ગિરીશભાઈ પંડ્યા

અધોગામી ભૂગર્ભજળ

અધોગામી ભૂગર્ભજળ (vadose water) : ભૂગર્ભજળસપાટીથી અલગ પડતો અધોભૌમજળનો અંત:સ્રાવી વિસ્તાર (વાતન વિસ્તાર, zone of aeration). બીજો વિભાગ સંતૃપ્ત વિભાગ છે, જે ભૂગર્ભજળની સપાટીથી નીચે રહેલો છે. અધોગામી ભૂગર્ભજળવિસ્તારને જમીન-જળ, ગુરુત્વીય જળ તેમજ કેશિકાજળ જેવા ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે : જમીન-જળ (soil water) : ખડકોમાંનાં છિદ્રો અંશત: જળથી તો…

વધુ વાંચો >

અધોવળાંક અને ઊર્ધ્વવળાંક

અધોવળાંક અને ઊર્ધ્વવળાંક (synform and antiform) : રચનાત્મક દૃષ્ટિએ જટિલ ગોઠવણીવાળા ખડકસ્તરોના ક્ષેત્ર-અભ્યાસ દરમિયાન જ્યારે સ્તરોનું વય નક્કી કરી શકાય તેમ ન હોય ત્યારે અધોવાંક અને ઊર્ધ્વવાંક જેવી દેખાતી સંરચનાઓને કામચલાઉ અપાતાં નામ. સ્તરવિદ્યા(stratigraphy)ની દૃષ્ટિએ આ પર્યાયોને અધોવાંક (syncline) અને ઊર્ધ્વવાંક(anticline)ના વાસ્તવિક અર્થમાં સમજવાના નથી, પરંતુ આ નામો માત્ર એમના…

વધુ વાંચો >

અધોવાંક અને ઊર્ધ્વવાંક

અધોવાંક અને ઊર્ધ્વવાંક (syncline and anticline) : મુખ્ય ગેડપ્રકારો. કુદરતી સ્થિતિમાં ગેડરચનાનાં વિવિધ સ્વરૂપો જોવા મળતાં હોય છે. કેટલીક ગેડરચનાઓ તદ્દન સરળ પ્રકારની તો કેટલીક ઓછીવત્તી ગૂંચવણભરી સ્થિતિ દર્શાવતી હોય છે. મોટા ભાગની ગેડરચનાઓ મુખ્યત્વે અધોવાંક અને ઊર્ધ્વવાંક જેવાં બે સ્વરૂપોમાં જોવા મળે છે. અધોવાંક : આ એવા પ્રકારની ગેડ…

વધુ વાંચો >

અનેકરંગિતા

અનેકરંગિતા (iridescence) : કેટલાંક ખનિજોમાં જોવા મળતા વિવિધ રંગદર્શનનો ભૌતિક ગુણધર્મ. રંગવૈવિધ્યની આ પ્રકારની ઘટના ઓપલ જેવાં રત્નો, છીપલાં તથા પીંછાંની દાંડી પર વિશિષ્ટપણે જોવા મળે છે. 1,500થી 3,000 Åના વ્યાસવાળા ગોળ કણોની અતિસૂક્ષ્મ પડરચનાને કારણે કીમતી ઓપલમાં આ પ્રકારના રંગવૈવિધ્યની જમાવટ થતી હોય છે. સામાન્ય ઓપલમાં નિયમિત પડરચના થતી…

વધુ વાંચો >

અપઘર્ષક ખનિજો

અપઘર્ષક ખનિજો (abrasive minerals) : અપઘર્ષક તરીકે વપરાતાં ખનિજો. બંધારણની દૃષ્ટિએ ભિન્નતા ધરાવતાં હોવા છતાં ખનિજો કે ખડકો જો કઠિનતા પરત્વે સમાનધર્મી હોય તો તેમને તેમની મૂળ કુદરતી સ્થિતિમાં જ અપઘર્ષકો તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આવાં કુદરતી ખનિજોમાંથી હવે તો કૃત્રિમ અપઘર્ષકો પણ તૈયાર કરી ઉપયોગમાં લેવાય છે. કઠિનતા,…

