જયંત કોઠારી

જયવંતસૂરિ (સોળમી સદી)

જયવંતસૂરિ (સોળમી સદી) : અપરનામ ગુણસૌભાગ્યસૂરિ. જૈન સાધુ. વડતપગચ્છની રત્નાકર શાખામાં વિનયમંડન ઉપાધ્યાયના સૌથી નાના શિષ્ય. ‘કાવ્યપ્રકાશ’ની ટીકાની પ્રત લખાવડાવી જ્ઞાનભંડારમાં મુકાવવાનો રસ ધરાવનાર આ સાધુકવિ કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, સમસ્યાબંધો, સંગીતશાસ્ત્ર, સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરા તથા લોકવ્યવહારની ઊંડી અભિજ્ઞતા દર્શાવે છે અને પોતાની ‘પંડિત’ એવી ઓળખ સાર્થક કરે છે તથા પોતાની કૃતિઓમાં…

વધુ વાંચો >

જાની, વિશ્વનાથ (17મી સદી)

જાની, વિશ્વનાથ (17મી સદી) : થોડી પણ પોતીકી મુદ્રાથી અંકિત કૃતિઓ આપી જનાર મધ્યકાળના આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પાટણ કે એની આજુબાજુના પ્રદેશના વતની. વિશ્વનાથ કનોડિયા (પાટણની બાજુના કનોડાના) જાની હોય એવી સંભાવના પણ છે. કુલધર્મે કદાચ શૈવ હોય. એમના ‘સગાળચરિત્ર’માં શિવભક્તિ જોવા મળે છે. પણ એમની કૃતિઓમાં…

વધુ વાંચો >

દેસાઈ, મોહનલાલ દલીચંદ

દેસાઈ, મોહનલાલ દલીચંદ (જ. 6 એપ્રિલ 1885, લુણસર, જિ. રાજકોટ; અ. 2 ડિસેમ્બર 1945, રાજકોટ) : સમાજસેવક અને સાહિત્યસંશોધક. માધ્યમિક શિક્ષણ રાજકોટમાં, ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. 19૦8માં બી.એ. અને 191૦માં એલએલ.બી. વ્યવસાયે મુંબઈની સ્મૉલ કૉઝ કોર્ટના વકીલ. પણ જીવનભર સંકલ્પપૂર્વક નિ:સ્પૃહભાવે સમાજસેવા અને સાહિત્યસેવા કરી. ‘શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ’ આદિ ઘણી…

વધુ વાંચો >