ચન્દ્રકાન્ત મહેતા

અર્થ વર્ણાચાર્યુડુ

અર્થ વર્ણાચાર્યુડુ (તેરમી શતાબ્દીની આસપાસ) : મધ્યકાલીન તેલુગુ કવિ. કેટલાક વિદ્વાનોને મતે તેઓ તેલુગુના મહાકવિ તિક્કમાના સમકાલીન અને જૈનધર્મી હતા. એમણે કરેલા સંસ્કૃત મહાભારતના પદ્યાનુવાદના થોડા જ છંદ મળે છે. (મહાભારતના પર્વને એમણે છંદ નામ આપ્યું છે.) એમના ઉત્તરકાલીન રીતિકવિઓએ લક્ષણગ્રંથોમાં આ અનુવાદમાંથી ઉદાહરણો આપ્યાં છે. એથી એવું લાગે છે…

વધુ વાંચો >

અલકેશ્વરી (રૂપભવાની)

અલકેશ્વરી (રૂપભવાની) (જ. 1621, શ્રીનગર; અ. 1721) : કાશ્મીરની પ્રસિદ્ધ મધ્યકાલીન સંત કવયિત્રી. પિતા માધવધર સંસ્કૃતના પંડિત. બાળપણથી જ પિતા પાસે આધ્યાત્મિક શિક્ષણ લીધું, પછી વર્ષો સુધી યોગસાધના કરી. યોગિનીઓની પરંપરામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. એમણે જે પદો લખ્યાં છે, તે કાશ્મીરી ‘વખ્ખ’ પ્રકારનાં છે. એમાં એમણે અગમનિગમને ઋજુતાથી ગાયો…

વધુ વાંચો >

અલિવાણી

અલિવાણી (ઓગણીસમી સદી) : કાશ્મીરી કવિ. એમણે કાશ્મીરની, લોકકથા ‘અકનંદુન’ને કાવ્યરૂપ આપ્યું છે. એ કથાકાવ્યે એમનું કથાકવિ તરીકે કાશ્મીરી સાહિત્યમાં સ્થાન નિશ્ચિત કરી આપ્યું છે. ગુજરાતી સગાળશાની કથાને તે કથા મળતી આવે છે. પોતે અતિથિને જે જોઈએ તે આપવાનું વચન આપેલું ત્યારે અતિથિનું રૂપ લઈને આવેલા ભગવાને એમના પુત્રનું માંસ…

વધુ વાંચો >

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (1920) : અલીગઢ આંદોલનના ફળસ્વરૂપે સ્થપાયેલી યુનિવર્સિટી. ભારતમાં બ્રિટિશ શાસકોએ દાખલ કરેલ પશ્ચિમી કેળવણીથી મુસ્લિમો લાંબો સમય અલિપ્ત રહ્યા. આથી તેઓ આર્થિક તેમજ રાજકીય બાબતોમાં ઘણા પછાત રહ્યા. તેમનું આ પછાતપણું દૂર કરવા માટે પશ્ચિમી કેળવણી જરૂરી છે એમ માનનાર મુસ્લિમ સુધારકોના વર્ગે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ‘અલીગઢ…

વધુ વાંચો >

અવધાન કાવ્ય

અવધાન કાવ્ય : અવધાનશક્તિથી રચાતા તેલુગુ કાવ્યનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં કવિની ચમત્કારિક ધારણાની શક્તિની પરીક્ષા થાય છે. એકીસાથે અનેક વસ્તુઓની સ્મૃતિ સજીવ રાખીને કવિતામાં વિવિધ વિષયો શીઘ્ર ગૂંથી આપે તે અવધાન કાવ્ય. ‘અષ્ટાવધાન’ તથા ‘શતાવધાન’ એમ તેના બે પ્રકાર છે. ‘સહસ્રાવધાન’ અત્યંત વિરલ હોય છે. અષ્ટાવધાન કરનારી વ્યક્તિની ચારેય…

વધુ વાંચો >

અવલોકના

અવલોકના (1965) : ગુજરાતી કવિ સુન્દરમનો 1968નો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પામેલો વિવેચનસંગ્રહ. સુન્દરમ્ વેધક પર્યેષકદૃષ્ટિ છે. એમના વિવેચનલેખોના સંગ્રહોમાં ‘અવલોકના’નું સ્થાન ઊંચું છે. એમાંના ‘બ.ક.ઠા.ની કવિતાસમૃદ્ધિ’, ‘શેષનાં કાવ્યો’, ‘પારિજાત’, ‘રમણલાલ દેસાઈની કવિતા’, ‘શંકિત હૃદય’ અને ‘સંયુક્તા’ વગેરે લેખોમાં એમણે ખ્યાતનામ ગુજરાતી લેખકોની કૃતિઓની તથા તેમના સર્જનકાર્યની તટસ્થતાથી ચકાસણી કરી…

વધુ વાંચો >

અવલોકિતેશ્વર

અવલોકિતેશ્વર : મહાન બોધિસત્વ. અવલોકિતેશ્વરના સામાન્યત: ચાર અર્થો થાય છે : (1) માનવને જે કંઈ દેખાય છે તેના સ્વામી, (2) પ્રચલિત સ્થાનના સ્વામી, (3) માનવને દેખાતા ઈશ્વર, (4) જેનો સાક્ષાત્કાર થયો છે તેવો ઈશ્વર. ટિબેટ અને ભારતના વિદ્વાનોના મતાનુસાર અવલોકિતેશ્વર એટલે માનવીઓ પ્રત્યે કરુણાદૃષ્ટિથી જોનારો ઈશ્વર. એ બધી બાજુએથી બધું…

વધુ વાંચો >

અશ્ક, ઉપેન્દ્રનાથ

અશ્ક, ઉપેન્દ્રનાથ (જ. 14 ડિસેમ્બર 1910, જલંદર, પંજાબ; અ. 19 જાન્યુઆરી 1996, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) : આધુનિક હિન્દી નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકાર. જલંદરની ડી. એ. વી. કૉલેજમાં બી. એ. સુધીનું શિક્ષણ લીધું. પછી બે વર્ષ અધ્યાપન કર્યું. ત્યારબાદ ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી 1936માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી.…

વધુ વાંચો >

અસદ અલીખાં

અસદ અલીખાં (જ. 1 ડિસેમ્બર 1937, અલવર, રાજસ્થાન; અ. 14 જૂન 2011, નવી દિલ્હી) : ભારતના પ્રાચીનતમ વાદ્ય રુદ્રવીણાના કુશળ વાદક. પિતા સાદિકઅલીખાં પાસેથી વીણા, સિતાર અને ગાયનનું શિક્ષણ મેળવ્યું. તેઓ ધ્રુવપદની ચાર વાણીઓમાંથી એક ખંડહાર વાણીની રીતે રુદ્રવીણા વગાડતા. વારાણસી વિશ્વવિદ્યાલયે તેમને ‘વીણા-વિશારદ’ની ઉપાધિ આપી છે. તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી…

વધુ વાંચો >

અસમય

અસમય (1975) : બંગાળી નવલકથા. સ્વાતંત્ર્યોત્તરકાળના જાણીતા બંગાળી નવલકથાકાર બિમલકરની આ નવલકથાને 1975નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રવીન્દ્ર પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા. ‘અસમય’ સામાજિક નવલકથા છે. એમાં કથાનાયક જે ઇચ્છે છે, જે ઝંખે છે, તે તેને મળતું જાય છે, પણ એવે સમયે કે જ્યારે એ મળ્યાનો આનંદ ન રહ્યો…

વધુ વાંચો >