જયંત કોઠારી

અખાના છપ્પા

અખાના છપ્પા : છ-ચરણી (ક્વચિત્ આઠ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈનો બંધ ધરાવતા અને વેશનિંદા, આભડછેટ, ગુરુ વગેરે 45 અંગોમાં વહેંચાઈને 755 જેટલી સંખ્યામાં મળતા અખા ભગતકૃત છપ્પા. એમાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે, છતાં એની લોકપ્રિયતા વિશેષપણે એમાંનો નિષેધાત્મક ભાગ, જેમાં ધાર્મિક–સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું વ્યંગપૂર્ણ નિરૂપણ મળે છે, તેને કારણે…

વધુ વાંચો >

અખેગીતા

અખેગીતા : ચાર કડવાં અને એક પદ એવા દશ એકમોનો સુઘડ રચનાબંધ ધરાવતી, ચોપાઈ અને પૂર્વછાયામાં રચાયેલી અખાની કૃતિ (ર. ઈ. 1649 / સં. 1705, ચૈત્ર સુદ 9, સોમવાર). અખાના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશો તેમાં મનોરમ કાવ્યમયતાથી નિરૂપણ પામ્યા છે. તે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાય છે. તેમાંના વેદાંતિક તત્ત્વવિચારના…

વધુ વાંચો >

અખો

અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…

વધુ વાંચો >

અભિનવનો રસવિચાર

અભિનવનો રસવિચાર (1969) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં કેટલાંક મહત્વનાં પ્રસ્થાનોની મૂલાનુસારી પદ્ધતિએ વિશદ સમજૂતી આપતો નગીનદાસ પારેખનો લેખસંગ્રહ. 1970માં ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. આ સંગ્રહનો સૌથી મહત્ત્વનો લેખ ‘અભિનવનો રસવિચાર’ છે. ભરતના રસસૂત્રની અભિનવગુપ્તે કરેલી સૂક્ષ્મગહન વ્યાખ્યા ભારતીય કાવ્યવિચારનો એક મૌલિક અને અત્યંત મૂલ્યવાન દસ્તાવેજ છે. ઊંડી અભ્યાસશીલતાથી લેખકે એને…

વધુ વાંચો >

અંજારિયા, ભૃગુરાય દુર્લભજી

અંજારિયા, ભૃગુરાય દુર્લભજી (જ. 6 ઑક્ટોબર 1913, રાજકોટ; અ. 7 જુલાઈ 198૦, મુંબઈ) : સાહિત્યસંશોધક, વિવેચક. જ્ઞાતિએ નાગર. માતા ચંચળબહેન. પિતા જામનગરમાં શિક્ષક. પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતાપિતાના અવસાનને કારણે પછીનું મૅટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં. બી.એ. 1935માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી, અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે. એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ…

વધુ વાંચો >

ઇન્દુકુમાર

ઇન્દુકુમાર : ગુજરાતી કવિ ન્હાનાલાલનું પ્રથમ નાટક. 1898માં લખાવું શરૂ થયેલું આ નાટક લાંબે ગાળે ત્રણ અંકોમાં પુસ્તકો રૂપે પ્રકાશિત (અનુક્રમે 1909, 1925, 1932) થયેલું. કવિએ તેને ભાવપ્રધાન (lyrical) શ્રાવ્યનાટક તરીકે ઓળખાવેલું. તેમાં ડોલનશૈલીનો વિનિયોગ થયેલો છે. ત્રણ અંકના ‘લગ્ન’, ‘રાસ’ અને ‘સમર્પણ’ એવાં ઉપશીર્ષકો ધરાવતા આ નાટકનો મુખ્ય વિષય…

વધુ વાંચો >

ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ

ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ (જ. 13 જુલાઈ 1899, વેડછી (જિ. સૂરત); અ. 18 જાન્યુઆરી 1950, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. મુંબઈમાંથી બી.એ. 1920, એલએલ.બી. 1927. વકીલાત તેમજ સરકારી અને અન્ય નોકરીઓ કરી, જેમાં અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી (1936-1949) તરીકેની સેવાઓ નોંધપાત્ર. સૂરતમાં વકીલાત વેળા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો અને ક. મા.…

વધુ વાંચો >

કાન્ત

કાન્ત (જ. 20 નવેમ્બર 1867, ચાવંડ; અ. 16 જૂન 1923) : ગુજરાતી કવિ, નાટ્યકાર અને ધર્મચિંતક. આખું નામ મણિશંકર રત્નજી ભટ્ટ. માતા મોતીબાઈ. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. બી.એ. 1888માં, મુંબઈમાંથી, લૉજિક અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે. 1889માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી…

વધુ વાંચો >

ચરિય (ચરિત્ર, ચરિત)

ચરિય (ચરિત્ર, ચરિત) : અપભ્રંશની કાવ્યપ્રકારની એક સમૃદ્ધ પરંપરા. એ પ્રકાર મુખ્યત્વે જૈન કવિઓ દ્વારા ખેડાયેલો હતો. એમાં અમુક જૈન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના ર્દષ્ટાંત લેખે કોઈ તીર્થંકરનું- કે જૈન પુરાણકથા, ઇતિહાસ અથવા અનુશ્રુતિના યશસ્વી પાત્રનું ચરિત્ર આલેખાતું અને અગત્યની વાત એ છે કે આ ચરિતકાવ્યો સંસ્કૃત મહાકાવ્યની પ્રતિકૃતિસમાં હતાં.…

વધુ વાંચો >

છપ્પા (છપ્પય, ષટ્પદ)

છપ્પા (છપ્પય, ષટ્પદ) : છ પદ(ચરણ કે પંક્તિઓ)ની પદ્યરચના. છયે પદો એક છંદમાં હોઈ શકે અગર એમાં એકથી વધુ છંદોનો વિનિયોગ થયો હોય. અખાભગત(સત્તરમી સદી મધ્યભાગ)ની ‘છપ્પા’ને નામે પ્રસિદ્ધ કૃતિમાં ચોપાઈનાં છ ચરણની પદ્યરચના છે. એ પૂર્વે માંડણ(પંદરમી સદી ઉત્તરાર્ધ)ની ‘પ્રબોધબત્રીશી’માં પણ ષટ્પદી ચોપાઈ વપરાયેલી હતી, પણ એને ‘છપ્પા’નું નામાભિધાન…

વધુ વાંચો >