ચિનુભાઈ શાહ
પોલો
પોલો : ‘હૉર્સ પોલો’ નામે ઓળખાતી અને દરેક ટુકડીમાં ચાર ઘોડેસવાર ખેલાડીઓ દ્વારા રમાતી મર્દાનગીભરી દડારમત. દરેક ટુકડી દડાને લાકડી વડે ફટકારી સામેની ટુકડીના ગોલમાં મોકલી, ગોલ કરવા પ્રયત્ન કરે છે. ખેલાડીઓ સામાન્યત: તેમના ઘોડાને ડાબા હાથ વડે નિયંત્રિત કરે છે; કારણ કે રમતની લાકડી જમણા હાથે પકડવાની હોય છે.…
વધુ વાંચો >બેઠી રમતો
બેઠી રમતો : બેસીને રમાતી રમતો; ઘરમાં રહીને રમાતી રમતો – અંતર્ગૃહ (indoor) રમતો. રમતોના સામાન્ય રીતે બે મુખ્ય પ્રકાર પડી જાય છે : (1) દોડવું, કૂદવું, ફેંકવું, ચઢવું, તરવું વગેરે જેવી મોટા સ્નાયુઓના ઉપયોગવાળી રમતો તે શ્રમકારી રમતો; (2) બેસીને, આંગળીઓ જેવા નાના સ્નાયુઓના ઉપયોગથી રમી શકાય તેવી અથવા…
વધુ વાંચો >ભટ્ટ, ચંદ્રશંકર મણિશંકર
ભટ્ટ, ચંદ્રશંકર મણિશંકર (જ. 3 ઑગસ્ટ 1898, આમોદ; અ. 31 ડિસેમ્બર 1979, ભરૂચ) : દેશપ્રેમી ક્રાંતિવીર, તેજસ્વી વ્યાયામપ્રવર્તક અને સંનિષ્ઠ સમાજસેવક. પિતા મણિશંકર; માતા કાશીબહેન. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીના નિકટના સાથી તરીકે જીવનપર્યંત સામાજિક સેવામાં કાર્યરત રહ્યા. વ્યાયામશાળા-પ્રવૃત્તિના પ્રારંભમાં પુરાણી બંધુઓની સાથે રહી તેમણે વ્યાયામપ્રચાર અને વિકાસનું સંગીન કાર્ય…
વધુ વાંચો >ભાલાવાળા, ચીમન
ભાલાવાળા, ચીમન (જ. 1 ઑક્ટોબર 1928) : શારીરિક શિક્ષણ તથા રમતગમતક્ષેત્રે ઉત્કૃષ્ટ ખેલાડી, નિષ્ણાત રાહબર અને પ્રશિક્ષક. સામાન્ય રીતે ‘સી. એસ. ભાલાવાળા’ના નામથી ઓળખાતા આ રમતવીરનું આખું નામ છે : ચીમનસિંઘ મોતીલાલ ભાલાવાળા. વતન : નાથદ્વારા, રાજસ્થાન. વિદ્યાર્થીકાળ દરમિયાન વૉલીબૉલ, ફૂટબૉલ, ઍથ્લેટિક્સ, ટેનિસ વગેરે અનેક પ્રચલિત રમતોમાં તેમની ઝળહળતી યશસ્વી…
વધુ વાંચો >ભૈયા, ગોપાલ
ભૈયા, ગોપાલ (જ. 31 જુલાઈ 1919, રાજસ્થાન; અ. 16 એપ્રિલ 1996, અમદાવાદ) : કુસ્તીની કલાના ઉસ્તાદ પહેલવાન અને તેના પ્રવર્તક. મૂળ વતન હેડીહાડી, જિલ્લો કોટા, રાજસ્થાન. તેમના પિતા રામનારાયણ રાઠોડ પણ કુસ્તીની રમતના ઉસ્તાદ પહેલવાન હતા અને પોતાના પુત્ર ગોપાલના ગુરુ હતા. ગોપાલ રાજસ્થાનમાં પોતાના વતનમાં ચોથા ધોરણ સુધીનો અભ્યાસ…
વધુ વાંચો >મલખમ
