કાયદાશાસ્ત્ર

અય્યર ટી. વી. શેષગિરિ

અય્યર, ટી. વી. શેષગિરિ (જ. 1860, તીરુચિરાપલ્લી, ચેન્નઇ; અ. ફેબ્રુઆરી 1926, ચેન્નઇ) : ચેન્નઈ(મદ્રાસ)ના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ અને દક્ષિણ ભારતના વિનીતમતવાદી નેતા. પ્રાથમિક શિક્ષણ તિરુચિરાપલ્લી(ત્રિચિનાપલ્લી)માં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નઈમાં લીધું હતું. 1886માં તેમણે વકીલાત શરૂ કરી તથા ચેન્નઈમાં લૉ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેઓ મદ્રાસ (ચેન્નઈ) યુનિવર્સિટીના ફેલો…

વધુ વાંચો >

અય્યર સી. પી. રામસ્વામી સર

અય્યર, સી. પી. રામસ્વામી, સર (જ. 13 નવેમ્બર 1879, ચેન્નઈ; અ. 26 સપ્ટેમ્બર 1966, લંડન) : પ્રથમ કક્ષાના પ્રશાસક તથા રાજનીતિજ્ઞ. પિતા સી. આર. પટ્ટાભિરામ અય્યર સરકારી નોકરીમાં હતા. શાળાકીય તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નઈ ખાતે લીધેલું. ચેન્નઈની લૉ કૉલેજમાંથી કાયદાની પદવી મેળવ્યા પછી વી. કૃષ્ણસ્વામી અય્યરના માર્ગદર્શન હેઠળ ચેન્નઈની વડી…

વધુ વાંચો >

અવકાશ સંબંધી કાયદો

અવકાશ સંબંધી કાયદો : બાહ્યાવકાશમાંની પ્રવૃત્તિનું નિયમન કરતો આંતરરાષ્ટ્રીય કાયદો. આ પ્રકારના કાયદાનો પ્રારંભ વીસમી સદીની શરૂઆતમાં થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) પહેલાં રાજ્યોનું પ્રાદેશિક સાર્વભૌમત્વ આકાશથી પાતાળ સુધી ગણાતું. આ સિદ્ધાંત 1919ના પૅરિસ સંધિનામામાં સ્વીકારાયો હતો; જોકે કેટલાંક રાજ્યો તેમાં સંમત નહોતાં. વિમાનવ્યવહારની બાબતમાં 1944માં શિકાગોમાં ‘બે સ્વાતંત્ર્યો’નાં તથા ‘પાંચ…

વધુ વાંચો >

અહમદી, એ. એેમ.

અહમદી, એ. એેમ. (જ. 25 માર્ચ 1932, સૂરત; અ. 2 માર્ચ 2023) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના કાર્યકાળ દરમિયાન ન્યાયિક સક્રિયતા સચવાઈ અને દેશની અદાલતોમાં કમ્પ્યૂટરયુગનો પ્રારંભ થયો હતો. પિતા એમ. આઈ. અહમદી અવિભક્ત મુંબઈ રાજ્યમાં સીનિયર ડિવિઝન સિવિલ જજ હોવાથી તેમની બદલીઓના કારણે મુંબઈ રાજ્યના જુદા…

વધુ વાંચો >

આઇક્માન ખટલો

આઇક્માન ખટલો : જર્મન સરમુખત્યાર હિટલરના એક અમલદાર સામે ચાલેલો ખટલો. આઇક્માને હિટલરના આદેશથી સેંકડો યહૂદીઓને મારી નાખ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી વિજેતા સાથી રાજ્યોએ ન્યૂરેમ્બર્ગ અને ટોકિયોમાં માનવજાત વિરુદ્ધના આવા ગુનાઓ માટે યુદ્ધખોરો પર ખટલા ચલાવ્યા હતા, પરંતુ આઇક્માન આર્જેન્ટીનામાં સંતાઈ ગયો હતો, તેથી તે વખતે તે બચી ગયો…

વધુ વાંચો >

આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-1955

આવશ્યક ચીજવસ્તુઓનો ધારો, 1955 : આવશ્યક ચીજવસ્તુઓના નિયંત્રણ માટેનો કાયદો. ભારતીય બંધારણમાં આ ધારો ઘડવાની સત્તા સમવર્તી સૂચિ(concurrent list)માં હોવાથી સંસદ અને રાજ્ય ધારાગૃહ બંને આ ધારો ઘડી શકે. આવશ્યક ચીજવસ્તુઓનો ધારો 1955માં સંસદે ઘડેલો છે અને જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં તે અમલી છે. (ઍક્ટ નં. 25, 1968) આવશ્યક…

વધુ વાંચો >

આવશ્યક સેવા જાળવણી અધિનિયમ

આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (સને 1968નો 59મો અધિનિયમ) : આવશ્યક સેવાઓની જાળવણી માટે ઘડાયેલો કાયદો. આ અધિનિયમ ભારતની સંસદે 1968માં ઘડ્યો છે. આ અધિનિયમ સમગ્ર ભારતને લાગુ પડે છે. જમ્મુ-કાશ્મીર રાજ્યના વિસ્તારને લાગુ પડતો ન હોવા છતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે તેટલે અંશે તે રાજ્યમાં પણ તે લાગુ પડે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય અપરાધો

આંતરરાષ્ટ્રીય અપરાધો : જગતનાં તમામ રાષ્ટ્રોની કે માનવજાતની વિરુદ્ધના અપરાધો. ‘રક્ષણાત્મક’ સિદ્ધાંત મુજબ દરેક રાષ્ટ્રને પોતાની સલામતી વિરુદ્ધના પરદેશીએ કરેલા ગુના બાબતમાં ફોજદારી હકૂમત હોય છે. સાર્વત્રિક સિદ્ધાંત મુજબ માનવજાત વિરુદ્ધના ગુનેગારોને પકડવા તેમજ સજા કરવાનો દરેક રાજ્યને અધિકાર છે. માનવજાત વિરુદ્ધનો પ્રથમ પંક્તિનો અપરાધ ‘આક્રમક યુદ્ધ’ છે. 1928ના ‘કેલોગ-બીઆન્ડ…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કરારો

આંતરરાષ્ટ્રીય કરારો : સાર્વભૌમ રાજ્યો વચ્ચેના કરારો. તે સંધિની વ્યાખ્યામાં આવે છે અને એવા કરારોને આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ પડે છે; પરંતુ જ્યારે એક પક્ષકાર રાજ્ય હોય અને બીજો પક્ષકાર કોઈ પરદેશી વ્યક્તિ, સંસ્થા કે પેઢી હોય ત્યારે જાહેર આંતરરાષ્ટ્રીય કાયદાના કેટલાક નિયમો તથા ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો લાગુ પડે છે.…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કાયદાપંચ

આંતરરાષ્ટ્રીય કાયદાપંચ : આંતરરાષ્ટ્રીય કાયદાનાં ક્રમિક વિકાસ અને સંહિતાકરણ માટે ભલામણ કરતું પંચ. 1947ના નવેમ્બરમાં ‘સંયુક્ત રાષ્ટ્રો’ની સામાન્ય સભાએ તેની સ્થાપના કરી હતી. તેમાં 15 સભ્યો નિયુક્ત થયા હતા. પંચનું કાર્યક્ષેત્ર (codification) આંતરરાષ્ટ્રીય કાયદાના ક્રમિક વિકાસ તથા સંહિતાકરણ માટે ભલામણો કરવાનું છે. સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ ‘સામાન્ય સભા’એ પંચને નાઝી યુદ્ધ-ગુનેગારો…

વધુ વાંચો >