કનુભાઈ શાહ
દાસ, પુષ્પલતા
દાસ, પુષ્પલતા (જ. 27 માર્ચ 1915, લખમીપુર, અસમ; અ. 9 નવેમ્બર 2003, કૉલકાતા) : સ્વાતંત્ર્યસેનાની, પૂર્વસંસદસભ્ય અને અસમનાં જાણીતા સામાજિક કાર્યકર. માતાનું નામ સ્વર્ણલતા અને પિતાનું નામ રામેશ્વર. શાળા શિક્ષણ દરમિયાન તેમણે ‘મુદ્રિત સંઘ’ની સ્થાપના કરી અને તેનાં સ્થાપક મંત્રી બન્યાં. તેમણે પાનબજાર ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1931માં ભગતસિંહને…
વધુ વાંચો >પરમેશ્વરન પિ.
પરમેશ્વરન પિ. (જ. 18 સપ્ટેમ્બર 1927, કેરળ; અ. 9 ફેબ્રુઆરી 2020, મ્યાનમાર) : વિદ્વાન, મહાન વિચારક તથા સમર્પિત સામાજિક કાર્યકર્તા. તેમણે સ્નાતકની ડિગ્રી યુનિવર્સિટી કૉલેજ, તિરુઅન્તપુરમથી પ્રાપ્ત કરેલી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને તેમને રાજ્ય સંગઠન સચિવપદે નિયુક્ત કરીને કેરળમાં ભારતીય જનસંઘના કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી. 1968માં જનસંઘના અખિલ…
વધુ વાંચો >પંડ્યા, સૌદામિની સી. (ડૉ.) (મિસ પંડ્યા)
પંડ્યા, સૌદામિની સી. (ડૉ.) (મિસ પંડ્યા) (જ. 1 ઑક્ટોબર 1917, નડિયાદ અ. 13 જાન્યુઆરી 2007) : સ્ત્રીરોગ-નિષ્ણાત. અમદાવાદ જેને મિસ પંડ્યાના નામે જાણતું હતું તે ડૉ. સૌદામિની પંડ્યા એટલે કે લોકલાડીલાં મિસ પંડ્યા. એમના માટે કહેવાતું કે એમના જેવું નિદાન કોઈ કરી શકતું નહીં. પિતાનું નામ ચંદ્રમુખભાઈ અને માતાનું નામ…
વધુ વાંચો >પુરાતત્ત્વ (ત્રૈમાસિક)
પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…
વધુ વાંચો >પુરી, પ્રેમલતા
પુરી, પ્રેમલતા (જ. 30 મે 1937) : જાણીતાં શિક્ષિકા અને કલાકાર. સાંસ્કૃતિક શિક્ષણના ક્ષેત્રમાં એમનું કાર્ય અગત્યનું રહ્યું છે. એમણે સંગીત શિક્ષણ પદ્ધતિઓનો ઊંડો અભ્યાસ કર્યો તેમજ કેટલીક વ્યાખ્યાનમાળાઓનો અને સંગીત સમારંભોનું આયોજન કર્યું. તેઓએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે ભારતી કલા સંબંધી અનેક લેખ લખ્યા છે. તેમજ યુવા પેઢીમાં કલા…
વધુ વાંચો >બનાજી, કુમારી મેહર જહાંગીર
બનાજી, કુમારી મેહર જહાંગીર (જ. 9 નવેમ્બર 1943) : દૃષ્ટિહીન બાળકોના કલ્યાણ માટે સમર્પિત સમાજસેવિકા. તેઓએ પોતાનું જીવન દૃષ્ટિહીનોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય અને જીવનમાં સારી રીતે કાર્ય કરી શકે તે માટે સમર્પિત કર્યું છે. આશરે 34 વર્ષથી ‘હેપી હોમ ઍન્ડ સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડ’ સાથે તેઓ જોડાયેલાં છે. તેઓ…
વધુ વાંચો >બ્રિટિશ લાઇબ્રેરી
બ્રિટિશ લાઇબ્રેરી : વિશ્વનાં ગ્રંથાલયોમાં નોંધપાત્ર ગણાતું બ્રિટનનું ગ્રંથાલય. બ્રિટિશ લાઇબ્રેરી ઍક્ટ (1972) અનુસાર 1 જુલાઈ 1973થી બ્રિટિશ મ્યુઝિયમ અને બ્રિટિશ લાઇબ્રેરી એમ બે ભિન્ન સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના થઈ; જેને કારણે યુ.કે.માં રાષ્ટ્રીય ગ્રંથાલય તેમજ ગ્રંથાલય અને માહિતીનું માળખું રચાયું. બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે નૅશનલ…
વધુ વાંચો >બ્લિસ, હેન્રી
બ્લિસ, હેન્રી (જ. 29 જાન્યુઆરી 1870, ન્યૂયૉર્ક સિટી; અ. 9 ઑગસ્ટ 1955, પ્લેઇન ફિલ્ડ) : ગ્રંથાલય-ક્ષેત્રે બ્લિસ વર્ગીકરણ નામની મહત્વની પદ્ધતિના પ્રણેતા. પિતા ડેવિડ બ્લિસ. માતા ઇવલિના માટિલ્ડા. પ્રારંભે વર્ષો સુધી ન્યૂયૉર્કમાં નિવાસ કર્યો. પાછલાં વર્ષો ન્યૂજર્સી રાજ્યમાં ડેવસિસ એસ્ટેટ ખાતે ગાળ્યાં. 1901માં તેમણે એલન ડી. કોસ્ટર સાથે લગ્ન કર્યું.…
વધુ વાંચો >મૂર્તિ બચ્ચુ લચમિયાહ શ્રીનિવાસ
મૂર્તિ બચ્ચુ લચમિયાહ શ્રીનિવાસ (જ. 24 એપ્રિલ 1934) : જાણીતા સમાજસેવક. 1965થી સમાજસેવાનાં કાર્યોમાં સક્રિય રીતે જોડાયા. લાયન્સ નેત્ર હૉસ્પિટલના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે મોતિયાના કારણે 70,000થી વધુ અંધ બનેલ વ્યક્તિઓને નવી દૃષ્ટિ આપી હતી. સાડા તેર લાખ વ્યક્તિઓની આંખોના નિઃશુલ્ક સ્ક્રીનિંગનું આયોજન કરવામાં, એક આંતરરાષ્ટ્રીય નેત્ર બૅન્ક સ્થાપિત કરવામાં તેમજ…
વધુ વાંચો >રંગનાથન્, શિયાલી રામામૃત
રંગનાથન્, શિયાલી રામામૃત (જ. 9 ઑગસ્ટ 1892, શિયાલી, જિ. તાંજોર, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર, 1972, બૅંગલોર) : ગ્રંથાલયશાસ્ત્રને અન્ય શાસ્ત્રોની સાથે વિદ્યાકીય જગતમાં સમાન હક્ક અપાવનાર ભારતના એક પ્રતિભાશાળી ગ્રંથપાલ. વિદ્યાકીય જગત અને વ્યવહારજગતમાં ગ્રંથાલયને અને ગ્રંથપાલને માનાર્હ દરજ્જો (status) પ્રદાન કરાવવાનું શ્રેય ડૉ. રંગનાથન્ને ફાળે જાય છે. રંગનાથન્નો જન્મ…
વધુ વાંચો >