ગુજરાતી સાહિત્ય

રણમલ્લ છંદ

રણમલ્લ છંદ : જૂની ગુજરાતી સાહિત્યનું વિશિષ્ટ ઐતિહાસિક કાવ્ય. ઈડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું સિત્તેર કડીનું આ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં અમૂલ્ય ખજાના સમું છે. મધ્યકાળના ધર્મરંગ્યા સાહિત્યમાં નોખી ભાત પાડતું આ કાવ્ય છે. એનો રચયિતા શ્રીધર વ્યાસ બ્રાહ્મણ છે. આ કાવ્ય તૈમુર લંગના આક્રમણ પછી વિ. સં. 1398 ચૌદમા…

વધુ વાંચો >

રતનબાઈ

રતનબાઈ : આ એક જ નામની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલી ત્રણ કવયિત્રીઓ. એક રતનબાઈએ ઈ. સ. 1579માં રેંટિયાની પ્રશસ્તિ કરતી 24 કડીની ‘રેંટિયાની સજ્ઝાય’ રચેલી. તે જૈન પરંપરાની જણાય છે. બીજી રતનબાઈ ઈ. સ. 1781ના અરસામાં હયાત એક જ્ઞાનમાર્ગી નાગર કવયિત્રી હતી, જે અમદાવાદની વતની અને અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજીની…

વધુ વાંચો >

રતિલાલ ‘અનિલ’

રતિલાલ ‘અનિલ’ (જ. 22 ફેબ્રુઆરી 1919, સૂરત) : ગઝલકાર, પત્રકાર. આખું નામ :  રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. અન્ય ઉપનામો ‘સાંદીપનિ’, ‘ટચાક’ અને ‘કલ્કિ’. તેમના કુટુંબનો વ્યવસાય જરીબૉર્ડર બનાવવાનો. તેમની બે વર્ષની વયે પિતાનું અવસાન થતાં, કુટુંબની જવાબદારી સંભાળતી માતાએ પ્રાથમિક શિક્ષણ પછી તેમને ઘરના વ્યવસાયમાં જોતરી દીધા. જિજ્ઞાસુ કિશોર રતિલાલને ઘરના…

વધુ વાંચો >

રત્નેશ્વર

રત્નેશ્વર (સત્તરમી સદી ઉત્તરાર્ધ) : કવિ અને અનુવાદક. પિતા મેઘજી, માતા સૂરજ. ડભોઈનો. ક. મા. મુનશી પ્રમાણે શ્રીમાળી અથવા અ. મ. રાવળ પ્રમાણે મેવાડા બ્રાહ્મણ. કાશી જઈ સંસ્કૃત શીખી આવ્યા પછી કવિતા રચવાનો આરંભ. આજીવિકાર્થે પુરાણની કથા કરવા જતાં પુરાણીઓ સાથે ઝઘડામાં જાનનું જોખમ લાગતાં ડભોઈ છોડી નર્મદાકિનારે કૈણેદ જઈ…

વધુ વાંચો >

રસિકવલ્લભ

રસિકવલ્લભ (1828) : દયારામે (1777-1853) રચેલી દાર્શનિક પદ્યકૃતિ. દયારામે તેમની 51 વર્ષની વયે તેની રચના કરી હતી. બધાં મળીને, તેમાં 109 પદો છે. આખ્યાનનો કડવાબંધ તેમાં સ્વીકારાયો છે. કેટલાંક પદોમાં ‘ઊથલા’ની પણ યોજના છે. દયારામની નિષ્ઠા પુદૃષ્ટિસંપ્રદાયમાં હતી. એથી એ સંપ્રદાયના સિદ્ધાન્તપક્ષને લોકભોગ્ય બનાવવા માટે જ કદાચ, તેમણે આ ગ્રંથ પદ્યબંધમાં…

વધુ વાંચો >

રાઈનો પર્વત (1913)

