ચલચિત્ર

પેક, ગ્રેગરી

પેક, ગ્રેગરી  (જ. 5 એપ્રિલ 1916, લા જોલા, કૅલિફૉર્નિયા; અ. 12 જૂન 2003, લૉસ એન્જિલસ કૅલિફૉર્નિયા) : અમેરિકાના ફિલ્મ અભિનેતા. ન્યૂયૉર્કમાંના નેબરહૂડ પ્લેહાઉસમાં 2 વર્ષ અભિનયપ્રવૃત્તિ કર્યા પછી 1942માં તેમણે બ્રૉડવે પર સર્વપ્રથમ અભિનય કર્યો; તે સાથે જ તેમને ફિલ્મ-અભિનય માટે ઢગલાબંધ પ્રસ્તાવ મળ્યા. યુદ્ધોત્તર સમયના તેઓ એક મહત્ત્વના સ્વતંત્ર…

વધુ વાંચો >

પેકિનપા, સામ

પેકિનપા, સામ (જ. 21 ફેબ્રુઆરી 1925, ફ્રેસ્નો, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 28 ડિસેમ્બર 1984, ઇન્ગવૂડ, કૅલિફૉર્નિયા) : અમેરિકામાં ખાસ કરીને ‘વેસ્ટર્ન’ ચલચિત્રોના ક્ષેત્રે ‘ક્લાસિક’ દરજ્જાનું કામ કરનાર દિગ્દર્શક અને પટકથાલેખક. મૂળ નામ ડેવિડ સૅમ્યુઅલ પેકિનપા. વેસ્ટર્ન ચિત્રોમાં આમેય બહાદુર નાયકો, કુટિલ ખલનાયકો, તેમની વચ્ચે અંતે ખેલાતી જીવસટોસટની બંદૂકબાજી અને તેને કારણે…

વધુ વાંચો >

પૅસોલિની પિયેર પાવલો

પૅસોલિની, પિયેર પાવલો (જ. 5 માર્ચ, 1922, બૉલન્જ, ઇટાલી; અ. 2 નવેમ્બર, 1975, ઑસ્ટિયા, રોમ, ઇટાલી) : ઇટાલિયન ચલચિત્ર-નિર્દેશક. બીજા વિશ્વયુદ્ધ બાદ ઇટાલિયન ચલચિત્રોમાં નવયથાર્થવાદનો જે દોર શરૂ થયો તેનું પુનરુત્થાન 1960ના દાયકામાં થયું. એ ગાળામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર પ્રતિભાશાળી દિગ્દર્શકોમાં પૅસોલિની, કથાવસ્તુની પસંદગીથી માંડીને આગવી શૈલીમાં તેની રજૂઆત અને…

વધુ વાંચો >

પૉઇટિયર સિડની

પૉઇટિયર, સિડની (જ. 20 ફેબ્રુઆરી 1927, માયામી, ફ્લૉરિડા; અ. 6 જાન્યુઆરી 2022, બેવર્લી હિલ્સ) : અમેરિકાના અશ્વેત અભિનેતા અને દિગ્દર્શક. ન્યૂયૉર્ક શહેરમાં આવેલા ‘અમેરિકન નિગ્રો થિયેટર’માં તેમણે અભિનયની તાલીમ લીધી. ત્યારબાદ રંગમંચ પર તથા ચલચિત્રોમાં અભિનય આપ્યો; પણ હૉલિવૂડમાં અભિનયનો સૌપ્રથમ પ્રારંભ કર્યો 1950માં. મુખ્યત્વે તેમને સહાયક પાત્રોની ભૂમિકા મળતી;…

વધુ વાંચો >

પોલાન્સ્કી રોમન

પોલાન્સ્કી, રોમન (જ. 18 ઑગસ્ટ 1933, પૅરિસ, ફ્રાન્સ) : પોલૅન્ડના દિગ્દર્શક, પટકથાલેખક અને અભિનેતા. તેમણે જોકે પોલૅન્ડમાં રહીને માત્ર એક જ ચિત્ર ‘નાઇફ ઇન ધ વૉટર’નું સર્જન કર્યું હતું, પણ આ પ્રથમ ચિત્રે જ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી. ચલચિત્રોમાં વાસ્તવિકતાના અત્યંત આગ્રહી પોલાન્સ્કી પોતાનાં ચિત્રોમાં હિંસાનું અતિ ભયાવહ નિરૂપણ…

વધુ વાંચો >

પ્યાસા (1957)

પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…

વધુ વાંચો >

પ્રકાશ પિક્ચર્સ

પ્રકાશ પિક્ચર્સ : હિંદી ભાષામાં ઉચ્ચ કોટિના સામાજિક અને ધાર્મિક ચિત્રોનું નિર્માણ કરનાર કંપની. ભારતીય ચલચિત્રઉદ્યોગને પ્રારંભિક તબક્કે વિકસાવવવામાં ગુજરાતીઓ દ્વારા સંચાલિત કે ગુજરાતીઓની માલિકીની જે કેટલીક કંપનીઓએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમાં પ્રકાશ પિક્ચર્સનું નામ આગલી હરોળમાં આવે છે. સૌરાષ્ટ્રના પાલિતાણામાં જન્મેલા બે બંધુઓ વિજય ભટ્ટ અને શંકર ભટ્ટે…

વધુ વાંચો >

પ્રદીપ

પ્રદીપ (જ. 6 ફેબ્રુઆરી 1915, બડનગર, જિ. ઉજ્જૈન, મધ્યપ્રદેશ; અ. 11 ડિસેમ્બર 1998, મુંબઈ) : હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પરંતુ ‘પ્રદીપ’ નામથી વધુ જાણીતા થયા. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ ઓગણીસમી સદીના અંતમાં ફાટી નીકળેલ પ્લેગને કારણે ગુજરાતમાંથી સ્થળાંતર કરી હાલના મધ્યપ્રદેશના…

વધુ વાંચો >

પ્રભાત ફિલ્મ કંપની

પ્રભાત ફિલ્મ કંપની : ભારતીય ચલચિત્રને ગુણવત્તા માટે પ્રશંસા અપાવનાર પ્રારંભની કેટલીક નિર્માણ-કંપનીઓમાંની એક. પ્રભાત ફિલ્મ કંપની મૂક અને સવાક્ યુગની સાક્ષી હતી. 1929માં સ્થપાયેલી આ કંપની 1960 આવતાં સુધીમાં તો સમેટાઈ ગઈ હતી, પણ આ વર્ષોમાં તેણે કેટલાંક સીમાચિહ્નરૂપ ચિત્રોનું સર્જન કર્યું, ભારતીય ચલચિત્રોને ધાર્મિક અને પૌરાણિક ચિત્રોના ઢાંચામાંથી…

વધુ વાંચો >

પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ

પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ  : અંગ્રેજી ચલચિત્ર – સાહસચિત્ર. નિર્માણ-વર્ષ : 1957. નિર્માતા-દિગ્દર્શક : સ્ટૅનલી ક્રેમર; પટકથા : એડના ઍડહૉલ્ટ, ઍડવર્ડ એન. હૉલ્ટ; છબિકલા : ફ્રાન્ઝ પ્લાનર; સંગીત : જ્યૉર્જિસ એન્થેઇલ; મુખ્ય ભૂમિકા : કૅરી ગ્રાન્ટ, સોફિયા લૉરેન, ફ્રૅન્ક સિનાત્રા, થિયોડૉર બાઇકલ, જૉન વેન્ગ્રાફ, જે. નૉવેલો, ફિલિપ વાનઝેન્ડર. છબિકલાની…

વધુ વાંચો >