કે. કા. શાસ્ત્રી

કીર્તન

કીર્તન : ભાગવતકથિત ભક્તિના નવ પ્રકારોમાંનો એક. કીર્તન એટલે સાદા અર્થમાં ‘કીર્તિગાન’. ભક્ત યાને સાધક સૃષ્ટિના કર્તાનું સ્તવન શબ્દોમાં ઉતારી યા કોઈએ શબ્દોમાં ઉતારેલ હોય તેનો પાઠ કરીને અને / અથવા એ ગીત-ગાનના સ્વરૂપમાં હોય તો ગાન કરીને પોતાનો  ભક્તિભાવ વ્યક્ત કરે છે, પૃથ્વી ઉપર મળી આવતા સાહિત્યમાં ‘ઋગ્વેદસંહિતા’ એ…

વધુ વાંચો >

કુમારિકાતીર્થ

કુમારિકાતીર્થ : સ્કંદપુરાણના કુમારિકાખંડમાં ઉલ્લેખાયેલું મહી નદીના સાગર સંગમ પાસેનું કામ્યનગર. આ નગરનું પ્રાચીન નામ તે સ્તંભતીર્થ (વધુ સાચું તો  स्कम्भतीर्थ ખંભાત). એને જ ‘ગુપ્તક્ષેત્ર’ કે ‘કુમારિકાક્ષેત્ર’ પણ કહેવામાં આવે છે. ‘પૅરિપ્લસ’ નામની ભૂગોળમાં ઈ. સ.ની પહેલી સદી આસપાસના મુસાફરે આ પુણ્યતીર્થને ‘કૌમાર’ નામથી બતાવ્યું છે. (ભારતવર્ષના તદ્દન દક્ષિણ છેડે…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34′ 15” ઉ. અ.થી 30° 15′ 15” ઉ. અ. અને 76° 10′ 10” થી 77° 17′ 05” પૂ. રે. વચ્ચેનો 1,530 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અંબાલા જિલ્લો; પૂર્વમાં જિલ્લા સરહદ…

વધુ વાંચો >

કુરુવંશ

કુરુવંશ : બ્રાહ્મણ સાહિત્યમાં વર્ણવેલી એક મહત્વની પ્રજા. મોટા ભાગના બ્રાહ્મણગ્રંથ ‘કુરુઓ’ની સત્તાના પ્રદેશ કુરુ-પાંચાલમાં રચાયા હતા. ‘કુરુ’ સંજ્ઞા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં હમેશાં ‘કુરુ-પાંચાલ’ એવા જોડિયા નામે પ્રયોજાયેલી છે. ભાષા અને યજ્ઞ પદ્ધતિ પણ આ પ્રદેશમાં ઉત્તમ હતી. અહીં રાજસૂય યજ્ઞોનું પણ યજન થયેલું. ઉપનિષદોમાં કુરુ-પાંચાલના બ્રાહ્મણોની વિશિષ્ટતા જોવા મળે…

વધુ વાંચો >

કેકય

કેકય : એ નામની વૈદિક કાળની એક પ્રજા. તે ભારતવર્ષના વાયવ્ય પ્રદેશમાં સિંધુ અને વિતસ્તા(બિયાસ)ના દોઆબમાં વસતી હતી. વૈદિક સાહિત્યમાં ‘અશ્વપતિ કૈકેય’ કેકય દેશના રાજા તરીકે વર્ણવાયેલો છે. કેકય દેશ પુરાણો પ્રમાણે આગ્નેય કૌશલની ઉત્તરે હતો. એના રાજવી ‘કેકય’ કહેવાતા. શતપથ બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદમાં કેકય માટે કૈકેય શબ્દ પણ…

વધુ વાંચો >

કોટાય

કોટાય : કચ્છનું સોલંકી યુગનું શિવમંદિર. કચ્છ જિલ્લાના મુખ્ય નગર ભૂજથી ઈશાન ખૂણે થોડા કિમી. ઉપર આવેલી પહાડીના ઉત્તર ભાગે ઢોળાવ ઉપર આવેલા કોટાય ગામની નજીકની ટેકરી ઉપર એક ભગ્નાવશિષ્ટ શિવમંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે. ભૂજથી લખપતના રાજ્ય ધોરી માર્ગ ઉપર થોડા અંતરે ડાબે હાથે આવેલા પુંઅરાના શિવમંદિરનું અને આ શિવમંદિરનું…

વધુ વાંચો >

કોશ(-સ)લ

કોશ(-સ)લ : કોશલ કે કોસલ જાતિના લોકોના વસવાટનો પ્રદેશ. ‘કોસલ’ અને ‘વિદેહ’ એ નજીક નજીકના દેશ હતા; એ બંને વચ્ચેની સીમાએ ‘સદાનીરા’ નદી આવી હતી. શતપથ બ્રાહ્મણ કોસલના 52 આટ્ણાર હૈરણ્યનાભ નામના રાજાનો નિર્દેશ થયેલો છે. આ કોસલોનો પ્રદેશ તે ‘કોસલ’ કે ‘કોશલ’. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં ઉત્તર કોસલ અને…

વધુ વાંચો >

ખીચી ચૌહાણ વંશ

ખીચી ચૌહાણ વંશ : રણથંભોરના ખીચી ચૌહાણ હમીરદેવના પુત્ર રામદેવે ચાંપાનેરમાં તથા ત્યાર બાદ તેના વંશજોએ છોટાઉદેપુર અને દેવગઢબારિયામાં સ્થાપેલ વંશ. ઈ. સ. 1300 આસપાસ રણથંભોર(રાજસ્થાન)નો ખીચી ચૌહાણ હમીરદેવ અલ્લાઉદ્દીનના આક્રમણમાં માર્યો ગયો. તેણે સલામતી માટે પોતાના પુત્ર રામદેવને રવાના કરી દીધેલો જે પોતાના થોડા સરદારો સાથે ગુજરાતમાં આવ્યો અને…

વધુ વાંચો >

ગયા

ગયા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50’ ઉ. અ. અને 84° 50’ પૂ. રે.ની આજુબાજુનો 4941 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ જહાનાબાદ અને નાલંદા જિલ્લા, પૂર્વ તરફ નવાડા જિલ્લો, દક્ષિણ તરફ હઝારીબાગ, ચત્રા…

વધુ વાંચો >

ગરબી-ગરબો

ગરબી-ગરબો : ઊર્મિકાવ્યના પેટાપ્રકારમાં સમાવિષ્ટ અને મધ્યકાળમાં પ્રચલિત બનેલું ગુજરાતી ગેય કાવ્યસ્વરૂપ. તેમાં કાવ્ય ઉપરાંત નૃત્ત અને સંગીત પણ ભળેલાં છે. પંદરમા શતક પહેલાંના જૈન રાસાસાહિત્યમાં દોહરા, ચોપાઈ, ઝૂલણા વગેરે માત્રામેળ છંદોના બંધ વપરાયેલા છે. આ રચનાઓ ગાવાની હોવાથી તેમાં ગેયતાસાધક પ્રયોગવૈવિધ્ય હતું. તેમાંથી દેશીઓ બની અને ટૂંકી દેશીઓમાંથી પદ…

વધુ વાંચો >