ગુજરાતી સાહિત્ય
મહેતા, હંસા
મહેતા, હંસા (જ. 3 જુલાઈ 1897, સૂરત; અ. 4 એપ્રિલ 1995, મુંબઈ) : કેળવણી, બાલસાહિત્ય તેમજ અનુવાદક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનાર ગુજરાતનાં અગ્રણી મહિલા. વડોદરાના દીવાનપદને શોભાવનાર મનુભાઈ મહેતા પિતા. માતાનું નામ હર્ષદકુમારી. ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ (1866) આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં પૌત્રી. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ…
વધુ વાંચો >મળેલા જીવ
મળેલા જીવ (1941) : પન્નાલાલ પટેલની સીમાચિહ્ન રૂપ ગુજરાતી લઘુનવલ. અનોખી પ્રેમકથા. પ્રથમ ર્દષ્ટિએ પ્રેમમાં પડેલા કથાનાયક પટેલ કાનજી અને કથાનાયિકા વાળંદ જીવીનાં લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. તેથી પ્રિયતમા નજર આગળ રહે એ હેતુથી કાનજી જીવીને ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને દીધેલા કૉલથી બંધાઈને અને એના પ્રત્યેની…
વધુ વાંચો >માણસાઈના દીવા
માણસાઈના દીવા (1945) : ઝવેરચંદ મેઘાણી-લિખિત ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા–પાટણવાડિયા કોમના બહારવટિયા–લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓનો સંગ્રહ. ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના મુખેથી સાંભળેલા તેમના વિવિધ અનુભવો અહીં ઝવેરચંદ મેઘાણીએ પ્રસંગકથારૂપે આલેખ્યા છે. તેનું દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે તે માટે બોલચાલના લય-લહેકા અને કથનશૈલી રવિશંકર મહારાજનાં જ રાખ્યાં છે. આમ છતાં…
વધુ વાંચો >માણેક, કરસનદાસ નરસિંહ
માણેક, કરસનદાસ નરસિંહ (જ. 28 નવેમ્બર 1901, કરાંચી; અ. 18 જાન્યુઆરી 1978, વડોદરા) (ઉપનામ –‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નિબંધકાર, ચિંતક. વતન જામનગર જિલ્લાનું હડિયાણા. પ્રાથમિક શિક્ષણ કરાંચીમાં ખાનગી શાળામાં, માધ્યમિક કેળવણી ત્યાંની મિશન સ્કૂલમાં. ઉચ્ચ કેળવણી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં શરૂ કરેલી, પણ અસહકારની ચળવળને કારણે…
વધુ વાંચો >માધવાનલ-કામકંદલા
માધવાનલ-કામકંદલા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નાયક માધવ અને નાયિકા કામકંદલાની પ્રેમકથા નિરૂપતી ઉત્તમ કૃતિ. ચૌદથી સત્તરમા શતક સુધીમાં આ કથા વિવિધ કથાકારોએ વિશેષત: પદ્યમાં આપી છે. ચૌદમા શતકમાં આનંદધરે સંસ્કૃતમાં રચેલું ‘માધવાનલાખ્યાનમ્’ મળે છે. તે પછી ભરૂચના કાયસ્થ કવિ ગણપતિએ ઈ. સ. 1518માં રચેલી ગુજરાતી ભાષાની 2,500 દુહા ધરાવતી ‘માધવાનલ-કામકંદલા…
વધુ વાંચો >માનવીની ભવાઈ
માનવીની ભવાઈ (રચના અને પ્રકાશનવર્ષ 1947) : લેખક પન્નાલાલ નાનાલાલ પટેલની પ્રતિભાનો મહત્તમ તાગ આપતી નવલકથા. પન્નાલાલની અગાઉની નવલકથાઓમાં નાયક-નાયિકાના પ્રણયજીવનમાં આવતી ગૂંચ અને પછી તેનો આવતો ઉકેલ તે તો ‘માનવીની ભવાઈ’માં છે જ, પણ અહીં પ્રથમ વાર લોક અને કાળનું તત્વ ઉમેરાતાં કથાસૃષ્ટિ સંકુલ બને છે. નાયક-નાયિકાની પેટની ભૂખ…
વધુ વાંચો >માનસી
માનસી : વિજયરાય વૈદ્ય-સંપાદિત સામયિક. વિવેચક, નિબંધકાર અને સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું પ્રદાન કરનાર શ્રી વિજયરાય વૈદ્યે 1935માં ડેમી કદમાં ‘માનસી’ ત્રૈમાસિકનો પ્રારંભ કર્યો. આ સામયિકને સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી તરીકે ઓળખાવ્યું. ‘માનસી’ એટલે સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ એમ કહ્યું. આ પૂર્વે 1924થી 1935 સુધી તેમના તંત્રીપદ હેઠળ ‘કૌમુદી’ માસિક પ્રગટ થતું…
વધુ વાંચો >મામેરું
મામેરું : ગુજરાતી કવિ પ્રેમાનંદરચિત આખ્યાન. રચનાસાલ 1683. મધ્યકાળના શ્રેષ્ઠ આખ્યાનકવિ લેખાતા પ્રેમાનંદે ભક્ત-કવિ નરસિંહના કેટલાક કટોકટીભર્યા જીવનપ્રસંગોને આખ્યાનબદ્ધ કર્યા છે. નરસિંહ-પુત્રી કુંવરબાઈના સીમંત-પ્રસંગનું પ્રેમાનંદે રચેલું ‘કુંવરબાઈનું મામેરું’ એ ભક્તની અચલ પ્રભુશ્રદ્ધા તથા ભગવાનની ભક્તાધીનતા દર્શાવતું મનોરમ આખ્યાનકાવ્ય છે, જેમાં પુરોગામીઓનો ઠીક ઠીક પ્રભાવ ઝિલાયો છે. ભાઈ-ભાભી સાથે રહેતા નરસિંહ…
વધુ વાંચો >મારફતિયા, નગીનદાસ તુલસીદાસ
મારફતિયા, નગીનદાસ તુલસીદાસ (જ. 1840, સૂરત; અ. 1902) : ગુજરાતીમાં મૌલિક નાટકના પ્રથમ સર્જક. સૂરતની મોઢ વણિક જ્ઞાતિના નગીનદાસ 1863માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થનાર બીજા સ્નાતક જૂથના પહેલા ગુજરાતી હતા. 1868માં તેમણે કાયદા વિષયમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને મુંબઈ હાઇકૉર્ટમાં પહેલા ગુજરાતી ઍડ્વોકેટ તરીકે સનદ મેળવી હતી. તેઓ કવિ નર્મદના…
વધુ વાંચો >માસ્તર, છોટાલાલ જી.
માસ્તર, છોટાલાલ જી. : જુઓ વિશ્વવંદ્ય
વધુ વાંચો >