ગિરીશભાઈ પંડ્યા

હોશિયારપુર

હોશિયારપુર : પંજાબ રાજ્યના ઈશાન ભાગમાં હિમાચલ પ્રદેશની સીમા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 32´ ઉ. અ. અને 75° 54´ પૂ. રે.ની આજુબાજુનો 3,403 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર લંબગોળ છે અને પૂર્વમાં સતલજ નદીથી ઉત્તરમાં બિયાસ નદી…

વધુ વાંચો >

હૉસમેન્નાઇટ

હૉસમેન્નાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : Mn2+2Mn+4O4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગોનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો સ્યૂડો-ઑક્ટાહેડ્રલ. અન્યોન્ય ચોંટેલા દાણાદાર જથ્થા રૂપે. યુગ્મતા (112) ફલક પર સામાન્ય, પાંચ યુગ્મપટ્ટીઓમાં આવર્તિત; પર્ણાકાર યુગ્મો પણ મળે. કઠિનતા : 5.5. ઘનતા : 4.84. સંભેદ : (001) પર પૂર્ણ, (112) પર તેમજ (011) પર…

વધુ વાંચો >

હૉંગકૉંગ (Hong Kong)

હૉંગકૉંગ (Hong Kong) : ચીનના અગ્નિભાગમાં દરિયાકાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22° 20´ ઉ. અ. અને 114° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,091 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. જળવિસ્તાર સહિત તેનું કુલ ક્ષેત્રફળ 2916 ચોકિમી. જેટલું થાય છે. આ શહેર ગુઆંગ ઝોઉ અથવા ઝિયાંગ ગાંગ(જૂનું નામ કૅન્ટોન)થી અગ્નિકોણમાં…

વધુ વાંચો >

હ્યુરોન

હ્યુરોન : યુ.એસ.ના દક્ષિણ ડાકોટા રાજ્યના પૂર્વમધ્યભાગમાં આવેલું શહેર તથા બીડલ પરગણાનું મથક. ભૌગોલિક સ્થાન : 44° 21´ ઉ. અ. અને 98° 12´ પ. રે.. તે જેમ્સ નદીને કાંઠે વસેલું છે. આ શહેરનું હ્યુરોન નામ હ્યુરોન નામની ઇન્ડિયન જાતિ પરથી પડેલું છે. શિકાગોના વિભાગીય મુખ્યમથક તરીકે તેમજ ત્યાંની નૉર્થ વેસ્ટર્ન…

વધુ વાંચો >

હ્યુલેન્ડાઇનટ (heulandite)

હ્યુલેન્ડાઇનટ (heulandite) : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : (Ca, Na2)Al2Si7O18·6H2O. સ્ફ. વર્ગ : મોનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટ્રેપેઝોઇડલ, મેજઆકાર(010)ને સમાંતર, જૂથમાં મળતા સ્ફટિકો ક્યારેક ઓછા સમાંતર; દળદાર અને દાણાદાર પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : પૂર્ણ (010) ફલક પર. પ્રભંગ : ખરબચડો, બરડ. ચમક : કાચમય; (010) ફલક…

વધુ વાંચો >

હ્યૂસ્ટન (Houston)

હ્યૂસ્ટન (Houston) : યુ.એસ.ના ટેક્સાસ રાજ્યનું મોટામાં મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 29° 45´ ઉ. અ. અને 95° 21´ પ. રે.. તે ટેક્સાસ રાજ્યના અગ્નિભાગમાં મેક્સિકોના અખાતથી આશરે 80 કિમી. અંતરે આવેલું છે. કિનારાથી અંદરના ભૂમિભાગમાં તે આવેલું હોવા છતાં પણ દુનિયાનાં મુખ્ય દરિયાઈ બંદરો પૈકીના એક તરીકે…

વધુ વાંચો >

હ્રોડોક્રોસાઇટ (Rhodochrosite)

હ્રોડોક્રોસાઇટ (Rhodochrosite) : મૅંગેનીઝનું ગૌણ ખનિજ. રાસા. બં. : MnCO3 (MnO = 61.7 %, CO2 = 38.3 %). સ્ફ. વર્ગ : હૅક્ઝાગોનલ. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો ર્હોમ્બોહેડ્રલ; ભાગ્યે જ પ્રિઝમેટિક, સ્કેલેનોહેડ્રલ કે જાડા મેજઆકાર. સામાન્યપણે દળદાર, ઘનિષ્ઠથી સ્થૂળ દાણાદાર. અધોગામી, દ્રાક્ષનાં ઝૂમખાં જેવા કે ગોલકો જેવા પણ મળે. પારદર્શકથી પારભાસક.…

વધુ વાંચો >

હ્રાયોલાઇટ

હ્રાયોલાઇટ : જ્વાળામુખી-ખડકો પૈકીનો ઍસિડિક પ્રકાર. ગ્રૅનાઇટનો સમકક્ષ જ્વાળામુખી-પ્રકાર. આલ્કલી ફેલ્સ્પાર અને મુક્ત સિલિકા(ક્વાર્ટ્ઝ, ટ્રિડિમાઇટ કે ક્રિસ્ટોબેલાઇટ) વધુ પ્રમાણ તેમજ શ્યામરંગી મૅફિક ખનિજો(બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ કે પાયરૉક્સીન)ના ગૌણ પ્રમાણથી બનેલો, આછા રંગવાળો, સૂક્ષ્મ સ્ફટિકમય કે અદૃષ્ટ સ્ફટિકમય (aphanatic) જ્વાળામુખી-ઉત્પત્તિજન્ય ખડક. જ્યારે આલ્કલી ફેલ્સ્પારના પ્રમાણ કરતાં સોડિક ફેલ્સ્પારનું પ્રમાણ વધી જાય ત્યારે…

વધુ વાંચો >

હવાંગ (Hwange)

હવાંગ (Hwange) : પશ્ચિમ ઝિમ્બાબ્વેના ઉત્તર પ્રાંતનું નગર. જૂના વખતમાં તે વૅન્કલ નામે ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન : 18° 22´ દ. અ. અને 26° 29´ પૂ. રે.. અહીં નજીકમાં કોલસો મળી આવ્યો હોવાથી 1900ના અરસામાં તે સ્થપાયેલું; એ વખતે ત્યાં વસતા અબાનાન્ઝા લોકોના સરદાર વ્હાંગાના નામ પરથી તેનું નામ પડેલું.…

વધુ વાંચો >