ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ
નમ્યદંડ (flexible shaft)
નમ્યદંડ (flexible shaft) : શાફ્ટ બે પ્રકારની છે. નમ્ય અને અનમ્ય. શાફ્ટનું કાર્ય મુખ્યત્વે મશીનમાં એક જગાએથી બીજી જગાએ ગતિ કે યાંત્રિક શક્તિનું પરિવહન કરવું તે છે. શાફ્ટ પર ગરગડી કે દાંતાચક્રો લગાવાય છે અને તેની દ્વારા ગતિનું પરિવહન એક શાફ્ટથી બીજી શાફ્ટ પર થાય છે. જરૂરિયાત પ્રમાણે શાફ્ટને એક…
વધુ વાંચો >નિભાડો
નિભાડો : પ્રાચીન કાળથી માટીનાં વાસણો તેમજ ઈંટોને પકવવા માટે વપરાતી એક પ્રકારની ભઠ્ઠી. કુંભાર લોકો સદીઓથી માટલાં, કોઠી, નળિયાં જેવાં માટીનાં પાત્રોને પકવવા માટે નિભાડાનો ઉપયોગ કરતા આવ્યા છે અને હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં તેનો વપરાશ ચાલુ છે. નિભાડાની ખાસિયત એ છે કે તેમાં બહુ ઊંચું તાપમાન મળતું નથી,…
વધુ વાંચો >નૉટિકલ માઈલ
નૉટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો લંબાઈ એકમ. નૉટિકલ માઈલ એ પૃથ્વીના કેન્દ્રમાંથી એક અંશ(degree)ના સાઠમા ભાગ(એટલે કે એક મિનિટ)ના ખૂણાની ચાપ(arc)ની પૃથ્વીની સપાટી પરની લંબાઈ, જે 6080 ફૂટ (1.15 માઈલ અથવા 1.85 કિમી.) થાય. નૉટિકલ માઈલ મૂળ ‘નૉટ’ શબ્દ સાથે સંબંધ ધરાવે છે. નૉટ એ વહાણોની ગતિ માપવાનો એકમ…
વધુ વાંચો >પરિછિદ્રક (reamer)
પરિછિદ્રક (reamer) : દાગીનામાં પાડેલા છિદ્રને સાફ કરી (વધુ સારું પૃષ્ઠ-સમાપન મેળવી), તેનાં પરિમાણો વધુ ચોક્કસ મેળવવા માટેનું સાધન. પ્રથમ ડ્રિલિંગ કર્યા પછી પરિછિદ્રક અથવા રીમર વપરાય છે. પરિછિદ્રકમાં શારડી(ડ્રિલ)નાં પાનાં કરતાં કર્તનધારો વધારે સંખ્યામાં હોય છે; પરંતુ ડ્રિલિંગમાં ધાતુ જેટલા પ્રમાણમાં છોલાય તેના કરતાં રીમિંગમાં ઓછી છોલાય છે; કારણ…
વધુ વાંચો >પરિવહન
પરિવહન માનવી તેમ જ માલસામાનને લાવવા – લઈ જવા (યાતાયાત) માટે વપરાતાં સાધનો અને સગવડોને લગતી બાબત. આદિકાળથી માનવીની ભૌતિક સુખસુવિધામાં, માનવીની તેમજ તેને ઉપયોગી માલસામાનની પરિવહનગત સાનુકૂળતાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. આ કારણે પરિવહનનાં સાધનોમાં સતત વિકાસ થતો રહ્યો છે. પરિવહન માટે પ્રાચીન કાળમાં પશુઓનો ઉપયોગ થતો. ત્યારથી…
વધુ વાંચો >પંડ્યા (ડૉ.) અનંત હીરાલાલ
પંડ્યા, (ડૉ.) અનંત હીરાલાલ (જ. 11 જુલાઈ 1909, ભાવનગર; અ. 1 જૂન 1951, કોલકાત્તા) : ગુજરાતના ઉત્તમ કોટીના ઇજનેર, શિક્ષણકાર. પિતાએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેલો અને તેઓ કૃષિ-ઇજનેર હતા. બાલ્યાવસ્થામાં તેઓ મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને સરદાર પૃથ્વીસિંહ(ક્રાંતિકાર)ને મળ્યા હતા. સર્જનાત્મકતા, સ્વતંત્ર વિચારો અને રાષ્ટ્રીય ભાવનાના ગુણોને લીધે તેઓ નાનપણથી…
વધુ વાંચો >પુલ (bridge)
પુલ (bridge) : નદી, નહેર, ખાડી કે રેલવેલાઇનને ઓળંગવા માટે તૈયાર કરાતું બાંધકામ. પુલને લીધે એ ઓળંગવું સહેલું બને છે અને વાહનવ્યવહાર ઝડપી બને છે. પુલનો મહિમા માનવજાતના ઇતિહાસ સાથે ઘણા લાંબા-પુરાણા કાળથી સંકળાયેલો છે. રામાયણમાં શ્રીરામ વાનરસેનાની મદદથી રામેશ્વર પાસે પુલ બાંધી ખાડી ઓળંગીને લંકા પહોંચે છે તે વાત…
વધુ વાંચો >