ચિત્રકલા

શ્મિટ્-રૉટ્લૂફ, કાર્લ (Schmidt-Rottluff, Karl)

શ્મિટ્–રૉટ્લૂફ, કાર્લ (Schmidt-Rottluff, Karl) (જ. 1 ડિસેમ્બર 1884, કૅમ્નીટ્ઝ, જર્મની; અ. 9 ઑગસ્ટ 1976, પશ્ચિમ જર્મની) : નિસર્ગચિત્રો અને નગ્ન માનવ-આકૃતિઓ ચીતરવા માટે જાણીતા જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1905માં ડ્રેસ્ડન ખાતેની સ્થાપત્ય-શાળામાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં કાર્લની દોસ્તી લુડવિગ કર્ખનર અને એરિક હેકલ નામના બે સહાધ્યાયીઓ સાથે થઈ. એ ત્રણેય…

વધુ વાંચો >

શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar)

શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar) (જ. 4 સપ્ટેમ્બર 1888; અ. 13 એપ્રિલ 1943) : આધુનિક જર્મન ચિત્રકાર. જર્મન ચિત્રકાર એડોલ્ફ હોલ્ઝેલ (Holzgl) હેઠળ તેઓ કલાની તાલીમ પામેલા. યુરોપની આધુનિક કલાશાળાના બાઉહાઉસ ખાતે શ્લેમરે 1920થી 1929 સુધી અધ્યાપનકાર્ય કર્યું હતું અને એ કલાશાળાના તેઓ એક મહત્વના શિક્ષક ગણાયા. તેમણે રંગમંચની પિછવાઈઓ (Back…

વધુ વાંચો >

શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt)

શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt) [જ. 20 જૂન 1887, હેનોવર, જર્મની; અ. 8 જાન્યુઆરી 1948, લિટલ લૅન્ગ્ડેલ (Langdale), વૅસ્મૉલૅન્ડ, બ્રિટન] : જર્મન દાદા ચિત્રકાર અને કવિ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરંપરાગત સૌંદર્યશાસ્ત્રનાં સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત સમગ્ર પશ્ચિમની કલાનો નાશ કરવાની નેમ ધરાવતી નકારાત્મક ચળવળ દાદા પ્રત્યે શ્વિટર્સ આકર્ષાયા; પરંતુ દાદા…

વધુ વાંચો >

શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von)

શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von) (જ. 21 જાન્યુઆરી 1804, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 ફેબ્રુઆરી 1871, મ્યૂનિક, જર્મની) : જર્મનીના ઉમરાવો, કિલ્લાઓ અને ગ્રામીણ પરિવેશની રંગદર્શી ચિત્રણા માટે જાણીતા જર્મન ચિત્રકાર. કિશોરાવસ્થાથી જ શ્વિન્ડ રખડેલ પ્રકૃતિનો ભટકતો જીવ હતા. છૂટક કામ મેળવી કમાઈ લઈ તત્કાલીન જરૂરિયાતોનો નિવેડો લાવવાની બોહેમિયન જીવનશૈલી…

વધુ વાંચો >

સડવેલકર, બાબુરાવ

સડવેલકર, બાબુરાવ (જ. 1928, સાવંતવાડી, મહારાષ્ટ્ર) : વૈશ્વિક સ્તરે કીર્તિ પ્રાપ્ત કરી ચૂકેલા ભારતીય ચિત્રકાર. પરિવારનું મૂળ વતન વેંગુર્લા, પરંતુ વ્યાવસાયિક કારણોસર તેમના પિતાએ કાયમ માટે કોલ્હાપુર ખાતે સ્થળાંતર કર્યું. બાબુરાવનું શાળાશિક્ષણ કોલ્હાપુરની રાજારામ હાઈસ્કૂલમાં સંપન્ન થયું. બાળપણથી ચિત્રકલા પ્રત્યે અપાર આકર્ષણ, તેથી પિતાની સંમતિ અને જાણ વગર કલા મહાવિદ્યાલયમાં…

