ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ

પોલાદ

પોલાદ : લોખંડ (Fe) અને ૦.૦2થી 1.7% સુધી કાર્બન (C) ધરાવતી મિશ્રધાતુ. પોલાદના ગુણધર્મો પર કાર્બન ભારે અસર કરતું તત્ત્વ હોઈ તેનું પ્રમાણ ૦.૦1%ની ચોકસાઈ સુધી દર્શાવવું આવશ્યક છે. ભરતર (cast) લોખંડમાં સામાન્ય રીતે 4.5% C હોય છે. જોકે લોખંડમાં કાર્બનની મિશ્ર થવાની સીમા 6.67% ગણાય છે. કાર્બન ઉમેરવાથી લોખંડ…

વધુ વાંચો >

પૉલિશક્રિયા

પૉલિશક્રિયા : વસ્તુની સપાટીને લીસી, ચકચકિત કરવી તે. કોઈ પણ વસ્તુને પૉલિશ કરવાથી તે વધુ આકર્ષક બને છે. અમુક વપરાશની ચીજોમાં પૉલિશક્રિયાનું મહત્ત્વ સવિશેષ હોય છે; દા.ત., ફર્નિચરની ચીજો, ગાડી, ટીવીનું કૅબિનેટ વગેરે. માત્ર વસ્તુ વધુ આકર્ષક બને તે માટે જ પૉલિશક્રિયા કરવામાં આવે છે તેવું નથી. પૉલિશક્રિયાને કારણે વસ્તુની…

વધુ વાંચો >

પ્રકાશ-આયોજન

પ્રકાશ-આયોજન : નિર્ધારિત સ્થળે જરૂરિયાત પ્રમાણે પ્રકાશ મળી રહે તે માટેની વ્યવસ્થા. નિયત સ્થળે જે કાર્ય કરવાનું હોય તે માટે જરૂરી પ્રમાણમાં પ્રકાશ મળી રહે તે જરૂરી હોય છે. ઘર, ઑફિસ, કારખાનું, વાચનસ્થળ, શાળાઓ, હૉસ્પિટલો (હૉસ્પિટલોમાંનાં ઑપરેશન-થિયેટરો), પુસ્તકાલયો, ચલચિત્ર ઉતારવાનાં સ્થળો–સ્ટુડિયો એમ અનેક પ્રકારનાં સ્થળો માટે જુદી જુદી તીવ્રતાના પ્રકાશની…

વધુ વાંચો >

પ્રદૂષણ (pollution)

પ્રદૂષણ (pollution) માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક દ્રવ્યોના પ્રવેશ દ્વારા તથા કેટલીક કુદરતી ઘટનાઓની અસર રૂપે પર્યાવરણના સમતોલનને જોખમાવતી પ્રક્રિયા. પ્રદૂષણનું વર્ગીકરણ આ પ્રમાણે થઈ શકે : (i) વાયુ-પ્રદૂષણ, (ii) જળ-પ્રદૂષણ, (iii) રાસાયણિક પ્રદૂષણ, (iv) ભૂ-ઓઝોન-પ્રદૂષણ, (v) ભૂમિ-પ્રદૂષણ, (vi) ધ્વનિ-પ્રદૂષણ, (vii) કિરણોત્સર્ગી પ્રદૂષણ અને (viii) ઉષ્મીય પ્રદૂષણ. (i)…

વધુ વાંચો >

પ્લાસ્ટિક-ઉદ્યોગ

પ્લાસ્ટિક-ઉદ્યોગ ધાતુઓ તથા અન્ય પદાર્થોની જગાએ વિવિધ ક્ષેત્રે ઉપયોગમાં લઈ શકાતા, એક પ્રકારના બહુલકો(polymers)ના ઉત્પાદન માટેનો ઉદ્યોગ. પ્લાસ્ટિકની બનેલી ચીજો ઘરગથ્થુ વપરાશ, ઉપરાંત શાળા, કૉલેજ કે હૉસ્પિટલ જેવી સંસ્થાઓમાં; બાગ-બગીચા કે ખેતીવાડીમાં; વાહનવ્યવહાર અને ઇજનેરી બાંધકામમાં; રંગ, રસાયણ, રમકડાં, સૌંદર્યપ્રસાધન તથા દવા-ઉદ્યોગમાં; પ્રસારણ-માધ્યમોમાં – એમ અનેક ક્ષેત્રોમાં વપરાય છે. પૅકેજિંગ…

