ચન્દ્રકાન્ત મહેતા

અમીન ગોવિંદભાઈ

અમીન, ગોવિંદભાઈ (જ. 7 જુલાઈ 1909, વસો, ખેડા; અ. 1980) : ગુજરાતી લેખક. જન્મ ખેડા જિલ્લાના વસો ગામમાં. મુંબઈમાં બી.કૉમ. સુધીનો અભ્યાસ કરી, પછી શેરદલાલના ધંધામાં પડેલા. એમણે નાટક, એકાંકી, નવલિકા તથા નવલકથાનાં ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. એમના 19 ગ્રંથો પ્રગટ થયા છે. એમની નવલકથાઓમાં જાણીતી ‘બે મિત્રો’ (1944), ‘માડીજાયો’…

વધુ વાંચો >

અમીના

અમીના : તેલુગુ નવલકથા. લેખક વેંકટચલમ, ગુડીપટી(ચલમ) (1894-1978). ‘અમીના’ તેલુગુની પ્રથમ મનોવૈજ્ઞાનિક પાત્રપ્રધાન નવલકથા છે. ‘અમીના’ પ્રસિદ્ધ થઈ ત્યારે એ ફ્રૉઇડના મનોવિજ્ઞાનના પ્રભાવથી લખાઈ હોવાથી, એમાં યૌનસંબંધોનું યથાર્થ ચિત્રણ થયેલું, પણ તે સ્થૂલ રૂપે નહિ. અમીના જે આ કથાની નાયિકા છે, તેના મનનાં સંવેદનો એમાં નિરૂપિત થયાં છે; પણ નવલકથાને…

વધુ વાંચો >

અમૃત ઔર વિષ

અમૃત ઔર વિષ (1956) : હિન્દી નવલકથા. અમૃતલાલ નાગરકૃત આ નવલકથાને 1956ની શ્રેષ્ઠ હિન્દી કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ સામાજિક નવલકથામાં, સમાજના બધા જ વર્ગનાં પાત્રો લઈને, સાંપ્રત કાળમાં કેટલું અમૃત છે અને કેટલું વિષ છે, તેનું વિશ્લેષણ કરેલું છે. માનવી સમાજથી વિખૂટો પડી ગયો છે અને…

વધુ વાંચો >

અમૃત ઘાયલ

અમૃત ઘાયલ (જ. 19 ઑગસ્ટ 1916, સરધાર, જિ. રાજકોટ; અ. 25 ડિસેમ્બર, 2002, રાજકોટ, ગુજરાત ) : ગુજરાતી ગઝલકાર. અમૃત ‘ઘાયલ’નું મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. માતાનું નામ સંતોકબહેન અને પિતાનું નામ લાલજીભાઈ હતું. તેમણે સાત ધોરણ સુધીનું શિક્ષણ તેમના વતન સરધારમાં જ લીધું હતું. તે પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી તેમણે…

વધુ વાંચો >

અમૃતબજાર પત્રિકા

અમૃતબજાર પત્રિકા : ભારતીય અંગ્રેજી દૈનિક પત્ર. કલકત્તા તથા લખનૌથી પ્રસિદ્ધ થાય છે. સ્થાપના 1868માં પશ્ચિમ બંગાળના જેસોર શહેરમાં તુષારકાન્તિ ઘોષ તથા તરુણકાન્તિ ઘોષે કરેલી. શરૂઆતમાં એ બંગાળી સમાચારપત્ર હતું. 1869માં બંગાળી પત્રમાં બે કૉલમ અંગ્રેજીમાં છાપવાનું શરૂ કર્યું. 1871માં એની કચેરી જેસોરથી કલકત્તા ખસેડી અને ત્યાંથી દ્વિભાષી સમાચારપત્ર મટી…

વધુ વાંચો >

અમૃતસ્ય પુત્રી

અમૃતસ્ય પુત્રી : કમલદાસ-કૃત બંગાળી નવલકથા, જેને 1980નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અવૈધ સંતાનની સમસ્યા આ કથામાં નિરૂપાઈ છે. મદ્રાસના રામકૃષ્ણ મિશનના સ્વામી સવારમાં ફરવા ગયા, ત્યારે રસ્તામાં કોઈ માએ ત્યજી દીધેલું બાળક જુએ છે અને બાળકને સંસારમાં આદરણીય સ્થાન મળે, તેથી પોતાની એક સંતાનવિહોણી શિષ્યાને બાળક ઉછેરવાનો…

વધુ વાંચો >

અય્યર પી. એ. સુન્દરમ્

અય્યર, પી. એ. સુન્દરમ્ (જ. 1891, વિમ્બિલ, કોચીન; અ. 1974) : પ્રસિદ્ધ ભારતીય વાયોલિનવાદક ને સંગીતજ્ઞ. પિતાનું નામ અનંતરામ શાસ્ત્રી. 1901માં ત્રાવણકોરમાં શ્રી રામાસ્વામી ભાગવતાર પાસે વાયોલિનવાદનના શિક્ષણની શરૂઆત કરી અને આઠ વર્ષ સુધી અત્યંત પરિશ્રમ કરી તે કલામાં તેઓ પ્રવીણ થયા હતા. 18 વર્ષની ઉંમરે તેઓ કાલિકટ ગયા. ત્યાં…

વધુ વાંચો >

અરણ્યેર અધિકાર

અરણ્યેર અધિકાર (1977) : બંગાળનાં પ્રસિદ્ધ નવલકથાકાર મહાશ્વેતાદેવીની 1979માં શ્રેષ્ઠ બંગાળી કૃતિ તરીકે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કરનાર નવલકથા. અરણ્યના જે સાચા અધિકારીઓ છે, જેઓ અરણ્યનું એક અવિચ્છેદ્ય અંગ બની ગયા છે, તેમને કેવી દયાહીનતાથી અરણ્યથી વંચિત કરવામાં આવે છે તેની કરુણકથા એમાં કલાત્મક રીતે ગૂંથાઈ છે. મહાશ્વેતાદેવી અરણ્યમાં જ…

વધુ વાંચો >

અરળુમરળુ

અરળુમરળુ (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડ કવિ ડી. આર. બેન્દ્રેનો કાવ્યસંગ્રહ. તેને માટે એમને સાહિત્ય અકાદમીનો 1958નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ‘સૂર્યપાન’, ‘હરિદયાસમુદ્ર’, ‘મુક્તકાંતા’, ‘ચૈત્યાલય’ અને ‘જીવનલહરી’ – એ પાંચ કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલી 273 રચનાઓનો આ સંગ્રહ છે. કવિની કાવ્યધારાએ રંગદર્શી ઊર્મિકવિતામાંથી આધ્યાત્મિક દિશામાં કેવો વળાંક લીધો તેનો તબક્કાવાર પરિચય…

વધુ વાંચો >

અર્ણિમિલ

અર્ણિમિલ (જ. આશરે 1734, કાશ્મીર; અ. 1778) : કાશ્મીરનાં ‘વાત્સન’ પ્રકારની કાવ્યરીતિનાં અગ્રણી કવયિત્રી. કાશ્મીરી પંડિતના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. કોઈ વિશેષ સગવડો તેમને સુલભ થઈ ન હતી; આમ છતાં, કવિતાનો પાઠ કરી શકવામાં તથા તેમાંથી અવતરણો ટાંકવામાં તેઓ પોતાના સાથીઓને ઝાંખા અને પાછા પાડી દે એવી તીવ્ર સ્મરણશક્તિ અને બુદ્ધિ…

વધુ વાંચો >