ચિત્રકલા

ટિન્ટરેટો, જેકોપો

ટિન્ટરેટો, જેકોપો (જ. 1518, વેનિસ, ઇટાલી; અ. 1594, વેનિસ) : ઇટાલિયન ચિત્રકાર. પિતા રંગરેજ હોવાથી ઇટાલિયન ભાષામાં રંગારો અર્થ ધરાવતું ટિન્ટરેટો નામ ધારણ કર્યું. લગભગ 1537માં ટિશિયન જેવા નામી ચિત્રકારના સ્ટુડિયોમાં તેમની કારકિર્દીનો પ્રારંભ થયો. કલાકાર તરીકે વ્યવસાયી આચારનિષ્ઠા ન હોવાથી વ્યક્તિ તરીકે તે પ્રજામાં ખૂબ અપ્રિય હતા. અલબત્ત, ચર્ચ…

વધુ વાંચો >

ટિશ્યોં (Titiano), ટી. વી.

ટિશ્યોં (Titiano), ટી. વી. (જ. 1490 આશરે, ઇટાલી; અ. 1576 ઇટાલી) : ઇટાલિયન ચિત્રકાર. ચિત્રકામની તાલીમ જિયોવાની બેલિની જેવા નામી ચિત્રકારના સ્ટુડિયોમાં લીધી. તેમણે ચિત્રકાર જૉર્જોને [Georgeone] સાથે કામ કર્યું અને તેમનાં પ્રારંભિક ચિત્રોમાં ચિત્રકાર જૉર્જોને[Georgeone]ની શૈલીનો દેખીતો પ્રભાવ છે. 1510માં જૉર્જોનેના અકાળ અવસાન પછી તેમનાં ઘણાં અધૂરાં ચિત્રો તેમણે…

વધુ વાંચો >

ટેમ્પરા ચિત્રકળા

ટેમ્પરા ચિત્રકળા : એક પ્રકારની ચિત્રશૈલી. આ પદ્ધતિમાં જળદ્રાવ્ય રંગોને ઘટ્ટતાદાયક પદાર્થો સાથે ભેળવવામાં (temper) આવે છે; એ સંદર્ભમાં આ શૈલી ટેમ્પરા તરીકે ઓળખાય છે. આવા ચીટકવાના ગુણધર્મો ધરાવતા પદાર્થો કૃત્રિમ (synthetic) રીતે બનાવવામાં આવે અથવા કુદરતી પદાર્થો તરીકે પ્રાણિજ ગુંદર, અંજીરના ઝાડનો રસ, દૂધ અથવા ઈંડાની જરદીનો ઉપયોગ થઈ…

વધુ વાંચો >

ડલાક્વા, યુજિન

ડલાક્વા, યુજિન : જુઓ, યૂજિન દેલાકૂવા (Eugene Delacroix).

વધુ વાંચો >

ડાલી, સૅલ્વડૉર

ડાલી, સૅલ્વડૉર (જ. 11 મે, 1904, ફિગરસ, સ્પેન; અ. 23 જાન્યુઆરી, 1989, ફિગરસ, સ્પેન) : સ્પેનના ક્યૂબિસ્ટ ચિત્રકાર. માડ્રિડમાં એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યા પછી 1928માં પૅરિસ ગયા. ત્યાં બ્રેટન જેવા અગ્રણીએ તેમને સરરિયલિસ્ટ જૂથમાં આવકાર આપ્યો (1929). પરંતુ માર્કસવાદી સંબંધોનો અસ્વીકાર કરવા બદલ બ્રેટને જ તેમની હકાલપટ્ટી કરી.…

વધુ વાંચો >

ડિક્સ, ઑટો

ડિક્સ, ઑટો (Dix, Otto) (જ. 1891, ગેરા નજીક ઉન્ટેર્હાર્મ્હોસ, જર્મની; અ. 1969, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1905થી 1909 સુધી શોભનશૈલીના ચિત્રકાર તરીકે કામ કર્યું. 1909થી 1914 દરમિયાન ડ્રેસ્ડનની કલાશાળામાં અભ્યાસ કર્યો. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં જર્મન સૈન્યમાં ભૂસેનામાં પ્રથમ હરોળમાં રણમોરચે સેવા આપી. 1919માં કલાજૂથ ‘ડ્રેસ્ડન સેસેશન ગ્રૂપ’ના…

વધુ વાંચો >

ડૂશાં, માર્સેલ

ડૂશાં, માર્સેલ (જ. 28 જુલાઈ 1887, બ્લેનવિલ, ફ્રાંસ; અ. 2 ઑક્ટોબર 1968, ફ્રાંસ) : ફ્રાંસના ચિત્રકાર તથા કલાસિદ્ધાંતના પ્રણેતા. 1915માં તે ન્યૂયૉર્ક ગયા અને ન્યૂયૉર્કની દાદાવાદની કલાઝુંબેશના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા.  વળી ભવિષ્યવાદ (futurism) અને ઘનવાદ (cubism)  જેવા નવતર કલાપ્રવાહો સાથે પણ તે સંકળાયેલા હતા. તેમનાં ચિત્રોની સંખ્યા ઝાઝી…

વધુ વાંચો >

ડેવિસ, સ્ટુઅર્ટ

ડેવિસ, સ્ટુઅર્ટ (જ. 7 ડિસેમ્બર 1894, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 24 જૂન 1964 ન્યૂયૉર્ક) : ચિત્રકાર અને ગ્રાફિક કલાકાર. 1910થી 1913 દરમિયાન રૉબર્ટ હેનરી પાસે કલાનો અભ્યાસ કર્યો. જૉન સ્લોઅન સાથે ‘ધ માસિઝ’ નામના ડાબેરી સામયિકમાં ચિત્રકાર તરીકે કામગીરી બજાવી. ‘ધ આર્મરી શો’ નામની કૃતિ પછી તે ફ્રાન્સમાંના ‘આવાં ગાર્દ’ કલાપ્રવાહ…

વધુ વાંચો >

ડ્યૂરર, આલ્બ્રેટ

ડ્યૂરર, આલ્બ્રેટ (જ. 21 મે 1471, ન્યૂરેમ્બર્ગ, જર્મની; અ. 6 એપ્રિલ 1528, ન્યૂરેમ્બર્ગ) : જર્મન રેનેસાંના અગ્રણી ચિત્રકાર તથા એન્ગ્રેવર. માઇકલ વૉલગેમટ (1434–1519) પાસેથી કલાની તાલીમ પામ્યા. ઇટાલિયન રેનેસાંના કલાવિષયક ખ્યાલો તથા ચિત્રાકૃતિઓથી તે ભારે પ્રભાવિત થયા હતા. પરિદર્શન (perspective) તથા પ્રમાણબદ્ધતા જેવાં ચિત્રકલાનાં વૈજ્ઞાનિક પાસાં અને પ્રશ્નોમાં તેમને ભારે…

વધુ વાંચો >

ઢગટ, નવીન અંબાલાલ

ઢગટ, નવીન અંબાલાલ (જ. 12 જાન્યુઆરી 1949, નડિયાદ, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. માતાનું નામ શાંતાબહેન. પત્નીનું નામ ગીતાબહેન, જેમની સાથે તેમણે 1985માં લગ્ન કરેલાં. નડિયાદમાં શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ડ્રૉઇંગ ટીચરનું સર્ટિફિકેટ (DTC) પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત,…

વધુ વાંચો >