મલખમ : કુસ્તી (મલ્લવિદ્યા) માટે શરીરને તૈયાર કરવામાં ઉપયોગી ભારતીય વ્યાયામપ્રકાર. ‘મલ્લ’ + ‘ખંભ’ એ બે શબ્દો પરથી ‘મલખમ’ શબ્દ બનેલો છે. મલખમ જમીનમાં દાટેલો લાકડાનો થાંભલો છે. તેના પર વિવિધ કસરતો કરવામાં આવે છે. પ્રાચીન કાળથી ભારતીય વ્યાયામપદ્ધતિના કેન્દ્રમાં કુસ્તી (મલ્લવિદ્યા) પ્રચલિત છે. કુસ્તી માટે શરીરને તૈયાર કરનાર કસરત-પ્રકારોમાં…
વધુ વાંચો >માણિકરાવ
માણિકરાવ (જ. 1876; અ. 1954) : ગુજરાતના વ્યાયામવીર અને વ્યાયામપ્રચારક. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ‘માણિકરાવજી’ના નામે મશહૂર બનેલા વ્યાયામવીરનું આખું નામ ગજાનન યશવંત માણિકરાવ હતું. માણિકરાવને નાનપણથી જ વડોદરાના નામી પહેલવાન જુમ્માદાદાના અખાડાની લગની લાગી હતી અને જુમ્માદાદા ઝંખતા હતા તેવો સુયોગ્ય શિષ્ય તેમને માણિકરાવમાં મળી ગયો. શીખવાની ધગશ કેટલી…
વધુ વાંચો >યોગાસન
યોગાસન : યોગસાધનામાં તન-મનને કેળવવા માટેની અંગસ્થિતિ. ‘યોગાસન’નો શબ્દાર્થ ‘યોગસાધના માટે ઉપકારક આસન (શારીરિક સ્થિતિ)’ – એ પ્રમાણે થાય છે. શબ્દાર્થની ર્દષ્ટિએ ‘યોગ’ એટલે મેળાપ, જોડાણ, એક થવું તે; તત્વજ્ઞાનની ર્દષ્ટિએ પરમ તત્વ સાથે એકાકાર થઈ જવું તે, જીવાત્મા સાથે પરમાત્માનું જોડાણ. ઈ. પૂ. બીજા સૈકામાં મહર્ષિ પતંજલિએ રચેલા ‘યોગદર્શન’…
વધુ વાંચો >રાજ્ય-રમતોત્સવ (ગુજરાત)
રાજ્ય-રમતોત્સવ (ગુજરાત) : સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશો વચ્ચે યોજાતો રમતોનો ઉત્સવ. ઈ. સ. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ, તે અગાઉ ગુજરાત મુંબઈ રાજ્યનો એક પ્રાંત હતું અને ઑલિમ્પિક ક્ષેત્રની સર્વ રમતગમત-સ્પર્ધાઓનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંભાળતું હતું. તે મુંબઈ રાજ્ય ઑલિમ્પિક મંડળ દ્વારા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન સાથે સંકળાયેલું…
વધુ વાંચો >સાઇકલ-દોડ
સાઇકલ–દોડ : વિશ્વવ્યાપી લોકપ્રિય રમત. યુરોપના દેશોમાં વિશેષ લોકપ્રિય છે. તેની સ્પર્ધાઓ 1868માં પૅરિસમાં શરૂ થઈ. 1896માં ઑલિમ્પિકમાં તેને પ્રારંભથી જ સ્થાન મળ્યું. પ્રારંભે તે દોડ 83.67 કિમીની હતી. હવે 205 કિલોમીટરની છે. 1921થી તે ધંધાદારી સ્વરૂપે રમાતી થઈ. આ સ્પર્ધાના મુખ્ય ત્રણ પ્રકારો છે : ટ્રૅક, માર્ગ અને મોટો…
વધુ વાંચો >