ખગોળ

વિહ્રસિત દ્રવ્ય (Degenerate Matter)

વિહ્રસિત દ્રવ્ય (Degenerate Matter) : કણવાદ (quantum theory) અનુસાર ધરીભ્રમણ ક્વૉન્ટમ અંક (spin quantum number) ½ ધરાવતા કણોના સમૂહ માટે ખાસ સંજોગોમાં સર્જાતી દ્રવ્યની એક વિશિષ્ટ પરિસ્થિતિ. આ પરિસ્થિતિમાં આવેલ કણો (ખાસ કરીને તો ઇલેક્ટ્રૉન) ધરાવતો પદાર્થ વિસ્મયજનક લાગે એવા કેટલાક ભૌતિક ગુણધર્મો દર્શાવે છે. સૈદ્ધાંતિક રીતે તો ધરીભ્રમણ ક્વૉન્ટમ…

વધુ વાંચો >

વૃશ્ચિક ઍક્સ-1 (Scorpius X-1 અથવા Sco X-1 અથવા V 818)

વૃશ્ચિક ઍક્સ-1 (Scorpius X-1 અથવા Sco X-1 અથવા V 818) : અંતરિક્ષમાંથી ઍક્સરે (ક્ષ-કિરણો) ઉત્સર્જિત કરતો મળી આવેલો પહેલો સ્રોત. આમ તો ખગોળશાસ્ત્રીઓને ખબર હતી કે સૂર્ય ક્ષ-કિરણોનું ઉત્સર્જન કરે છે; પણ આકાશના, સૌરમંડળની બહારના, આપણા તારાવિશ્વ એટલે કે આકાશગંગા કે મંદાકિની વિશ્વ(ગૅલેક્સી)માં આવેલા અન્ય પિંડ પણ ક્ષ-કિરણોનું આવું શક્તિશાળી…

વધુ વાંચો >

વૃશ્ચિક રાશિ/તારામંડળ (Scorpion) સંક્ષેપ (Sco)

વૃશ્ચિક રાશિ/તારામંડળ (Scorpion) સંક્ષેપ (Sco) : દક્ષિણ દિશામાં આવેલું ઘણું મોટું તારામંડળ. તેનું કદ આશરે 497 ચોરસ અંશ (square degrees) છે અને આકાશનો લગભગ 1.204 ટકા જેટલો વિસ્તાર રોકે છે. બહુ ઓછાં તારામંડળ તેમના નામ પ્રમાણે આકાર ધરાવતાં હોય છે, તેમાંનું આ એક છે. તેનો આકાર હૂબહૂ વીંછી જેવો છે.…

વધુ વાંચો >

વૃષપર્વા પ્રકારના પરિવર્તનશીલ તારાઓ (cepheid variables)

વૃષપર્વા પ્રકારના પરિવર્તનશીલ તારાઓ (cepheid variables) : પરિવર્તનશીલતા દર્શાવતા તારાઓનો વર્ગ. વૃષપર્વા તારામંડળ(cepheus constellation)માં એક વિશિષ્ટ પ્રકારનો પરિવર્તનશીલ (variable) તારો છે, અને તેના પરથી આ પ્રકારની પરિવર્તનશીલતા દર્શાવતા તારાઓના વર્ગને વૃષપર્વા પ્રકારના પરિવર્તનશીલ તારાઓ (cepheid variables) એવું નામ અપાયું છે. એક દિવસથી માંડીને સપ્તાહ જેવા સમયગાળે નિયમિત સ્વરૂપે તેજસ્વિતાનો ફેરફાર,…

વધુ વાંચો >

વૃષભ (taurus)

વૃષભ (taurus) : રાશિચક્રમાં બીજા ક્રમે આવતી રાશિ. પૃથ્વીની સૂર્ય ફરતી કક્ષાગતિને કારણે, આકાશી ગોલક પર વર્ષ દરમિયાન સૂર્યનું સ્થાન તારાગણસંદર્ભે આશરે હરરોજ 1° જેટલું પૂર્વ તરફ સરકતું જણાય છે અને આકાશના જે વર્તુળાકાર માર્ગ પર સૂર્યની આ ગતિ જણાય તે ક્રાંતિવૃત્ત (eliptic) કહેવાય છે. આ ક્રાંતિવૃત્તના 30°નો એક, એવા…

વધુ વાંચો >

વેગક્ષય પ્રાચલ (deceleration parameter)