રાઈનો પર્વત (1913) : રમણભાઈ મહીપતરામ નીલકંઠે રચેલું ગુજરાતી સાહિત્યનું પ્રશિષ્ટ સાહિત્યિક નાટક. તેમાં 7 અંક અને 35 પ્રવેશો છે. નાટ્યકારે નાટકનું કથાવસ્તુ મહીપતરામ નીલકંઠ સંપાદિત ‘ભવાઈ સંગ્રહ’માંના ‘લાલજી મણિયાર’ના વેશમાં આવતા દુહા પરથી અને દુહા નીચે પાદટીપમાં મુકાયેલી વાર્તા પરથી લીધું છે અને તેમાં ઉચિત ફેરફારો કરી સ્વપ્રતિભાબળે મૌલિક…

વધુ વાંચો >

રાજચંદ્ર, શ્રીમદ્

રાજચંદ્ર, શ્રીમદ્ (જ. 9 નવેમ્બર 1867, વવાણિયા, સૌરાષ્ટ્ર; અ. 9 એપ્રિલ 1901, રાજકોટ) : વીસમી સદીના એક અધ્યાત્મપ્રકાશપુંજ અને મહાત્મા ગાંધીના ગુરુ. આ જૈન સાધુપુરુષનું સંસારી નામ રાયચંદ રવજીભાઈ મહેતા હતું. બાળપણમાં જ સાત વર્ષની વયે તેમને જાતિસ્મરણ (પૂર્વભવનું) જ્ઞાન થયેલું. તેમના એક વડીલ શ્રી અમીચંદભાઈનું સર્પદંશથી એકાએક મૃત્યુ થતાં,…

વધુ વાંચો >

રાજડા, મૂળરાજ

રાજડા, મૂળરાજ (જ. 1931, મુંબઈ; અ. 23-9-2012, મુંબઈ) : કલાકાર, દિગ્દર્શક અને લેખક. એમણે પ્રથમ એકાંકી ‘વતેસરની વાત’ લખેલું. તે બાદ પ્રથમ ત્રિઅંકી નાટક ‘તુલસી ઇસ સંસાર મેં’ લખ્યું, પછી ત્રિઅંકી ‘બારમો ચંદ્રમા’માં કામ કર્યું. આ ઉપરાંત, એમણે ‘અસત્યનારાયણ’, ‘વર વગરનો વરઘોડો’, ‘બૈરી મારી બાપ રે બાપ’, ‘ભાઈબીજ’, ‘ઘડી બેઘડી’,…

વધુ વાંચો >

રાણપુરા, દિલીપ નાગજીભાઈ

રાણપુરા, દિલીપ નાગજીભાઈ (જ. 14 નવેમ્બર 1931, ધંધુકા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતા છબલબહેન. પ્રાથમિક શાળાંત પાસ (1959) પછી જુનિયર પી.ટી.સી. થઈને શિક્ષક બન્યા. લગ્ન 1951માં મનુભાઈ જોધાણીની ભત્રીજી સવિતાબહેન સાથે. તેઓ પણ લેખિકા. ઉત્તમ ગૃહિણી પણ. શિક્ષક હોવાથી પંચાયતીરાજ પછી અનેક સ્થળોએ બદલી થઈ. છેલ્લે દસાડા તાલુકાના બજાણા…

વધુ વાંચો >

રાણીના, નાનાભાઈ રુસ્તમજી

રાણીના, નાનાભાઈ રુસ્તમજી (જ. 1832; અ. 1900) : ગુજરાતી સાહિત્યક્ષેત્રે પારસી નાટ્યકાર, પત્રકાર અને કોશકાર. ઉપનામ ‘હયરાની’. તેમની કર્મભૂમિ મુંબઈમાં. તેઓ મુખ્યત્વે નાટ્યકાર, છતાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં તેમણે સ્મરણીય સેવાઓ આપી છે. એમની આરંભની કારકિર્દી પત્રકારની હતી. મુંબઈમાં ઈ. સ. 1848માં ‘જ્ઞાનપ્રસારક મંડળી’ સ્થપાઈ હતી. એના મુખપત્રરૂપ ‘જ્ઞાનપ્રસારક’માં તેમણે વર્ષો…

વધુ વાંચો >