કેયૂર કોટક

રેપિડ એક્શન ફોર્સ

રેપિડ એક્શન ફોર્સ (RAF) :રેપિડ એક્શન ફોર્સ(RAF)નું કાર્ય નામ અનુસાર ત્વરિત કામગીરી કરવાનું છે. આ વિશિષ્ટ દળ છે, જેની સ્થાપના 11 ડિસેમ્બર, 1991ના રોજ થઈ હતી, જે 7 ઓક્ટોબર, 1992ના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. આ દળનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર-જનરલ ઓફ પોલીસ (IGP) કરે છે. હાલ એના આઇજીપી એન્ની અબ્રાહમ છે,…

વધુ વાંચો >

શેખ હસીના

શેખ હસીના (જ. 28 સપ્ટેમ્બર, 1947, ટુંગીપરા, બાંગ્લાદેશ)  : બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી અને અવામી લીગ રાજકીય પક્ષનાં સર્વેસર્વા શેખ હસીના દુનિયાના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ દેશની સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરનાર મહિલા શાસક. તાજેતરમાં જગપ્રસિદ્ધ મૅગેઝિન ‘ધ ઇકૉનૉમિસ્ટ’એ એશિયાનાં લોખંડી મહિલા ગણાવ્યાં છે તેમણે સૌપ્રથમ વર્ષ 1996થી…

વધુ વાંચો >

સિબ્બલ, કપિલ

સિબ્બલ, કપિલ (જ. 8 ઑગસ્ટ, 1949, જલંધર, પંજાબ, ભારત)  : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના પૂર્વ પીઢ રાજકારણી. હાલ રાજ્યસભામાં સાંસદ. પિતા હિરાલાલ સિબ્બલ, જેમને આંતરરાષ્ટ્રીય બાર એસોસિયેશન દ્વારા વર્ષ 1994માં ‘કાયદા ક્ષેત્રમાં જીવંત દંતકથા સમાન વ્યક્તિ’ ગણાવ્યા છે. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ચંડીગઢમાં સેન્ટ જોહન્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું. દિલ્હીમાં…

વધુ વાંચો >

સીતારામન, નિર્મલા

સીતારામન, નિર્મલા (જ. 18 ઓગસ્ટ, 1959, મદુરાઈ) : ભારત સરકારમાં વર્તમાન નાણાં મંત્રી, ઇન્દિરા ગાંધી પછી નાણાં મંત્રી બનેલા બીજા ભારતીય મહિલા અને પૂર્ણકક્ષાના નાણાં મંત્રી બનેલા પ્રથમ ભારતીય મહિલા. દેશના 18મા નાણાં મંત્રી. તમિળ આયંગર પરિવારમાં જન્મ. પિતા નારાયણન સીતારામન અને માતા સાવિત્રી. પિતા ભારતીય રેલવેમાં કર્મચારી હતાસ્વામી કોલેજમાં…

વધુ વાંચો >

સીમા સુરક્ષા દળ

સીમા સુરક્ષા દળ (Border Security Force) : સીમા સુરક્ષા દળ (BSF) નામ અનુસાર ભારતીય સીમાઓનું રક્ષણ કરે છે. આ દળની સ્થાપના 1 ડિસેમ્બર, 1965ના રોજ થઈ હતી. તેનું સૂત્ર છે –‘जीवन पर्यन्त कर्तव्य.’તેના પ્રથમ ડિરેક્ટર જનરલ (DG)કે એફ રુસ્મતજી હતાં અને હાલ ડિરેક્ટર જનરલ સુજૉય લાલ થાઓસેન છે. ડીજી તરીકે…

વધુ વાંચો >

સુબ્રહ્મન્યમ, જયશંકર

સુબ્રહ્મન્યમ, જયશંકર (જન્મ 9 જાન્યુઆરી, 1955, દિલ્હી) : 30 મે, 2019થી ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે કાર્યરત. નટવર સિંહ પછી ભારતીય વિદેશ સેવાના બીજા અધિકારી, જેઓ દેશના વિદેશ મંત્રી બન્યાં. પિતા ક્રિષ્નાસ્વામી સુબ્રહ્મન્યમ અને માતા સુલોચના સુબ્રહ્મન્યમ. ‘ફાધર ઑફ ઇન્ડિયન સ્ટ્રેટેજિક થૉટ્સ’ તરીકે પ્રસિદ્ધ પિતા ભારતના પ્રસિદ્ધ સ્ટ્રેટેજિક અફેર્સના વિશ્ર્લેષક,…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર તમિળ સંગમ

સૌરાષ્ટ્ર તમિળ સંગમ : ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા વચ્ચે એકતા સ્થાપિત કરીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસ સ્વરૂપે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે નવેમ્બર, 2022થી એક મહિના સુધી વારાણસીમાં ‘કાશી તમિળ સંગમ’નું સફળ આયોજન કર્યું હતું. આ સફળતાથી પ્રેરિત થઈને શિક્ષણ મંત્રાલયે…

વધુ વાંચો >

હેરિસ, કમલા (કમલા હેરિસ)

હેરિસ, કમલા (કમલા હેરિસ) ( જ. 20 ઑક્ટોબર, 1964, ઓકલેન્ડ, કૅલિફૉર્નિયા) : અમેરિકાના યુવા રાજકારણી અને વ્યવસાયે એટર્ની. હાલ અમેરિકાનાં 49મા ઉપરાષ્ટ્રપ્રમુખ. વળી અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપ્રમુખ અને સર્વોચ્ચ પદ ધરાવતાં મહિલા અધિકારી તેમજ પ્રથમ આફ્રિકન-અમેરિકન અને પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ. ડેમૉક્રૅટિક પક્ષના સભ્ય હેરિસ વર્ષ 2011થી 2017 સુધી કૅલિફૉર્નિયાના…

વધુ વાંચો >