વધુ વાંચો >

સધર્લૅન્ડ, ગ્રેહામ

સધર્લૅન્ડ, ગ્રેહામ (Sutherland, Graham) (જ. 1903, બ્રિટન; અ. 1980, લંડન, બ્રિટન) : નિસર્ગચિત્રણા કરનાર આધુનિક બ્રિટિશ ચિત્રકાર. તેમણે શાલેય અભ્યાસ પછી રેલવે-ઇજનેર બનવાનો અભ્યાસ પડતો મૂકી લંડનની ગોલ્ડ્સ્મિથ્સ કૉલેજ ઑવ્ આર્ટમાં કલાનો અભ્યાસ કર્યો. ચિત્રકાર સૅમ્યુઅલ પામરના પ્રભાવ હેઠળ નિસર્ગનું આલેખન કરવું શરૂ કર્યું. ફોવવાદના પ્રભાવ હેઠળ તેમનાં નિસર્ગચિત્રોના રંગો…

વધુ વાંચો >

સન્યાલ, ભાવેશચંદ્ર

સન્યાલ, ભાવેશચંદ્ર (જ. માર્ચ 1901, દિબ્રુગઢ, આસામ, ભારત; અ. 2002) : આધુનિક ભારતીય ચિત્રકાર. આધુનિક ચિત્રકલાને લોકસંપર્કમાં રાખવાના તેમના સતત પ્રયત્ન રહ્યા છે. ભાવેશચંદ્ર ચાર વરસના હતા ત્યારે તેમના પિતાનું દિબ્રુગઢમાં અવસાન થયું. માતા સુભાષિની માટીમાંથી દેવદેવીઓની આકૃતિઓ ઘડતી. આ જોઈને ભાવેશચંદ્રના મનમાં કલા પ્રત્યે રુચિ જાગી. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર…

વધુ વાંચો >

સલી, થૉમસ

સલી, થૉમસ (Sully, Thomas) (જ. 1783, બ્રિટન; અ. 1872) : અમેરિકાના વિખ્યાત વ્યક્તિચિત્રકાર. વ્યક્તિચિત્રકાર ગિલ્બર્ટ સ્ટુઅર્ટ હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના પર અમેરિકન ચિત્રકાર થૉમસ લૉરેન્સનો પ્રભાવ પણ છે. ફિલાડેલ્ફિયામાં સલીએ એક સફળ વ્યક્તિચિત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એમની ખ્યાતિ યુરોપમાં પણ પ્રસરી અને બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાએ પોતાનું…

વધુ વાંચો >

સલીમ, જાવેદ (Salim, Jawed)

સલીમ, જાવેદ (Salim, Jawed) (જ. 1920, અંકારા, તુર્કી) : આધુનિક ઇરાકી ચિત્રકાર અને શિલ્પી. ઇરાકમાં મોસુલ નજીક નાના ગામમાં તેમનો પરિવાર વસતો હતો. પિતા મોહમ્મદ, ભાઈ નિઝાર અને બહેન નઝિહા પાસે કલાના પ્રારંભિક પાઠ ભણી 1938માં કલાના અભ્યાસ માટે તેઓ પૅરિસ ગયા. 1941માં અભ્યાસ પૂરો થતાં પાછા બગદાદ આવી આર્કિયૉલૉજિક…

વધુ વાંચો >

સલ્તનત ચિત્રકલા (1400થી 1600)

સલ્તનત ચિત્રકલા (1400થી 1600) : ભારતની પ્રાદેશિક મુસ્લિમ સલ્તનતોના આશ્રયે પાંગરેલી લઘુચિત્રકલા. 1206માં દિલ્હી ખાતે ભારતની પ્રથમ સલ્તનત કુત્બુદ્દીન ઐબક અને મહંમદ ઘોરીએ સ્થાપી. ત્યારપછી ત્રણ સૈકા સુધી ઉત્તર ભારતમાં ઘણી સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર સલ્તનતો સ્થપાઈ. જેમાંથી કેટલીક સલ્તનતોમાં લઘુચિત્રકલાને આશ્રય અને પોષણ મળ્યાં. ચિત્રકલાને પોષણ આપનાર પ્રથમ ભારતીય સલ્તનત…

વધુ વાંચો >