ચન્દ્રકાન્ત મહેતા

એકાંકી

એકાંકી એક અંકવાળું નાટક. અંગ્રેજી ઉપરાંત અર્વાચીન ભારતીય ભાષાઓમાં જોવા મળતા એકાંકીના સ્વરૂપની રચના પશ્ચિમને આભારી છે. તેના વિકાસનો ઇતિહાસ સોએક વર્ષથી વધુ જૂનો નથી. સંસ્કૃતમાં ચૌદ જેટલા એક-અંકી પ્રકારોની ગણતરી કરવામાં આવી છે. એમાં ભાણ, વીથિ, અંક, વ્યાયોગ, પ્રહસન, ઇહામૃગ, રાસક, વિલાસિકા, ઉલ્લાપ્ય, શ્રીગદિત વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ…

વધુ વાંચો >

એવમ્, ઇન્દ્રજિત (1962)

એવમ્ ઇન્દ્રજિત (1962) : આધુનિક બંગાળી નાટકકાર બાદલ સરકારનું પ્રયોગાત્મક બંગાળી નાટક. નાટકના નાયકનું સાચું નામ બિમલ છે. તે સમાજના પ્રવર્તમાન ઢાંચામાં, પોતાની જાતને ઢાળી દેવા ચાહતો નથી. નાટકના પ્રથમ ર્દશ્યમાં એ એક ઉદ્યોગપતિની ઑફિસમાં નોકરી માટે મુલાકાત આપવા જાય છે, ત્યારે એની જોડેના બીજા ઉમેદવારોનાં નામ છે અમલ, વિમલ,…

વધુ વાંચો >

ઓ અંધા ગલી (1979)

ઓ અંધા ગલી (1979) : ઊડિયા વાર્તાસંગ્રહ. અખિલમોહન પટનાયક(1927; 1982)ના આ ટૂંકી વાર્તાના સંગ્રહને 1981માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. અખિલમોહને વકીલાતના વ્યવસાયની સાથોસાથ રાજકારણમાં ઊંડો અને સક્રિય રસ લીધો હતો. અનેક આંદોલનો ચલાવવા બદલ સ્વાતંત્ર્યોત્તર કાળમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. એથી જ કદાચ સોળ ટૂંકી વાર્તાઓના આ સંગ્રહની…

વધુ વાંચો >

ઓરુ દેશાથિન્તે તેયા

ઓરુ દેશાથિન્તે તેયા (1972) : એસ. કે. પોટ્ટેક્કાટ લિખિત મલયાળમ નવલકથા. આ નવલકથાને કેરળ સાહિત્ય અકાદમી એવૉર્ડ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવોર્ડ(1972)થી નવાજવામાં આવેલ. કાલીકટ નજીકના અથિરાનિપ્પદમ્ નામના પરગણાના ત્રણ દશકા સુધીના સમયગાળાના શ્રમજીવીઓના જીવનનો ચિતાર આપતી આ કથા છે. અહીં મહાનગરની હરણફાળમાં એક ગ્રામીણ વસ્તી હતી-ન-હતી થઈ જાય છે.…

વધુ વાંચો >

કક્કો

કક્કો : મધ્યકાલીન ગુજરાતી પદ્યપ્રકાર. આ પ્રકારનાં કાવ્યોમાં વર્ણમાળાનો પ્રત્યેક અક્ષર લઈને પ્રત્યેક પંક્તિ રચાઈ હોય છે. પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહમાં આવી કેટલીક પ્રાચીન કૃતિઓ સંગ્રહાઈ છે. એમાં પ્રત્યેક વર્ણથી આરંભાતી ઉપદેશાત્મક રચના હોય છે. જેમ કે ‘કક્કા કર સદગુરુનો સંગ’. પ્રીતમ, થોભણ, નાકર, ધીરો ઇત્યાદિ કવિઓએ આ પ્રકારનાં કાવ્યોની રચના…

વધુ વાંચો >

કલકત્તા (કોલકાતા)

કલકત્તા (કોલકાતા) ભારતનું વસ્તીની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતું મોટું શહેર અને પશ્ચિમ બંગાળની રાજધાની. ભૌગોલિક સ્થાન : તે 22o 32′ ઉ. અ. અને 88o 22′ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. 1911 સુધી તે ભારતની રાજધાની હતું. 1981ની વસ્તીગણતરી અનુસાર એની વસ્તી 91,94,000 હતી, તેમાં 26 ટકા નિર્વાસિતો, 56…

વધુ વાંચો >

કલિકાતા દર્પણ

કલિકાતા દર્પણ (1980) : કોલકાતાનાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેનો બે ભાગમાં રચાયેલ બંગાળી ગ્રંથ. લેખક રાધારમણ મિત્ર. આ ગ્રંથને 1981નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં કોલકાતા શહેરની સ્થાપના અને એનો ક્રમબદ્ધ વિકાસ દર્શાવ્યાં છે. એમાં માત્ર ઐતિહાસિક વિગતો જ નથી, પરંતુ કોલકાતાના સ્વરૂપનું વારંવાર પરિવર્તન કરનાર પરિબળો…

વધુ વાંચો >

કલિકાત્તાર કાછે

કલિકાત્તાર કાછે (1957) : નાયક વિનાની બંગાળી નવલકથા. સ્વાતંત્ર્યોત્તર-કાળના પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર ગજેન્દ્રકુમાર મિત્રને આ નવલકથા માટે 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દેશના વિભાજન પછી પશ્ચિમ બંગાળમાં આવેલા નિર્વાસિતોના જીવનને તેમણે આ નવલકથામાં નિરૂપ્યું છે. ઝૂંપડાવાસીઓની દુર્દશા, એમની અનેકવિધ સમસ્યાઓ, એમની સમાજવિરોધી પ્રવૃત્તિઓ, એ બધાંનું તે…

વધુ વાંચો >

કલ્લોલ

કલ્લોલ (1923) : બંગાળી સાહિત્યિક માસિક. રવીન્દ્રનાથનું સાહિત્યજગત પર એટલું બધું તેજ તપતું હતું કે એમાં કોઈપણ ઊગતા સાહિત્યકારને આગળ આવવાનો માર્ગ જ નહોતો. આથી રવીન્દ્રનાથનો વિરોધ કરવા માટે બંગાળી નવયુવાન સાહિત્યકારોએ કમર કસી અને માસિક શરૂ કર્યું. એના તંત્રી હતા દિનેશરંજન દાસ અને તેમના સહાયક ચિત્રકાર હતા ગોકુલચંદ્ર નાગ.…

વધુ વાંચો >

કાદિમ અબ્દુલ અહદ

કાદિમ અબ્દુલ અહદ (ઓગણીસમી સદી) : કાશ્મીરી ભક્ત, લેખક, કવિ અને સૂફી સંત. એમણે મહમદ પયગંબર તથા ઇસ્લામી સંતો પ્રત્યે પોતાની પ્રબળ ભક્તિભાવભર્યા શબ્દોમાં ગાઈ છે. કૃષ્ણભક્તોની સંવેદના અને આરજૂ કાદિમનાં કાવ્યોમાં જોવા મળે છે. આત્મસમર્પણ, આંસુઓથી પગ ધોવાની અને વાયુ દ્વારા સન્દેશો પહોંચાડવાની વાત આવ્યા કરે છે. ભાવનાના પ્રાધાન્યને…

વધુ વાંચો >