વેગક્ષય પ્રાચલ (deceleration parameter) : વિસ્તરણ-ગતિના ઘટાડાનો દર. ગઈ સદીની શરૂઆતમાં સિફર (Sipher) નામના ખગોળવિજ્ઞાનીએ ચાલીસ જેટલાં તારાવિશ્ર્વો(galaxies)ના વર્ણપટની રેખાઓમાં જણાતા ડૉપ્લર (doppler) ચલનના અભ્યાસ પરથી તારવ્યું કે આપણા તારાવિશ્વ આકાશગંગાની નજીકનાં આ તારાવિશ્ર્વોમાંથી મોટાભાગનાં તારાવિશ્ર્વો પૃથ્વીથી દૂર જઈ રહ્યાં છે. ત્યારબાદ હ્યુમસન (Humason) અને હબ્બલ (Hubble) નામના ખગોળવિજ્ઞાનીઓએ વધુ…

વધુ વાંચો >

વેણુબાપુ, એમ. કે.

વેણુબાપુ, એમ. કે. (જ. 10 ઑગસ્ટ 1927, ચેન્નાઈ; અ. 1982) : સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે રસ-રુચિ ધરાવનાર ભારતના પ્રખર ખગોળવિદ. તેમના પિતાશ્રી હૈદરાબાદની નિઝામિયા વેધશાળામાં નોકરી કરતા હતા. આથી વેણુબાપુને આ વેધશાળાની મુલાકાતે અવારનવાર જવાનું થતું હતું. ત્યાં ટેલિસ્કોપ અને અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો જોવાનો એમને લહાવો મળતો હતો. પરિણામે…

વધુ વાંચો >

વેધશાળા, પ્રાચીન

વેધશાળા, પ્રાચીન : પ્રાચીન ભારતમાં આકાશી પદાર્થોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેમનાં સ્થાન, ગતિ વગેરે યંત્રોથી નક્કી કરવાની જગ્યા. પ્રાચીન કાળમાં આ પ્રકારનાં ખાસ મકાનોનું અસ્તિત્વ હોવા અંગેનું ચોક્કસ વર્ણન મળતું નથી; પરંતુ જ્યોતિષ અને ગ્રહોના વેધ લેવાની પદ્ધતિનાં અલગ અલગ વર્ણનો કે પ્રયત્નો થયેલાં જોવા મળે છે. વળી યુરોપિયન પદ્ધતિનું…

વધુ વાંચો >

વેસ્ટરબૉર્ક રેડિયો ઑબ્ઝર્વેટરી (Westerbork Radio Observatory) નેધરલૅન્ડ્ઝ

વેસ્ટરબૉર્ક રેડિયો ઑબ્ઝર્વેટરી (Westerbork Radio Observatory), નેધરલૅન્ડ્ઝ : નેધરલૅન્ડ્ઝમાં ઉત્તર-પૂર્વ(ઈશાન)માં ગ્રૉનિન્જેન (Groningen) પાસે આવેલા વેસ્ટરબૉર્ક નામના એક નાના ગામ પાસે આવેલી નેધરલૅન્ડ્ઝની એક પ્રમુખ રેડિયો-વેધશાળા. તેનું સંચાલન નેધરલૅન્ડ્ઝની ખગોળશાસ્ત્રમાં સંશોધન કરતી સંસ્થા નેધરલૅન્ડ્ઝ ફાઉન્ડેશન ફૉર રિસર્ચ ઇન ઍસ્ટ્રૉનૉમી (Netherlands Foundation for Research in Astronomy ટૂંકમાં, NFRA, or ASTRON) કરે છે.…

વધુ વાંચો >

વેંકટરામન, બી.

વેંકટરામન, બી. (જ. 1911; અ. 20 ડિસેમ્બર 1998) : દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં વીસમી સદીમાં થયેલા મહાન ખગોળશાસ્ત્રી અને વિદ્વાન જ્યોતિષી. વતન બૅંગાલુરુ. પંચાંગ – સ્પષ્ટ ગ્રહોનું ગણિત કરનાર, સ્વતંત્ર ‘અયનાંશ’ સ્થાપિત કરનાર જ્યોતિર્વિદ. ભારતીય પંચાંગ-ગણિતશાસ્ત્રમાં નિરયન અયનાંશ જે સર્વમાન્ય છે; તેનાથી 1O-26” – 40” ઓછા લે છે. તેથી જન્મલગ્ન…

વધુ વાંચો >