ખનિજ ઇજનેરી

સૅનિડિનાઇટ

સૅનિડિનાઇટ : ઓછી વિકૃતિ પામેલા અમુક પ્રકારના નિક્ષેપો પર થતી ઉચ્ચ કક્ષાની સંસર્ગવિકૃતિ તેમજ ઉષ્ણબાષ્પપ્રક્રિયા દ્વારા ઉદ્ભવતો ખડકજૂથ-પ્રકાર. મોટેભાગે આર્જિલાઇટ જેવા મૃણ્મય ખડક પ્રકારો જ્વાળામુખી-કંઠ(નળી)માં કે પ્રસ્ફુટન પામતા લાવામાં સામેલ થાય ત્યારે આ પ્રકારનો ખડક તૈયાર થાય છે. જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલા લાશર સરોવર-વિસ્તારમાં આવું ખડકજૂથ જોવા મળે છે. આ…

વધુ વાંચો >

સૅન્સી

સૅન્સી : ભારતીય ઉત્પત્તિ ધરાવતો અગ્નિજ્વાળા સમો દેખાતો તેજસ્વી પાણીદાર હીરો. તેનો મૂળ આકાર પીચના ફળ જેવો અને વજન 55 કૅરેટ જેટલું છે. તેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોમાંચક છે. તે ઘણાં શાહી કુટુંબોમાં ફરતો રહ્યો છે. ટર્કીમાંના ફ્રેન્ચ એલચી નિકોલસ હાર્લે દ સૅન્સીએ આશરે 1570ના ગાળામાં તેને કૉન્સ્ટન્ટિનોપલમાં ખરીદેલો.…

વધુ વાંચો >

સેલેનાઇટ (Selenite)

સેલેનાઇટ (Selenite) : ચિરોડીનો સ્પષ્ટ સ્ફટિક પ્રકાર. રાસા. બં. : CaSO4.2H2O. તેના બધા જ ગુણધર્મો ચિરોડીને મળતા આવે છે. તેનાં વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે : રંગવિહીન, પારદર્શક, ક્યારેક તે મોટા પત્રવત્ સ્વરૂપમાં પણ મળે. સામાન્યપણે નમનીય, તેથી રેસાદાર પ્રભંગ આપે; પરંતુ ફ્રાન્સના પૅરિસ નજીકમાંથી મળતી તેની જાત બરડ હોય…

વધુ વાંચો >

સૉલ્ટપીટર (Saltpetre)

સૉલ્ટપીટર (Saltpetre) : ખનિજનો એક પ્રકાર. મીઠા(લવણ)નો સ્વાદ ધરાવતો સફેદ રંગનો ભૂકો જે માંસના ખોરાકને લાંબા સમય સુધી સાચવવામાં વપરાય છે. રાસાયણિક બંધારણ : KNO3. તેને નાઇટર નામથી પણ ઓળખાય છે. રસાયણશાસ્ત્રીઓ તેને પોટૅશિયમ નાઇટ્રેટ કહે છે. સામાન્ય રીતે તે ચૂનાખડક ગુફાઓમાં મળે છે. ઔદ્યોગિક ક્ષેત્રે સૉલ્ટપીટરનો ઉપયોગ દીવાસળીઓ, ગનપાઉડર,…

વધુ વાંચો >

સ્પોડ્યુમિન (spodumene)

સ્પોડ્યુમિન (spodumene) : સ્ફુલિંગમણિ પાયરોક્સિન વર્ગનું ખનિજ. તે ટ્રાયફેન નામથી પણ ઓળખાય છે. રાસા. બંધારણ : LiAlSi2O6 – લિથિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટ. તે લિથિયમનું ધાતુખનિજ છે અને સીરેમિક દ્રવ્યો માટેનો સ્રોત ગણાય છે. આ ખનિજ  સામાન્ય રીતે લિથિયમધારક ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં રહેલું હોય છે. તે જ્યારે પારદર્શક, તેજસ્વી અને કાચ જેવી ચમકવાળું હોય…

વધુ વાંચો >

સ્ફૂર સંદીપ્તિ

સ્ફૂર સંદીપ્તિ : જુઓ પ્રસ્ફુરણ.

વધુ વાંચો >

હમાઇટ (હ્યુમાઇટ  Humite)

હમાઇટ (હ્યુમાઇટ  Humite) : સ્ફટિકરચના અને રાસાયણિક બંધારણનું ઘનિષ્ઠ સંકલન અને સંબંધ ધરાવતી મૅગ્નેશિયમ નેસોસિલિકેટ ખનિજોની શ્રેણી. દક્ષિણ ઇટાલીના દ્વીપકલ્પ પર આવેલ વિસુવિયસ પર્વતમાં સને 079માં જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. જ્વાળામુખીના વિસ્ફોટ દરમિયાન Humite નામનું ખનિજ પર્વતની આજુબાજુના વિસ્તારમાં પથરાયેલું જોવા મળે છે. નીચેની સારણીમાં બતાવ્યા મુજબ આ શ્રેણીમાં ચાર ખનિજોનો…

વધુ વાંચો >

હરતાલ (orpiment)

હરતાલ (orpiment) : આર્થિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં આર્સેનિક(સોમલ)નાં ત્રણ ખનિજો આર્સેનોપાયરાઇટ, હરતાલ(ળ) અને રિયલગાર પૈકીનું એક. તેને હરિતાલ પણ કહે છે. રાસા. બં. : As2S3 – આર્સેનિક ટ્રાયસલ્ફાઇડ, તેમાં આર્સેનિકની ટકાવારી 61.0 % અને ગંધકની 39 % જેટલી હોય છે. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો વિરલ, મોટે…

વધુ વાંચો >

હુબ્નેરાઇટ

હુબ્નેરાઇટ : MnWO4 રાસાયણિક બંધારણ ધરાવતું ખનિજ. વુલ્ફ્રેમાઇટ ઘન દ્રાવણ શ્રેણીનો મૅંગેનીઝધારક ખનિજ-પ્રકાર. તેમાં સામાન્યત: અલ્પ પ્રમાણમાં લોહમાત્રા હોય છે. તે મૉનોક્લિનિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. હુબ્નેરાઇટ ટંગસ્ટન ધાતુના ઉત્પાદન માટે મુખ્ય કાચી ધાતુ (ore) છે. હુબ્નેરાઇટ નીચે મુજબના આગવા ગુણધર્મોથી તેના ખનિજ familyથી અલગ પડે છે અને આ…

વધુ વાંચો >

હેક્ઝાગોનલ વર્ગ

હેક્ઝાગોનલ વર્ગ ખનિજ સ્ફટિકોના છ સ્ફટિક વર્ગો પૈકીનો એક. આ વર્ગમાં સમાવિ+ષ્ટ તમામ સ્ફટિકોને ચાર સ્ફટિક અક્ષ હોય છે, તે પૈકીના ત્રણ સરખી લંબાઈના અને ક્ષિતિજસમાંતર સ્થિતિમાં હોય છે, તે ત્રણે એકબીજાંને 120°ને ખૂણે કાપે છે. સરખી લંબાઈના હોવાથી તે ‘a’ સંજ્ઞાથી ઓળખાય છે; આગળ ડાબેથી પાછળ જમણી તરફ જતો…

વધુ વાંચો >