ગિરીશભાઈ પંડ્યા

અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો

અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો (ultrabasic igneous rocks) : સામાન્ય રીતે જે ખડકોમાં 45 %થી ઓછું સિલિકાપ્રમાણ હોય, ક્વાર્ટ્ઝ કે ફેલ્સ્પાર-ફેલ્સ્પેથૉઇડ જેવાં ખનિજો બિલકુલ ન હોય, પરંતુ આવશ્યક ખનિજો તરીકે ફેરોમૅગ્નેશિયમ સિલિકેટ ખનિજો જ હોય, ક્યારેક તેની સાથે ધાત્વિક ઑક્સાઇડ કે સલ્ફાઇડ હોય, ક્વચિત્ પ્રાકૃત ધાતુઓ હોય એવા ખનિજબંધારણવાળા અગ્નિકૃત ખડકો તે…

વધુ વાંચો >

અલ્મોડા

અલ્મોડા : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લો : હિમાલયના પર્વતીય પ્રદેશમાં આવેલા આ જિલ્લાનું ક્ષેત્રફળ 3,139 ચોકિમી. અને વસ્તી 6,22,506 (2011) છે. આ શહેરની વસ્તી 35,513 (2011) છે. તેની ઉત્તરે ચમોલી, પૂર્વે પિથોરાગઢ, દક્ષિણે નૈનીતાલ તથા પશ્ચિમે ગઢવાલ જિલ્લાઓ આવેલા છે. અલ્મોડા શહેર જિલ્લાનું…

વધુ વાંચો >

અલ્સ્ટર

અલ્સ્ટર (Ulster) : આયર્લૅન્ડના ચાર પ્રાંતો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે 54° 35´ ઉ. અ. અને 7° 00´ પ.રે.ની આજુબાજુનો 21,778 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે નવ પરગણાંનો બનેલો છે; આ નવ પૈકીનાં છ પરગણાં યુ.કે.ના ભાગરૂપ ઉત્તર આયર્લૅન્ડનાં અને ત્રણ પરગણાં આયર્લૅન્ડ પ્રજાસત્તાકનાં છે. છ પરગણાંમાં…

વધુ વાંચો >

અવતલન

અવતલન (subsidence) : ભૂપૃષ્ઠની નાના કે મોટા પ્રદેશના પેટાળમાં ગરક થઈ જવાની, બેસી જવાની કે દબી જવાની ક્રિયા. આ માટેનાં કારણોમાં મુખ્યત્વે તો ભૂસંચલનક્રિયાને જવાબદાર લેખી શકાય અને એ સંદર્ભમાં જોતાં અવતલનને એક એવા પ્રકારનું ભૂસંચલન ગણાવી શકાય, જેમાં બેસી જતા ભાગની એક પણ બાજુ મુક્ત હોતી નથી. ભૂપૃષ્ઠનો ખડકજથ્થો…

વધુ વાંચો >

અવશિષ્ટ નિક્ષેપો

અવશિષ્ટ નિક્ષેપો (residual deposits-rocks) : વિભંજન અને વિઘટન જેવી ભૌતિક-રાસાયણિક ખવાણની સતત અસર હેઠળ ભૂપૃષ્ઠના ખડકો અને ખનિજ જથ્થાઓમાંનાં ઘટકદ્રવ્યો નરમ પડીને ક્રમે ક્રમે એકબીજાંથી મુક્ત થતાં જાય છે. આ પૈકીનાં આર્થિક દૃષ્ટિએ બિનજરૂરી ખનિજદ્રવ્યો દ્રાવણ સ્વરૂપે પાણીના પરિબળ દ્વારા અને સૂક્ષ્મ દ્રવ્યો પાણી તેમજ પવનના પરિબળ દ્વારા સ્થાનાંતરિત થતાં…

વધુ વાંચો >

અશ્મીલભવન

અશ્મીલભવન (petrification, petrifaction) : પ્રાણી કે વનસ્પતિની અશ્મિલ રૂપે (કે જીવાવશેષમાં) ફેરવાવાની ક્રિયા, અશ્મિલભૂત થવાની પ્રવિધિ. તે જીવાવશેષજાળવણી માટેના વિવિધ સંજોગો પૈકીની એક રીત છે. કેટલાક જળકૃત નિક્ષેપોમાં પ્રાચીન પ્રાણી કે વનસ્પતિનાં અંગઉપાંગ મૂળ સ્વરૂપે તેમજ સંરચનામાં જીવાવશેષરૂપે જળવાયેલાં જોવા મળતાં હોય છે; પરંતુ તેમના શારીરિક માળખાનું મૂળ દ્રવ્ય મોટેભાગે…

વધુ વાંચો >

અસંગતિ

અસંગતિ (unconformity) (ભૂસ્તરશાસ્ત્ર) : બે સ્તરશ્રેણી વચ્ચેની નિક્ષેપ – રચનાનો સાતત્યભંગ. જુદા જુદા પ્રકારની અસંગતિના અર્થઘટન માટે મુખ્યત્વે ત્રણ દૃષ્ટિબિંદુઓ લક્ષમાં લેવાય છે : (1) કાળ (time) : જે કાળગાળા દરમિયાન એક અસંગતિ-રચનાનો વિકાસ થઈ શકે, તેમાં બિલકુલ નિક્ષેપક્રિયા થતી નથી. આ સંકલ્પના નિક્ષેપક્રિયા અને કાળ બંનેને સાથે મૂલવે છે,…

વધુ વાંચો >

અહમદનગર (જિલ્લો)

અહમદનગર (જિલ્લો) : સ્થાન-સીમા-વિસ્તાર : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : તે આશરે 180 2૦´થી 190 55´ ઉ. અ. અને 730 4૦´થી 750 4૦´ પૂ. રે. વચ્ચેનો 17,૦48 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં નાસિક, ઉત્તર અને ઈશાનમાં ઔરંગાબાદ, પૂર્વમાં જાલના…

વધુ વાંચો >

અંગુલ

અંગુલ : ઓડિસાના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 210. ૦૦’ ઉ. અ. અને 850 ૦૦’ પૂ. રે. આજુબાજુનો 6375 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ અને કેન્દુઝાર, પૂર્વમાં ધેનકાનલ, દક્ષિણમાં ફુલબાની, પૂરી અને કટક તથા પશ્ચિમમાં બાલાંગીર, સંબલપુર અને…

વધુ વાંચો >

અંતર્ભેદકો

અંતર્ભેદકો (instrusions) : જૂના ખડકોમાં અંતર્ભેદન પામેલા અગ્નિકૃત ખડકોનાં લાક્ષણિક સ્વરૂપો. મૅગ્માજન્ય અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિ અને સ્થિતિ અન્ય ખડકપ્રકારો કરતાં જુદા પ્રકારની હોવાથી તેમનાં સ્વરૂપો પણ મૂળભૂત રીતે જ નિરાળાં હોય છે. તે ખડકો સ્તરરચનાવાળા ન હોવાથી તેમનાં વલણો જળકૃત ખડકોની જેમ નમનકોણવાળાં કે સ્તરનિર્દેશન દર્શાવતાં હોતાં નથી, તેથી તેમને…

વધુ વાંચો >