વધુ વાંચો >

પ્લાસ્ટિસાઇઝર

પ્લાસ્ટિસાઇઝર : બહુલકના અણુના આંતરિક રૂપાંતર દ્વારા અંતિમ નીપજની નમ્યતા (flexibility) કે સુઘટ્યતા (plasticity), કઠોરતા (toughness) કે ર્દઢતા (rigidity) તથા ભેજ અને તાપમાન સામેની પ્રતિકારકતા વધારવા માટે તેમજ પ્રક્રમણ (processing) સરળ બનાવવા માટે ઉચ્ચ-બહુલકમાં ઉમેરવામાં આવતો કાર્બનિક પદાર્થ. બહુલકમાંના અણુઓ દ્વિતીયક સંયોજકતા-બંધ વડે એકસાથે જોડાયેલા હોય છે. પ્લાસ્ટિસાઇઝર તેમાંના કેટલાકનું…

વધુ વાંચો >

ફૂંકણી

ફૂંકણી : ધાતુ, વાંસ કે લાકડાની પોલી નળી, જેના દ્વારા હવા ફૂંકીને છાણાં, લાકડાં કે કોલસાનું દહન તીવ્ર બનાવાય છે. ગામડાંની સ્ત્રીઓ ચૂલાનો અગ્નિ જલાવવામાં અને સોની લોકો પણ છાણાં કે કોલસાને સળગાવવામાં ફૂંકણીઓનો ઉપયોગ કરે છે. ધાતુઓના રેણકામમાં તેમજ કાચના કામમાં પણ ધાતુની ફૂંકણીઓ વપરાય છે. ફૂંકણીઓનો આ પ્રકારનો…

વધુ વાંચો >

ફેરોએલૉય

ફેરોએલૉય : ધાતુમિશ્રિત પોલાદ (alloy steels) ઉત્પન્ન કરવા માટે પોલાદના પિગળણ(melt)માં ઉમેરવામાં આવતી મિશ્ર ધાતુઓનો અગત્યનો સમૂહ. સામાન્ય રીતે આવી મિશ્ર ધાતુમાં લગભગ 50 % જેટલી લોહધાતુ (iron, Fe) અને બાકી એક કે વધુ ધાતુ તેમજ અધાતુ તત્વો હોય છે. ફેરોએલૉયનું ગલનબિંદુ તેમાં આવેલ શુદ્ધ ધાતુ કરતાં ઓછું હોય છે.…

વધુ વાંચો >

ફૉર્ડ, હેન્રી

ફૉર્ડ, હેન્રી (જ. 30 જુલાઈ 1863; અ. 7 એપ્રિલ 1947) : વિશ્વના શરૂઆતના અગ્રણી મોટરકાર-ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા. નવી તકનીકોનો ઉપયોગ, વેતનદરમાં વૃદ્ધિ અને બજારોનું વિસ્તૃતીકરણ એ ત્રણ બાબતો  તેમણે કંડારેલી ઔદ્યોગિક ક્રાંતિના પાયા ગણાયા. ફૉર્ડનું યાદગાર પ્રદાન તે તેમણે મોટરકારના જથ્થાબંધ ઉત્પાદન(mass production)માં વર્ષ 1913માં વિશ્વનો પ્રથમ ‘એસેમ્બલી…

વધુ વાંચો >

ફૉસ્ફર બ્રૉન્ઝ

ફૉસ્ફર બ્રૉન્ઝ : સૂક્ષ્મમાત્રામાં ફૉસ્ફરસ (P) ઉમેરીને કઠણ અને મજબૂત બનાવાયેલું કાંસું. કાંસું એ તાંબા (Cu) અને કલાઈ(Sn)ની મિશ્રધાતુ છે. મહત્વની ર્દષ્ટિએ પિત્તળ પછી બીજા ક્રમે તે આવે છે. તેમાં 4 %થી 10 % Sn, અને 0.05 %થી 1 % P હોય છે. આ ફૉસ્ફરસ વિઑક્સીકરણનું કાર્ય કરે છે. બ્રૉન્ઝ…

વધુ વાંચો >