કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
ક્ષેત્રનું આકાશી અભિલેખન
ક્ષેત્રનું આકાશી અભિલેખન (aerial mapping) : ભૂભાગના નકશાના આલેખન, અભિલેખન તથા પુનરાવર્તન(revision)ની અદ્યતન તકનીક. આકાશમાંથી લીધેલાં છાયાચિત્રોને આધારે તે કરવામાં આવે છે. ફોટો-સર્વેક્ષણવિજ્ઞાન(photogrammetry)ના ક્ષેત્રમાં થયેલા વિકાસને લીધે આકાશમાંથી કરવામાં આવતી સર્વેક્ષણની પદ્ધતિના ઉપયોગ દ્વારા નકશા તૈયાર કરવા અને જરૂર પડે ત્યારે તેમાં સુધારાવધારા કરવાની પ્રક્રિયા વધુ સરળ અને વિશ્વસનીય બની…
વધુ વાંચો >તબીબી ભૂગોળ
તબીબી ભૂગોળ : આરોગ્યલક્ષી ભૂગોળ. તેમાં તબીબી શાસ્ત્રના વૈજ્ઞાનિકો, પર્યાવરણવાદીઓ, ભૂગોળશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને શાસનતંત્રે માનવઆરોગ્ય અંગેની સમસ્યાની વ્યાપક સમજ માટે હાથ ધરેલા સંશોધનકાર્યનો સમન્વય છે. સંશોધનની ર્દષ્ટિએ ભારતમાં આ વિષયનો ઝડપી વિકાસ થવા લાગ્યો છે પરંતુ તેના અધ્યાપનની તકોનો હજુ અભાવ છે. પોતાના પર્યાવરણ પ્રત્યે માનવ કેવીક સક્રિયતાથી પ્રતિભાવ દાખવે…
વધુ વાંચો >દબાણમાપક
દબાણમાપક (mercurial barometer) : વાતાવરણનું દબાણ માપવા માટેનું સાધન. આ સાધનની રચના ટોરિસિલીએ 1643માં કરી હતી. મૂળ સાધનમાં ઘણા સુધારા કર્યા બાદ તેનો પ્રમાણભૂત વાયુભારમાપક તરીકે ઉપયોગ થવા લાગ્યો. વાતાવરણની હવાના સ્તંભને કાચની બંધ નળીમાં પારાના સ્તંભ વડે સમતુલિત કરવાના સિદ્ધાંત ઉપર આ સાધન કાર્ય કરે છે. આ રીતે, બંધ…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI)
નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI) : ભારતીય ભૂગોળવિદોનું રાષ્ટ્રીય સંગઠન. 1860ના સોસાયટી ધારા XXI અન્વયે નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયાની નોંધણી કરવામાં આવી હતી અને તે અનુસાર 1978માં આ સંગઠનની સ્થાપના થઈ હતી. ભૂગોળના વિષય માટે ભરાતી વાર્ષિક ચર્ચાસભાઓ અને અધિવેશનોમાં ભૂગોળવિદોને દેશમાં ભૂગોળના વિષયના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરના…
વધુ વાંચો >નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI)
નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI) : બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીના ભૂગોળ-વિભાગના ઉપક્રમે 1946માં સ્વ. પ્રાધ્યાપક એચ. એલ. છિબ્બર દ્વારા સ્થપાયેલી સંસ્થા. આ સંસ્થાના હેતુઓ અને ઉદ્દેશો નીચે મુજબ છે : (1) ભારતભરમાં ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરવું અને તેનો પ્રચાર તેમજ વિસ્તાર કરવો, (2) ભૂગોળના અભ્યાસના પ્રોત્સાહન દ્વારા ભૌગોલિક અન્વેષણ…
વધુ વાંચો >પરિવહન-ભૂગોળ
પરિવહન–ભૂગોળ : ભૂગોળની એક શાખા. પરંપરાગત રીતે પરિવહનનું અધ્યયન પ્રાદેશિક અભ્યાસોમાં એક માળખાકીય લક્ષણ તરીકે તથા ઇજનેરી, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને આયોજનમાં એક સ્થાનિક બાબત તરીકે હાથ ધરવામાં આવતું રહ્યું છે. ભૂગોળવેત્તાઓ બે કારણોસર પરિવહનનું અધ્યયન કરે છે : (1) કૃષિ, પોલાદનું ઉત્પાદન તથા છૂટક વેચાણને લગતી પ્રવૃત્તિઓની જેમ પરિવહન પણ…
વધુ વાંચો >પવનવેગ-દિશામાપકો
પવનવેગ–દિશામાપકો : પવનની ઝડપ અને દિશા માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. પવન એ હવામાનના વિવિધ ઘટકો પૈકીનો એક ઘટક છે. પવનની કાર્યશીલતામાં બે મહત્ત્વની બાબતોનું નિરીક્ષણ કરવાનું હોય છે : પવનનો વેગ અને તેની દિશા. પવનની દિશા નક્કી કરવાનું તદ્દન સરળ છે. વાદળ, વનસ્પતિ, ધુમાડો, જળસપાટી પરનાં મોજાં વગેરેની વહનદિશા…
વધુ વાંચો >પ્રવાસનભૂગોળ
પ્રવાસનભૂગોળ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રવાસન-ભૂગોળનું ક્ષેત્ર મુખ્યત્વે લાંબીટૂંકી રજાઓના ઉદ્યોગ પર કેન્દ્રિત થયું છે. ઘરની બહાર મળતાં મનોરંજનના સંદર્ભમાં પર્યટન અંગેના અભ્યાસો ઘરઆંગણે થવા લાગ્યા છે. પ્રવાસનના ફેલાવા સાથે જુદાં જુદાં પાસાંઓને અનુલક્ષીને ભૂગોળશાસ્ત્રીઓએ આ ક્ષેત્રને ખેડવા માંડ્યું છે. આમાં લોકો દ્વારા વિવિધ દેશોમાં થતું સ્થળાંતર, વાહનવ્યવહારમાં સાધનોનો…
વધુ વાંચો >