કૃષ્ણવદન જેટલી

એવલિન, જૉન

એવલિન, જૉન (જ. 31 ઑક્ટોબર 1620, વૉટન, સરે, ઇંગ્લૅન્ડ; અ. 27 ફેબ્રુઆરી 1706, વૉટન) : અંગ્રેજ રોજનીશીકાર અને લેખક. તેમણે લલિત કળાઓ, વનવિદ્યા અને ધાર્મિક વિષયો પર આશરે 30 જેટલાં પુસ્તકો લખ્યાં છે. લગભગ આખી જિંદગી દરમિયાન લખેલી તેમની ડાયરી સત્તરમી સદીના ઇંગ્લૅન્ડના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય જીવનને લગતી…

વધુ વાંચો >

એસ્ટોનિયન ભાષા અને સાહિત્ય

એસ્ટોનિયન ભાષા અને સાહિત્ય : યુરાલિક ભાષાપરિવારની ફિનો-ઉગરિક શાખાની, જૂના યુ.એસ.એસ.આર.ના ઇસ્ટોનિયા અને આજુબાજુના કેટલાક વિસ્તારોમાં બોલાતી ભાષા. ઉત્તર અને દક્ષિણ એમ બે વિસ્તારોમાં બોલાતી બોલીઓમાં એસ્ટોનિયન સાહિત્ય રચાતું આવ્યું છે. આમાંય સવિશેષ ઉત્તરની ‘તેલિન’ બોલી એસ્ટોનિયન સાહિત્ય માટે પસંદ થઈ છે. કુલ્લામા પ્રાર્થનાઓ (1520) આ બોલીમાં પ્રગટેલું સાહિત્ય છે.…

વધુ વાંચો >

ઓ’કેસી, સીન

ઓ’કેસી, સીન (જ. 30 માર્ચ 1880, ડબ્લિન; અ. 18 સપ્ટેમ્બર 1964, ડેવૉન, ઇંગ્લૅન્ડ) : આયર્લૅન્ડના વાસ્તવવાદી નાટ્યકાર. મૂળનામ જૉન કેસી. પ્રૉટેસ્ટન્ટ પંથના આયરિશ પિતાનાં તેર સંતાનોમાં સૌથી નાના. આથી ભૂખમરો, રોગગ્રસ્તતા, ગરીબી, ભય અને નશાખોરી વગેરે નાનપણથી જ નિહાળવા અને વેઠવા પડ્યાં. શાળાનું શિક્ષણ તો ત્રણ વર્ષ પૂરતું જ પામી…

વધુ વાંચો >

ઓઝા, વાઘજી આશારામ

ઓઝા, વાઘજી આશારામ (જ. 1850; અ. 1897) : ઓગણીસમી સદીની વ્યવસાયી ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યકાર. જન્મ મોરબીમાં. માતા અંબાએ બાળપણથી તેમને ધ્રુવ, નચિકેતા વગેરેની વાતો કહીને સંસ્કાર આપેલા. મોરબીનરેશે આપેલી શિષ્યવૃત્તિની સહાય વડે મેટ્રિક થયેલા. પછી શિક્ષક બન્યા. રાજકુમાર હેમુભાને પણ ભણાવતા. મોરબીમાં રામભાઉ નાટકમંડળીનું નાટક જોઈને તેમણે અસંતોષ વ્યક્ત…

વધુ વાંચો >

ઓડ

ઓડ : સુદીર્ઘ પ્રકારનું અંગ્રેજી ઊર્મિકાવ્ય. મૂળ ગ્રીક શબ્દ oideનો અર્થ થાય છે ગાવું. પ્રાચીન ગ્રીસની નાટ્યભજવણીમાં કોરસ દ્વારા ઓડ ગવાતાં અને ગાવાની સાથોસાથ કોરસ નર્તન પણ કરતું. અનુરૂપ ભાવછટા તથા લયનું નર્તનશૈલીમાંથી અનુસરણ થતું હોવાથી તેનાં છંદ તથા પંક્તિની રચના સંકુલ બન્યાં છે. નર્તનશૈલીના આધારે તેમાં ત્રણ ઘટક હતા…

વધુ વાંચો >

ઓડેન, ડબ્લ્યૂ. એચ.

