કાયદાશાસ્ત્ર

લિમિટેડ કંપની

લિમિટેડ કંપની : જુઓ કંપનીની રચના

વધુ વાંચો >

લૅંગ, ડેવિડ રસેલ

લૅંગ, ડેવિડ રસેલ (જ. 4 ઑગસ્ટ 1942, ઓટોહુહુ, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ધારાશાસ્ત્રી અને રાજકારણી. ડાબેરી વિચારસરણી ધરાવતા તબીબ પિતાના સંતાન તરીકે ગરીબો પ્રત્યે તેમને ભારે હમદર્દી હતી. 25 વર્ષની વયે એક વર્ષ માટે તેઓ લંડન ગયા. 1970માં ઑકલૅન્ડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે ધીકતા કાનૂની વ્યવસાયમાં પ્રવેશવાને…

વધુ વાંચો >

લોકઅદાલત

લોકઅદાલત : રાજ્ય કાનૂની સેવા સત્તામંડળોના ઉપક્રમે દીવાની અદાલતોના દરજ્જાવાળી, સંબંધિત બધા પક્ષકારોને સંતોષ થાય તેવા ઉકેલ શોધવા માટે રચવામાં આવેલી અદાલતો. કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, 1987 હેઠળ તે રચવામાં આવતી હોય છે. પ્રચલિત ન્યાયવિતરણની પદ્ધતિની લાંબી કાર્યવાહીના કારણે અને ચુકાદાઓને પડકારવાની અપીલો-રિવિઝનો –  રિટઅરજીઓના કાનૂની પ્રબંધોના પરિણામે ન્યાયતંત્ર પર…

વધુ વાંચો >

લોકઅભિપ્રાય

લોકઅભિપ્રાય : દેશની મોટાભાગની પ્રજાનો કોઈ એક બાબત પરત્વેનો અભિપ્રાય-મત. લોકશાહીમાં અંતિમ સત્તા લોકો પાસે હોય છે. લોકો જેને ઇચ્છે તેને સત્તાનાં સૂત્રો સોંપી શકે છે. સામાન્ય ચૂંટણીમાં જે રાજકીય પક્ષ સૌથી વધુ પ્રમાણમાં લોકોના મત મેળવે છે તે સત્તાસ્થાને આવે છે. લોકોના મત વધુ ને વધુ પ્રમાણમાં મેળવવા માટે…

વધુ વાંચો >

લોકપાલ

લોકપાલ : સરકારના વહીવટીતંત્ર વિરુદ્ધ થતી જાહેર ફરિયાદોના નિવારણ માટેનો એકમ. રાજકીય અને વહીવટીતંત્રની સમસ્યાઓમાં ભ્રષ્ટાચાર એક ધ્યાનાકર્ષક સમસ્યા સ્વરૂપે પ્રાચીન સમયથી વિશ્વનાં રાજ્યોમાં જોવા મળે છે. આધુનિક લોકશાહી રાજ્યોમાં શાસનતંત્રો ઉપર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રના અંકુશ રહેલા હોય છે. આમ છતાં લાંચ-રુશવત, લાગવગ, રેઢિયાળ વહીવટ અને અન્ય ગેરરીતિઓ જોવા…

વધુ વાંચો >

લોકપૃચ્છા (referendum)

લોકપૃચ્છા (referendum) : કોઈ સાર્વજનિક મહત્વના પ્રશ્ન વિશે નિર્ણય લેતા પહેલાં લોકોને પૂછવું તે. લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ કોઈ નિર્ણય લે તેને બદલે ખુદ લોકો જ તેના પર વિચાર કરીને પોતાનો અભિપ્રાય જણાવે, એ એમાં અભિપ્રેત છે. આ પદ્ધતિને પ્રત્યક્ષ લોકશાહીની પદ્ધતિ કહેવામાં આવે છે. [પ્રત્યક્ષ લોકશાહીની બીજી પદ્ધતિઓમાં લોકમત…

વધુ વાંચો >

લોકમત (plebiscite)

લોકમત (plebiscite) : મહત્વના રાજકીય પ્રશ્ર્નો વિષે સમગ્ર મતદારસમૂહ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે તે. લોકમત પણ એક અર્થમાં લોકપૃચ્છા જ છે. આ પણ પ્રત્યક્ષ લોકશાહીની એક પદ્ધતિ છે, જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહિ પણ ખુદ લોકો જ પોતાનો મત સીધો વ્યક્ત કરે છે. લોકમતનો સૌથી વધુ સફળ અને લાંબો…

વધુ વાંચો >

લોકસભા

લોકસભા પુખ્તવય મતાધિકારના આધારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓથી રચાયેલું, કાયદાઓ ઘડતું ભારતની સંસદીય લોકશાહીનું નીચલું ગૃહ અને સૌથી મહત્વનું અંગ. સંસદ ભારત સરકારની કેન્દ્રીય ધારાસભા છે. તે દ્વિગૃહી છે અને તેમાં રાષ્ટ્રપ્રમુખ તથા ધારાસભાનાં બંને ગૃહોનો સમાવેશ થાય છે. ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. કાયદા ઘડવાની સત્તા…

વધુ વાંચો >

વકીલ

વકીલ : અદાલતમાં અન્ય વ્યક્તિ વતી હાજર રહેવા અને રજૂઆત કરવા અધિકાર ધરાવતી વ્યક્તિ. તેમાં ઍડ્વોકેટ, સોલિસિટર અને બૅરિસ્ટરનો પણ સમાવેશ થાય. જે વ્યક્તિને સરકારના વકીલ તરીકેની ફરજો બજાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવી હોય તે સરકારી વકીલ ગણાય છે. વકીલ થવા માટે નિર્ધારિત લાયકાતો ઉપરાંત વ્યક્તિ પાસે વકીલાત…

વધુ વાંચો >

વસિયતનામું (વિલ)

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની પોતાની સહી અને બે સાક્ષીઓની સહી અનિવાર્ય ગણાય છે. આમ પોતાનાં હિત-અહિત વિશે પૂરી સમજણ અને સ્થિર મગજ ધરાવનાર વ્યક્તિ વસિયતનામું કરી શકે છે, પરિણીત નારી પોતાની સ્વતંત્ર મિલકત બાબતમાં…

વધુ વાંચો >