર નગરમાં વિતાવ્યો હતો અને તે એ નગરના પ્રસિદ્ધ કાઝી હતા. ઉપલબ્ધ મધ્યકાલીન સિંધી સાહિત્યના તે આદિ કવિ ગણાય છે. તે વારાણસીના પ્રસિદ્ધ સૂફી દરવેશ સૈયદ મુહમ્મદના શિષ્ય હતા અને મુસ્લિમ…

વધુ વાંચો >

કિરંદડ દિવારૂં

કિરંદડ દિવારૂં (1953) : પ્રસિદ્ધ સિંધી લેખિકા સુંદરી ઉત્તમચંદાણીની આધુનિક નવલકથા. તેને ભારતીય સાહિત્ય અકાદમી તરફથી 1986ના વર્ષના સિંધીના શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર મળ્યો હતો. ‘કિરંદડ દિવારૂં’નો અર્થ થાય છે ‘પડી જતી દીવાલો’. તેમાં એમણે દર્શાવ્યું છે કે પુરાણી સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, જીવનમૂલ્યો, એ બધાંની અચલ મનાતી દીવાલો કડડભૂસ થઈને તૂટતી જાય…

વધુ વાંચો >

કુમાચ

કુમાચ (1969) : ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા 1971માં પુરસ્કૃત સિંધી કાવ્યસંગ્રહ. લેખક કૃષ્ણસુંદરદાસ વછાણી (રાહી) (જ. 1932)-પ્રસ્તુત સંગ્રહ સમગ્ર સિંધી કાવ્યપરંપરાનું પ્રતિબિંબ ઝીલે છે. સંગ્રહમાં દોહા, સોરઠા, બેત, કાફી, બાઈ (ઊર્મિગીત), બાત, લોલી (લોરી), ખોરાણો (શીતળા માતાની સ્તુતિ), લાડા (લગ્નગીત), સહરો, ઝુમિર છે. ઉપરાંત ગીત, ગઝલ, કતખા, કવાયલી, નઝમ, રુબાઈ…

વધુ વાંચો >

કુલિયાત અઝીઝ

કુલિયાત અઝીઝ (1944) : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેખરાજ કિશનચંદ અઝીઝનો આ કાવ્યસંગ્રહ બે ભાગમાં પ્રસિદ્ધ થયો. પ્રથમ ભાગમાં ગઝલો અને દ્વિતીય ભાગમાં મસનવી છે. ગઝલોમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક એમ વિવિધ વિષયો આવરી લેવાયા છે, પરંતુ ભાષા ફારસીપ્રધાન હોવાથી તે ગઝલો લોકભોગ્ય કે લોકપ્રિય બની શકી નહિ;…

વધુ વાંચો >

કૂમાયલ કલી

કૂમાયલ કલી (1950) : સ્વતંત્ર ભારતની પ્રથમ સિંધી લેખિકા તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર તારા મીરચંદાણી (1930)કૃત સિંધી નવલકથા. ‘કૂમાયલ કલી’માં પુરુષ નિયંત્રિત સમાજમાં પુરુષની સ્વાર્થી મનોવૃત્તિ અને સ્ત્રીની પરાધીન સ્થિતિનું ચિત્રણ થયું છે. સમાજમાં પ્રચલિત કુરિવાજો, કાળગ્રસ્ત થયેલી રૂઢિઓ અને વિસંગતતાને આલેખીને એ સમાજસ્વાસ્થ્ય માટે કેટલી ભયાનક છે તેનું લેખિકાએ…

વધુ વાંચો >