ચન્દ્રકાન્ત મહેતા
આંદામાની ભાષાસમૂહ
આંદામાની ભાષાસમૂહ : આ ભાષા બોલનાર આંદામાનના મૂળ રહેવાસી નેગ્રિટો વંશના હોવાથી તેમનું મલયેશિયાની સમાંગ જાતિ જોડે સામ્ય જોવા મળે છે. એમની ‘બો’ નામની ભાષા હતી. આ ભાષા બોલનારાની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. 1858માં તેમની સંખ્યા 4,800 હતી, 1909માં 1882, 1931માં 460 અને 1961ની વસ્તીગણતરીમાં ફક્ત પાંચ જ હતી.…
વધુ વાંચો >આંધ્ર મહાભારતમ્
આંધ્ર મહાભારતમ્ (11મીથી 13મી સદી) : મધ્યકાલીન તેલુગુ મહાકાવ્ય. તે તેલુગુની સર્વપ્રથમ કાવ્યકૃતિ મનાય છે. એની પૂર્વનું સાહિત્ય ગ્રંથાકારે ઉપલબ્ધ નથી. આ રચના નન્નય ભટ્ટુ, તિક્કન સોમયાજી તથા એરપ્રિગડ નામના ત્રણ કવિઓની સંયુક્ત રચના ગણાય છે. ત્રણમાં નન્નય ભટ્ટુ પ્રથમ હતા. તેમણે અગિયારમી સદીમાં આ કાવ્ય રચવાનો આરંભ કરેલો. એમણે…
વધુ વાંચો >આંધ્ર વાગેયકાર ચરિત્રમુ
આંધ્ર વાગેયકાર ચરિત્રમુ : તેલુગુ લેખક બાલાન્તરપુ રજનીકાંત રાવની કૃતિ. તેને 1967નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં તેલુગુ ગીતકારો તથા સ્વરકારોનાં રેખાચિત્રો તેમજ કવિતા તથા સંગીતના ક્ષેત્રમાં એમના પ્રદાનની મુલવણી કરવામાં આવી છે. વળી, પ્રત્યેક ગીતકાર પર એના પૂર્વસૂરિઓનો કેવો અને કેટલો પ્રભાવ છે અને એની મૌલિકતા ક્યાં…
વધુ વાંચો >ઇન કૅમેરા (નો એક્ઝિટ)
ઇન કૅમેરા (નો એક્ઝિટ) (1940) : સુપ્રસિદ્ધ ફ્રેન્ચ અસ્તિત્વવાદી સાહિત્યકાર જ્યૉં પૉલ સાર્ત્રનું ઍબ્સર્ડ પ્રકારનું નાટક. માનવી પોતાના જીવનનું નિયંત્રણ અને સંચાલન કરી શકતો નથી, કોઈ અર્દશ્ય શક્તિ કઠપૂતળીની જેમ તેને દોરી ખેંચીને નચાવ્યા કરે છે. માણસની એ લાચારીનું આ નાટકમાં નિરૂપણ કર્યું છે. એમાં લેખકે નરકાગારનું સ્થળ નાટ્યપ્રયોગ માટે…
વધુ વાંચો >ઉદયશંકર
ઉદયશંકર (જ. 8 ડિસેમ્બર 1900, ઉદયપુર; અ. 26 સપ્ટેમ્બર 1977, કોલકાતા) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકાર. જન્મ ડૉ. શ્યામાશંકર ચૌધરીને ત્યાં. જન્મસ્થળને કારણે નામ ઉદયશંકર રાખ્યું હતું. તેમને ચિત્રકલા અને સંગીતમાં બાળપણથી જ રસ હતો. 1917માં મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં તે દાખલ થયા અને ચિત્રકલાના અભ્યાસ સાથે ગાંધર્વ મહાવિદ્યાલયમાં…
વધુ વાંચો >ઉદેરોલાલ
ઉદેરોલાલ (જ. 950, નસરપુર – સિંધ) : સિંધી સંત. ઉદેરોલાલ ‘લાલ સાંઈ’, ‘અમરલાલ’, ‘ઝૂલેલાલ’ ઇત્યાદિ નામે પણ પ્રસિદ્ધ છે. પિતા રાઈ રતનચંદ અને માતા દેવકી. સિંધના ઠઠ્ઠોનગરનો નવાબ મરખશાહ હિન્દુઓ પર પારાવાર જુલમ કરતો હતો. તેને ઉદેરોલાલે રોક્યો અને સિંધમાં ધર્મસહિષ્ણુતા ફેલાવી. ચૈત્ર માસમાં એમના જન્મદિવસથી સિંધી નવા વર્ષનો આરંભ…
વધુ વાંચો >ઉર્વશી(3) (1961)
ઉર્વશી(3) (1961) : હિન્દી કાવ્યનાટક. લેખક રામધારીસિંહ દિનકર (1908-1974). આ કૃતિને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં શૈલીનો નવીન પ્રયોગ છે, તેથી એ કૃતિ બહુચર્ચિત રહી છે. ઋગ્વેદના દશમા મંડળમાં ઉર્વશી-પુરુરવા-સંવાદ નિરૂપાયો છે. કાલિદાસ તથા રવીન્દ્રનાથ ટાગોરે પણ એને આધારે પોતાની લાક્ષણિક શૈલીમાં કૃતિઓ રચી છે. આ કથાનકને દિનકરજીએ નવીન…
વધુ વાંચો >ઉલંગ રાજા (1971)
ઉલંગ રાજા (1971) : બંગાળી કવિ નીરેન્દ્રનાથ ચક્રવર્તી(જ. 1924)નો કાવ્યસંગ્રહ. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ કાવ્યસંગ્રહથી તેમની કાવ્ય-કારકિર્દીમાં નવો વળાંક આવે છે. તેમની કવિતામાં સૌપ્રથમ વાર સામાજિક જાગરૂકતાનો સૂર સંભળાય છે. શીર્ષકદા કૃતિમાં પૌરાણિક વિષય-માળખું છે, પણ તેનો અર્થસંકેત આધુનિક છે. આધુનિક જગતનો અજંપો…
વધુ વાંચો >