ગૌતમ પટેલ

કૌંડિન્ય (વૃત્તિકાર)

કૌંડિન્ય (વૃત્તિકાર) : પ્રાચીન સંસ્કૃત વૃત્તિકાર. કૃષ્ણયજુર્વેદની તૈત્તિરીય સંહિતા કે તત્સંબદ્ધ કોઈ ગ્રન્થના વૃત્તિકાર તરીકે કૌંડિન્યના નામના ઉલ્લેખો પરવર્તી શ્રૌત અને ગૃહ્યસૂત્રોમાં મળે છે, પણ તે સિવાય તેની વૃત્તિ કે તે અંગેનું સાહિત્ય ઉપલબ્ધ નથી. વળી બૌધાયન ગૃહ્યસૂત્ર(3.9.5)માં કૌંડિન્યને વૃત્તિકાર કહ્યો છે જ્યારે તૈત્તિરીય કાંડાનુક્રમણીમાં કુંડિનને વૃત્તિકાર કહ્યો છે. તેથી…

વધુ વાંચો >

ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી

ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી (જ. 27 ડિસેમ્બર 1881; અ. 14 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : વીસમી સદીના વેદભાષ્યકારોમાં આગવું સ્થાન ધરાવતા વિદ્વાન સંન્યાસી. ‘ભગવાન વેદ’ નામના ગ્રંથરત્નનું તેમનું સંપાદન અને વિશ્વનાં જુદાં જુદાં લગભગ 800 સ્થાનોમાં તેનું સ્થાપન, વિતરણ વગેરેનું કાર્ય અત્યંત નોંધપાત્ર છે. ‘ભગવાન વેદ’ એ 3935.48 ચોસેમી.ની સાઇઝમાં બે રંગમાં…

વધુ વાંચો >

ગુણવિષ્ણુ

ગુણવિષ્ણુ : છાન્દોગ્યમંત્રભાષ્ય ગ્રંથના કર્તા. આ છાન્દોગ્ય ઉપનિષદ પરનું ભાષ્ય નથી; પરંતુ સામવેદની કૌથુમ શાખાના મંત્રો પરનું ભાષ્ય છે. આમાંના મોટા ભાગના મંત્રો સામવેદના મંત્ર બ્રાહ્મણમાં મળી આવે છે. જે મંત્રો નથી મળતા તે માટે આ ગ્રંથના સંપાદક શ્રી દુર્ગમોહન ભટ્ટાચાર્યનો મત છે કે એ કોઈ લુપ્ત સામમંત્રો હશે. ગુણવિષ્ણુ…

વધુ વાંચો >

ગૃહદેવ અથવા ગૃહદેવસ્વામી

ગૃહદેવ અથવા ગૃહદેવસ્વામી (વિક્રમની આઠમી સદી પહેલાં) : વેદના એક ભાષ્યકાર. સુપ્રસિદ્ધ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક રામાનુજાચાર્યે પોતાના વેદાર્થસંગ્રહમાં પૂર્વના વેદ અને વેદાન્તના આચાર્યોનાં જે નામોનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે તેમાં એક નામ ગૃહદેવનું આવે છે. દેવરાજ યજવાએ નિઘણ્ટુના ભાષ્યની ભૂમિકામાં વેદભાષ્યકાર તરીકે ગૃહદેવનો ઉલ્લેખ કર્યો છે. વળી નિઘણ્ટુ 1-3-14નો गरगिर:…

વધુ વાંચો >

ગોવિંદ ભટ્ટ

ગોવિંદ ભટ્ટ (ઈ. સ.ની ચૌદમી સદી) : વેદભાષ્યકાર. ગોવિંદ ભટ્ટે ઋગ્વેદના આઠમા અષ્ટક પર ‘શ્રુતિવિકાસ’ નામના ભાષ્યની રચના કરી છે. હજુ સુધી આ ભાષ્ય અમુદ્રિત છે એની નોંધ ‘વૈદિક વાઙમય કા ઇતિહાસ’માં પંડિત ભગવદદત્તે આપી છે. આની હસ્તપ્રત વારાણસીના સરસ્વતીભવનમાં છે. તેની પુષ્પિકા પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાષ્યની…

વધુ વાંચો >