જગદીશ જ. ત્રિવેદી
અવરોહી પવનો
અવરોહી પવનો (katabatic winds) : પર્વતોના ઢોળાવની દિશામાં અને ખીણોમાં ફૂંકાતા સ્થાનીય ઠંડા પવનો. દક્ષિણ ધ્રુવ પ્રદેશ અને ગ્રીનલૅન્ડ જેવા બરફ-આચ્છાદિત ઉચ્ચ પ્રદેશમાંથી પણ આવા ઠંડા પવનો બહારની બાજુ (outward) ફૂંકાય છે. સામાન્ય રીતે રાત્રિના સમયે જમીનની સપાટી વિકિરણથી ઠંડી પડતાં હવાના નીચેના સ્તરો ઠંડા પડે છે અને તેમની ઘનતા…
વધુ વાંચો >અવશિષ્ટ વિકિરણ
અવશિષ્ટ વિકિરણ (residual radiation, restrahlen) : પારદર્શક સ્ફટિકની સપાટી ઉપર પડતા પ્રકાશની આવૃત્તિ (frequency) અને સ્ફટિકનાં આયનોની કંપન-આવૃત્તિ (frequency of vibrations of ions) લગભગ સમાન હોય ત્યારે વરણાત્મક રીતે (selectively) પરાવર્તિત થતો પ્રકાશ. Restrahlen શબ્દ જર્મન ભાષાનો છે. પારદર્શક સ્ફટિક ઉપર પડતા પ્રકાશનો મોટોભાગ તેમાંથી પસાર થઈ જાય છે, કેટલોક…
વધુ વાંચો >આથવણ
આથવણ (fermentation) : અજારક અથવા અવાયુક (anerobic) ઉપચયન (oxidation)અપચયન (reduction) પ્રક્રિયાઓ. સજીવોના શ્વસન સાથે સંકળાયેલી આ પ્રક્રિયાઓ, કાર્બોહાઇડ્રેટના વિઘટનથી શરીરની જાળવણી તથા વૃદ્ધિ માટે આવશ્યક કાર્ય-ઊર્જા (working energy) પૂરી પાડે છે. આથવણની પ્રક્રિયા દસેક હજાર વર્ષોથી જાણીતી છે. દ્રાક્ષ અને અન્ય શર્કરાયુક્ત પદાર્થોમાંથી મદ્યયુક્ત પીણાં (alcoholic drinks), સરકો (vinegar) વગેરે…
વધુ વાંચો >ઇથાઇલ આલ્કોહૉલ
ઇથાઇલ આલ્કોહૉલ : C2H5OH સૂત્ર ધરાવતો એક કાર્બનિક પદાર્થ. આલ્કોહૉલ શ્રેણીનો આ સૌથી વધુ જાણીતો આલ્કોહૉલ છે. તે આલ્કોહૉલ, ઇથેનોલ, અનાજ-આલ્કોહૉલ, ઔદ્યોગિક આલ્કોહૉલ અને આથવણ આલ્કોહૉલ તરીકે પણ ઓળખાય છે. તેનું ઉ. બિં. 78.4o સે., ગ. બિં., -112.3o સે., અને વિ. ઘ., 0.7851 (20o સે.) છે. તે બાષ્પશીલ, તીખા સ્વાદવાળું,…
વધુ વાંચો >ઍલ્યુમિનિયમ
ઍલ્યુમિનિયમ : આવર્ત કોષ્ટકના ત્રીજા સમૂહનું, પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં (8 %) મળી આવતું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Al. લોહ કરતાં પણ વધુ પ્રમાણમાં પ્રાપ્ય હોવા છતાં ઓગણીસમી સદીના છેલ્લા દાયકા પછી જ તે બહોળા વપરાશમાં આવ્યું હતું. આનું કારણ તેની ઑક્સિજન પ્રત્યેની તીવ્ર બંધુતા (affinity) છે, જેથી ખનિજમાંથી તેને…