વધુ વાંચો >

અપવિલયન

અપવિલયન (exsolution) : દ્રાવણમાંના ઘટકોનું એકબીજાથી આપોઆપ અલગ થવું તે. અતિસંતૃપ્તિને કારણે બે સ્ફટિકમય તબક્કાના અલગીકરણની ઘટનાને દર્શાવવા માટે ઍલિંગે અપવિલયન પર્યાય સૂચવ્યો છે. બે ઘટકો એકબીજામાં ઓગળીને એકરૂપ થતા હોય તેનાથી નીચા તાપમાને દ્રાવણને લાંબો સમય રાખતાં સ્તર (પતરીઓ, lamella) સ્વરૂપે સ્ફટિકીકરણ થાય છે. ખનિજસ્ફટિકી-કરણનો આ રીતે થતો આંતરવિકાસ…

વધુ વાંચો >

અબરખ અને અબરખ વર્ગ

અબરખ અને અબરખ વર્ગ (mica family) : એક જાણીતું ખડકનિર્માણ ખનિજ અને તેના જેવા જ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતાં ખનિજોનું જૂથ. વર્ગીકૃત ખનિજ—સિલિકેટ પૈકીનું ફાયલોસિલિકેટ. શીટ પ્રકારની અણુ સંરચના. સ્ફટિકવર્ગ મોનોક્લિનિક. સ્ફટિકમયતા : પારદર્શક, લોહ-મૅગ્નેશિયમ તત્વોના ડાઘવાળું, ક્વચિત્ પારભાસક (transluscent) કે અપારદર્શક. રંગ : રંગવિહીન, રૂપેરી, આછો ગુલાબી, આછો…

વધુ વાંચો >

અભિવૃદ્ધિ

અભિવૃદ્ધિ (accretion) : નદીનાં જળ દ્વારા વહન થતા કણોની નિક્ષેપક્રિયાને પરિણામે જૂની ભૂમિમાં થતી નવી ભૂમિની ક્રમિક વૃદ્ધિ. અકાર્બનિક દ્રવ્યજથ્થાના સંદર્ભમાં અભિવૃદ્ધિ એક એવી પ્રવિધિ ગણાય છે, જેમાં તેનો બહારનો ભાગ તાજા કણોના ઉમેરાતા જવાથી વિકસીને વૃદ્ધિ પામતો જતો હોય. અભિવૃદ્ધિ-શિરાઓ (accretion veins) : ખનિજીકરણ પામતા જતા વિભાગોમાં વિશિષ્ટ સંજોગો…

વધુ વાંચો >

અભિશોષણ (ભૂસ્તર)

અભિશોષણ (ભૂસ્તર) (assimilation) : એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં શોષાવાની, એકરૂપ થવાની કે આત્મસાત્ થવાની ક્રિયા. અભિશોષણ એ એવા પ્રકારની ગલન અને દ્રાવણની પ્રક્રિયા છે, જેમાં ઇતર (foreign) દ્રવ્ય, પછી તે ઘન હોય કે ન હોય, મૅગ્મામાં કે ઠરતા જતા અગ્નિકૃત ખડકમાં ભળવાની ક્રિયા કરે છે. અધૂરું અભિશોષણ મૅગ્મામાં કે તૈયાર…

વધુ વાંચો >

અમદાવાદ (જિલ્લો)

અમદાવાદ (જિલ્લો) : સ્થાન, સીમા અને વિસ્તાર : ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને મહાનગર. તે 210 48’થી 230 30′ ઉ. અ. અને 710 37’થી 730 02′ પૂ. રે. વચ્ચેનો 8,707 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ગાંધીનગર અને મહેસાણા, ઈશાનમાં…

વધુ વાંચો >