કનુભાઈ શાહ
કુઈની રિનૂજા
કુઈની રિનૂજા (જ. 23 જાન્યુઆરી 1919; અ. 18 ડિસેમ્બર 2015) : મેઘાલયનાં જાણીતાં-માનીતાં સમાજસેવિકા. પિતાનું નામ જોર્જ ડુન્ન ને માતાનું નામ ચિએડ રંગડ. પ્રાથમિક શિક્ષણ પાઇન માઉન્ટ સ્કૂલમાં લીધું. વેલ્સ મિશન કન્યા હાઈસ્કૂલમાંથી 1936માં મૅટ્રિક થયાં. કલકત્તા યુનિવર્સિટીમાંથી 1938માં ઇન્ટર મિડિયેટ આર્ટ્સ કર્યું. એમણે પાઇન માઉન્ટ સ્કૂલ’માં અધ્યાપિકા તરીકે કાર્ય…
વધુ વાંચો >કૌરા, સતીષકુમાર
કૌરા, સતીષકુમાર (જ. 18 ડિસેમ્બર 1944) : ટેલિવિઝન પિક્ચર ટ્યૂબના ઉત્પાદન માટે ગૃહઉદ્યોગ-ટેલિટ્યૂબ ઇલેક્ટ્રૉનિક્સના સ્થાપક. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી, કાનપુરથી ઈ. સ. 1966માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ(B.Tech.)ની સ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ કૅનેડા ગયા અને કાર્લટોન યુનિવર્સિટી(Carleton University)માંથી ઇલેક્ટ્રૉનિક્સમાં માસ્ટર્સ ડિગ્રી (MS) મેળવી. ભારત પાછા આવીને ઈ. સ. 1973માં સામટેલ ગ્રૂપની…
વધુ વાંચો >કૌલા, પૃથ્વીનાથ
કૌલા, પૃથ્વીનાથ (જ. 13 માર્ચ 1924, શ્રીનગર; અ. 30 ઑગસ્ટ 2009, લખનઉ) : લેખક, ગ્રંથકાર, પ્રલેખક, શિક્ષણવિદ તેમજ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના એક વિશેષજ્ઞ. મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પંડિત દામોદર કૌલા અને માતુશ્રીનું નામ પોશ કિયા કૌલા હતું. તેઓ શાળાકીય શિક્ષણથી જ હોશિયાર હતા.…
વધુ વાંચો >ગાંધર્વ (બેનર્જી), દીના
ગાંધર્વ (બેનર્જી), દીના (જ. ભાવનગર) : ગુજરાતી લોકગાયિકા. તેમનો જન્મ ગાંધર્વ પરિવારમાં થયેલો. 1950ના દાયકામાં શ્રીમતી દીનાબહેને વિનયનમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી. લોકસંગીતનું શિક્ષણ તેઓએ આકાશવાણી રાજકોટ ખાતે શ્રી હેમુભાઈ પાસેથી મેળવેલું અને સોરઠી મિજાજમાં અદભુત લોકગીતો, ભજનો, કથાગીતો ગાયેલાં. 1955થી 1962 સુધી તેઓ રાજકોટ કેન્દ્ર પર રહ્યાં.…
વધુ વાંચો >ચિત્રભાનુજી ગુરુદેવ
ચિત્રભાનુજી ગુરુદેવ (જ. 26 જુલાઈ, 1922; અ. 19 એપ્રિલ 2019) : તત્ત્વચિંતક. રૂપરાજેન્દ્ર(ચિત્રભાનુ)નો રોજ માતુશ્રી ચુનીબાઈની કૂખે રાજસ્થાનમાં થયો હતો. પિતાશ્રીનું નામ છોગાલાલજી હતું. રૂપરાજેન્દ્ર ખૂબ જ દેખાવડા અને બુદ્ધિશાળી હતા. માતાનું અવસાન તેમની 4 વર્ષની વયે થયું, 11 વર્ષની વયે બહેનનું અવસાન અને 19 વર્ષની વયે ખાસ મિત્રનું અવસાન…