ઓડેન, ડબ્લ્યૂ. એચ. (જ. 21 ફેબ્રુઆરી 1907, ઇંગ્લૅન્ડ; અ. 28 સપ્ટેમ્બર 1973, વિયેના) : વીસમી સદીના વિશ્વવિખ્યાત અમેરિકન કવિ. આખું નામ વ્હિસ્ટન હ્યુ ઓડેન. હોલ્ટમાં ગ્રેશામ્સ સ્કૂલમાં ભણી ઑક્સફર્ડની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં પ્રવેશ પામ્યા. યુવાન ડાબેરી-સમાજવાદી લેખકવર્તુળ(Pylon Poets)ના તે અગ્રગણ્ય સભ્ય હતા. આ વર્તુળમાં ટી. એસ. એલિયટ, જેમ્સ જૉઇસ, એઝરા…

વધુ વાંચો >

ઑથેલો (1604)

ઑથેલો (1604) : શેક્સપિયરરચિત ચાર મહાન ટ્રેજેડી પૈકીની એક. 1602 અને 1604 વચ્ચે રચાયેલું અને 1604માં રાજા જેમ્સ પહેલાની હાજરીમાં રાઇટ હૉલમાં ભજવાયેલું. ઇટાલિયન લેખક ગિરાલ્ડો સિન્થિયોની વાર્તા ‘હેક્ટોમિથિ’(1556)ના ફ્રેંચ અનુવાદ (1584) પર તેનું વસ્તુ આધારિત છે. પરંતુ અનુચિત સંદેહના, અપ્રચલિત વિષયબીજને હૃદયસ્પર્શી કારુણ્યપૂર્વક બહેલાવવામાં શેક્સપિયરે સર્જકતાનો સ્વકીય ઉન્મેષ દાખવ્યો…

વધુ વાંચો >

ઑપેરા

ઑપેરા : મુખ્યત્વે પશ્ચિમની રંગભૂમિ પર લોકપ્રિય નીવડેલું સંગીત-મઢ્યું નાટ્યરૂપ. આ સંગીત રિચર્ડ વૅગ્નરનાં ઑપેરાની જેમ આખાય ર્દશ્યમાં સળંગ-સતત ગુંજતું રહે છે અથવા સંવાદ તથા ગાયનરૂપ ઉદગારોની વચ્ચે વચ્ચે પીરસાતું રહે છે. લૅટિન ભાષામાં ‘ઑપેરા’ બહુવચનનો શબ્દ છે; તેનું એકવચન તે opus એટલે કાર્ય; અર્થાત્ સંગીતકારની સ્વરરચના કે રચના. યુરોપમાં…

વધુ વાંચો >

ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ

ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ (જ. 26 એપ્રિલ 121, ઇટાલી; અ. 17 માર્ચ 180, વિયેના, ઑસ્ટ્રિયા) : નિગ્રહી (stoic) તત્ત્વચિંતક, રોમન બાદશાહ. તે ધનવાન કુટુંબમાં જન્મ્યો હતો અને બાદશાહ હેડ્રિયને તેને ભાવિ રોમન શાસક તરીકે પસંદ કર્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા તેને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવ્યું હતું. એપિક્ટેટસે ઉદબોધેલ નિગ્રહવાદ અને…

વધુ વાંચો >

ઓર્તેગા ય ગાસેત, યોઝ

ઓર્તેગા ય ગાસેત, યોઝ (જ. 9 મે 1883, મેડ્રિડ, સ્પેન; અ. 18 ઑક્ટોબર 1955, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ લેખક અને ચિંતક. જર્મનીમાં તત્વજ્ઞાનનો પાંચ વર્ષ અભ્યાસ. 1910-1936 સુધી મૅડ્રિડ યુનિવર્સિટીમાં અધ્યાત્મવાદ(metaphysics)ના અધ્યાપક. તે પ્રિમો દ રિવેરાની તાનાશાહીના વિરોધી હતા. સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન તેમણે સ્વયં દેશવટો ભોગવ્યો હતો. 1945માં તે સ્પેન…

વધુ વાંચો >