વધુ વાંચો >ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ
ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ : ઍલ્યુમિનિયમ(4.15 %)યુક્ત તાંબાની લગભગ મૃદુ પોલાદ જેટલી મજબૂત અને ક્ષારણ(corrosion)રોધી મિશ્રધાતુ. તેમાં અન્ય ધાતુઓ પણ ઓછા વધતા પ્રમાણમાં ઉમેરેલી હોય છે. બ્રૉન્ઝ એટલે તાંબા તથા કલાઈની મિશ્રધાતુ. કલાઈના બદલે બીજી ધાતુઓ ઉમેરવાથી જે તે બ્રૉન્ઝ મળે છે. ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝનો રંગ ઝાંખો નહિ પડે એવો સોનેરી હોઈ તે…
વધુ વાંચો >ઝિગ્લર, કાર્લ
ઝિગ્લર, કાર્લ (જ. 26 નવેમ્બર 1898, હેલ્સા, જર્મની; અ. 12 ઑગસ્ટ 1973, મ્યૂલહાઇમ, જર્મની) : રસાયણશાસ્ત્રનો 1963નો નોબેલ પુરસ્કાર ગુલિયો નાટ્ટા સાથે સંયુક્તપણે મેળવનાર જર્મન રસાયણશાસ્ત્રી. આ ઇનામ તેમને બહુલક પ્લાસ્ટિકનાં રસાયણ તથા ટૅકનૉલૉજીના વિકાસ માટે મળેલું. કાર્લના પિતા લ્યૂથરપંથી પાદરી હતા. ઝિગ્લરે 1923માં માર્બર્ગ યુનિ.માંથી પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ…
વધુ વાંચો >ઝિગ્લર-નાટ્ટા ઉદ્દીપક
ઝિગ્લર-નાટ્ટા ઉદ્દીપક (catalyst) : સંક્રમક ધાતુઓના કાર્બ-ધાત્વીય સંકીર્ણોનો ઉદ્દીપક તરીકે વપરાતો એક વિશિષ્ટ વર્ગ. શોધકોના નામ ઉપરથી આવાં ઉદ્દીપકો ઝિગ્લર-નાટ્ટા ઉદ્દીપકો તરીકે જાણીતાં છે પૉલિઇથિલીન જેવા બહુલકોના વિવિધ પ્રકારો બનાવવા વપરાય છે. તેઓ Z-N ઉદ્દીપકોને વિશિષ્ટ ત્રિવિમ ત્રિપરિમાણી ઉદ્દીપકો (stereospecific catalyst) કહી શકાય. આ વિધિમાં કોઈ મુક્ત મૂલકો બનતા નથી…
વધુ વાંચો >ટર્બિયમ
ટર્બિયમ : આવર્તક કોષ્ટકના 3જા સમૂહમાં આવેલ લૅન્થનાઇડ શ્રેણીનું અતિ વિરલ તત્વ. દેખાવમાં તે ચાંદી જેવું હોય છે. તેની સંજ્ઞા Tb; પરમાણુઆંક 65; પરમાણુભાર 158.93; ગ. બિંદુ 1365° સે.; ઉ. બિંદુ 3230° સે. તથા વિ. ઘનતા 8.31 છે. કુદરતી રીતે મળતા આ તત્વનો સ્થાયી સમસ્થાનિક 159Tb લગભગ 100 % હોય…
વધુ વાંચો >ટંગ્સ્ટન
ટંગ્સ્ટન : આવર્ત-કોષ્ટકમાં 6ઠ્ઠા (અગાઉના VI A)માં આવેલા સમૂહ સંક્રમણ-તત્વોમાંનું એક વિશિષ્ટ તત્વ. તેની સંજ્ઞા W, પરમાણુઆંક 74, પરમાણુભાર 183.84 તથા ઇલેક્ટ્રૉન સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 4f14 5s2 5p6 5d4 6s2 છે. તેના કુદરતી સમસ્થાનિકોનાં ભારાંક અને સાપેક્ષ વિપુલતા (કૌંસમાં) આ પ્રમાણે છે :…
વધુ વાંચો >