વધુ વાંચો >જંબુવિજયજી મ. સા. :
જંબુવિજયજી મ. સા. : જૈન હસ્તપ્રતોના મહાન સંશોધક અને પ્રકાંડ વિદ્વાન. પ્રાચીન ભાષા અને હસ્તપ્રતોના સંશોધનની વાત થતી હોય ત્યારે પરમ પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મ. સા.નું સ્મરણ અચૂક આવે જ. શ્રી જંબુવિજયજી મહારાજ ચારિત્રવાન અને વિદ્વાન તો હતા જ, સાથે તપસ્વી પણ એટલા જ હતા. એ સાધુપુરુષ પ્રભુના જાપમાં તન્મય…
વધુ વાંચો >જૌહલ, સરદારા સિંહ
જૌહલ, સરદારા સિંહ (જ. 20 ઑગસ્ટ 1928, લ્યાલપુર) : ખ્યાતનામ કૃષિ અર્થશાસ્ત્રી. સરદારા સિંહનો જન્મ એક ખેડૂત કુટુંબમાં એસ. બુટા સિંહને ત્યાં થયો હતો. હાલ લ્યાલપુર પાકિસ્તાનના ફઇસાલાબાદમાં છે. એમનું પ્રારંભિક શિક્ષણ સ્થાનિક ગામની શાળામાં થયું હતું. એમણે બી.એસસી. (કૃષિ), એમ.એસસી. (કૃષિ અર્થશાસ્ત્ર), એમ.એ. (અર્થશાસ્ત્ર) અને પીએચ.ડી.(અર્થશાસ્ત્ર)ની ડિગ્રીઓ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી…
વધુ વાંચો >તત્યાના યાકોવ્લેવના યેલિજારેન્કોવા
તત્યાના યાકોવ્લેવના યેલિજારેન્કોવા (ડૉ.) (શ્રીમતી) (જ. 17 સપ્ટેમ્બર 1929, સેંટ પીટ્સબર્ગ; અ. 5 સપ્ટેમ્બર 2007, મૉસ્કો, રશિયા) : પ્રાચીન ભારતીય ઇતિહાસનાં વિદ્વાન. એમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીના ભાષા-વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ લીધો. ઋગ્વેદનો રુસી ભાષામાં અનુવાદ કરવા માટે એમણે લગભગ 35 વર્ષ સમર્પિત કર્યાં. આ અનુવાદકાર્ય 1989, 1995 અને 1999માં ત્રણ ખંડોમાં…
વધુ વાંચો >થોપ્પીલ વર્ગીસ એન્ટોની
થોપ્પીલ વર્ગીસ એન્ટોની (Thoppil Varghese Antony) (જ. 5 ઑક્ટોબર 1933; અ. 2020) : સુપ્રસિદ્ધ પદ્મભૂષણ પદવીથી સન્માનિત લોકસેવક. ચેન્નાઈની લોયોલા કૉલેજમાંથી બી.એસસી. કેમિસ્ટ્રીના વિષય સાથે સ્નાતક થયા હતા. તેમજ બેચરલ ઑફ લૉઝની પદવી મદ્રાસ લૉ કૉલેજમાંથી પ્રાપ્ત કરી હતી. 1956માં ભારતીય પ્રશાસનિક સેવા (IAS)માં જોડાયા. તેમણે અનેક પદો પર રહીને…
વધુ વાંચો >દફતરી, શરયૂ
દફતરી, શરયૂ (જ. 8 નવેમ્બર 1933) : ભારતનાં એક પ્રમુખ વ્યવસાયી મહિલા. પિતાનું નામ લાલચંદ હીરાચંદ અને માતાનું નામ લલિતાબાઈ. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયાં છે. અનેક ઔદ્યોગિક કાર્યકર્તાઓમાં અગ્રણી રહ્યાં છે. ઔદ્યોગિક એન્જિનિયરિંગ, પી.ઈ.આર.ટી. અને મૂલ્ય વિશ્લેષણમાં વ્યાપક અનુભવ તથા વિશેષજ્ઞતા તેમણે પ્રાપ્ત કરી છે. તેમણે…
વધુ વાંચો >