છોટુભાઈ સુથાર
ઉત્તરાયન
ઉત્તરાયન : સૂર્યની ઉત્તર તરફ ખસવાની ક્રિયા. તે 22 ડિસેમ્બરે થાય છે. વર્ષમાં સૂર્ય બે વાર ખરા પૂર્વબિંદુએ ઊગે છે. આ દિવસો છે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. એમને અનુક્રમે વસંતસંપાત અને શરદસંપાત કહેવામાં આવે છે. વસંતસંપાત પછીનો સૂર્યોદય ઉત્તર તરફ ખસતો રહીને થાય છે. શરદસંપાત પછી સૂર્ય દક્ષિણ તરફ…
વધુ વાંચો >ઉન્નતાંશ દિગંશ પદ્ધતિ
ઉન્નતાંશ દિગંશ પદ્ધતિ : અવકાશસ્થિત જ્યોતિઓનાં સ્થાન દર્શાવતી અવચ્છેદક પદ્ધતિ. પૃથ્વીના પટ પર આવેલા સ્થાનને એના અક્ષાંશ અને રેખાંશના આધારે જાણી શકાય છે તેમ આકાશમાં આવેલા કોઈ જ્યોતિનું સ્થાન એના શર (આકાશી અક્ષાંશ) અને ભોગ (આકાશી રેખાંશ) વડે જાણી શકાય છે. આકાશી પદાર્થનું ક્ષિતિજરેખાથી ઊંચાઈનું કોણીય માપ તેના ઉન્નતાંશ છે.…
વધુ વાંચો >ઉન્નતાંશવૃત્ત
ઉન્નતાંશવૃત્ત : ક્ષિતિજ સમાંતરે આકાશી ગોળા પર દોરાતું વર્તુળ. ख સ્વસ્તિક (માથા પરનું આકાશી બિંદુ), નિરીક્ષકનું સ્થાન અને અધ:સ્વસ્તિકને જોડતી રેખા (ZON) નિરીક્ષકની ક્ષિતિજરેખાની સપાટીને લંબરૂપે હોય છે. એ રેખા પરના કોઈ પણ બિંદુને કેન્દ્ર સમજી તે દોરાય છે. આકાશી ગોળા પર અનેક ઉન્નતાંશવૃત્તો દોરી શકાય છે, પણ તે વૃત્તોના…
વધુ વાંચો >ઉપગ્રહો, કુદરતી
ઉપગ્રહો, કુદરતી (Satellites, Natural) : સૂર્યમંડળના ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા આકાશી પદાર્શો. બુધ અને શુક્ર સિવાયના ગ્રહોને, એક કે એકથી વધારે ઉપગ્રહ છે. મંગળને બે અને પૃથ્વીને એક (ચંદ્ર) ઉપગ્રહ છે; જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનને બે કરતાં વધુ ઉપગ્રહો છે. સૌથી છેલ્લા ગ્રહ પ્લુટોને એક ઉપગ્રહ છે. ઉપગ્રહો…
વધુ વાંચો >ઉમર ખય્યામ
ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…
વધુ વાંચો >ઉલ્કા અને ઉલ્કાશ્મ
ઉલ્કા અને ઉલ્કાશ્મ (meteors and meteorites) : રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતા તેજસ્વી લિસોટા અને પૃથ્વીના પટ પર પડેલી ઉલ્કાઓના ધાત્વિક કે પાષાણિક પિંડો. ઉલ્કા એ અંધારી રાત્રે દેખાતા પ્રકાશિત લિસોટા છે. લોકભાષામાં તેમને ‘ખરતા તારા’ (shooting stars) પણ કહે છે. ધાત્વિક કે પાષાણિક અવકાશી પિંડો પોતાના મૂળ સ્થાનેથી મુક્ત…
વધુ વાંચો >ઉલ્કાગર્તો
ઉલ્કાગર્તો (meteoric craters) : અવકાશમાંથી પૃથ્વી તરફ ખેંચાઈ આવતી એકલ-ઉલ્કાઓ જમીન ઉપર પછડાતાં, જમીનમાં ઉત્પન્ન થતા ખાડા કે ગર્ત. મોટી વજનદાર ઉલ્કા દ્વારા જ ઉલ્કાગર્ત ઉત્પન્ન થતા હોય છે. એવું પણ બને કે આવી મોટી વજનદાર ઉલ્કાશિલાઓ દ્ધારા ઉલ્કાગર્ત ન પણ ઉત્પન્ન થાય. ઉદાહરણ રૂપે, જૂન 1908માં ઉત્તર સાઇબીરિયાના તુંગુસ્કા…
વધુ વાંચો >ઊર્ત જાં હેન્દ્રિક
ઊર્ત, જાં હેન્દ્રિક (Oort Jan Hendrik) (જ. 28 એપ્રિલ 1900, નેધરલેન્ડઝ; અ. 5 નવેમ્બર 1992 લાઈજન, દક્ષિણ હોલેન્ડ) : નેધરલૅન્ડનો એક અગ્રણી ખગોળશાસ્ત્રી. ગ્રોનિંજન (Groningen) યુનિવર્સિટીનો સ્નાતક. લાઇડન (Leiden) યુનિવર્સિટી તેમજ વેધશાળા સાથે આજીવન સંબંધ. 1945થી 1970 સુધી વેધશાળામાં પૂર્ણ સમયના પ્રોફેસર અને નિયામક તરીકે સેવાઓ આપી. ઊર્તની શોધ :…
વધુ વાંચો >એકવીસ સેન્ટિમીટર વિકિરણ
એકવીસ સેન્ટિમીટર વિકિરણ : આંતરતારકીય અવકાશમાં તટસ્થ હાઇડ્રોજન દ્વારા 21 સેમી. તરંગલંબાઈએ થતું પ્રકાશનું લાક્ષણિક ઉત્સર્જન અથવા અવશોષણ. આપણા તારાવિશ્વમાં આવેલા ગરમ તેમજ ઠંડા હાઇડ્રોજનના જથ્થા ધરાવતા પ્રદેશોને H π અને H I કહેવામાં આવે છે. H Iવાળા શિથિલ હાઇડ્રોજનના પરમાણુઓના ઇલેક્ટ્રૉનની ભ્રમણધરી પ્રોટૉનની ભ્રમણધરીને સમાંતર હોય છે. સામાન્ય રીતે…
વધુ વાંચો >ઍડિંગ્ટન, આર્થર સ્ટેનલી (સર)
ઍડિંગ્ટન, આર્થર સ્ટેનલી (સર) (જ. 28 ડિસેમ્બર 1882, કૅન્ડલ, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1944, કેમ્બ્રિજ) : આધુનિક સમયના મહાન અંગ્રેજ ખગોળવેત્તા. ખ્રિસ્તી ધર્મના એક પેટા ‘ક્વેકર’ સંપ્રદાયી માબાપને ત્યાં તેમણે જન્મ લીધો હતો. પિતા સ્થાનિક શાળાના મુખ્ય શિક્ષક હતા; કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરીને 1904માં ગણિતના વિષયના ‘ફેલો’ તરીકે નિમાયા…
વધુ વાંચો >