એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી

ઇકબાલ અબ્બાસ આરત્યાની

ઇકબાલ અબ્બાસ આરત્યાની : અર્વાચીન અરબી-ફારસી ભાષાના સાહિત્યયુગના વિદ્વાન, સાહિત્યકાર. તેઓ વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકે પણ વિખ્યાત હતા. એમણે સર સ્ટેઇનલી લેનપૂલના મહાગ્રંથ ‘મોહમેડન ડીનેસ્ટીઝ’નો ‘તબકાતે સલાતીને ઇસ્લામ’ના નામે ફારસીમાં અનુવાદ કરેલો. ઉપરાંત, ‘તરજુમાનુલ-બલાગહ’ના સંપાદક અહમદ આતશની તુર્કી પ્રસ્તાવનાનો પણ ફારસી અનુવાદ કર્યો છે. વળી અરબી ગ્રંથોમાં અલ્-બિરૂનીના…

વધુ વાંચો >

ઇદરીસી

ઇદરીસી (જ. 1100, ક્યુટા, સ્પેન; અ. 1161, સિસિલી) : અરબી ભૂગોળવેત્તા. અબૂ અબ્દુલ્લાહ મુહંમદ ઇબ્ન મુહંમદ અલ્-ઇદરીસી સ્પેનના સમ્રાટ રૉજર બીજાના દરબારમાં મુખ્ય આભૂષણરૂપ હતો. પોતાની ભૂગોળ વિશેની કૃતિ ‘નુઝ્હતુલ્-મુશ્તાક ફી ઇખ્તિરાકિલ આફાક’ એણે આશ્રયદાતા રૉજર બીજાને અર્પણ કરી હતી. આ પુસ્તકના ભારત વિશેના ભાગનું ડૉ. સૈયદ મકબુલ અહમદ દ્વારા…

વધુ વાંચો >

ઇન્સાને કામિલ (અલ્-ઇન્સાનુલ કામિલ)

ઇન્સાને કામિલ (અલ્-ઇન્સાનુલ કામિલ) : અબ્દુલકરીમ જીલીની વિખ્યાત સૂફીવાદી કૃતિ. ‘અલ્-ઇન્સાનુલ કામિલ’ શબ્દ સૌપ્રથમ મહાન સૂફી ઇબ્નુલ્ અરબીએ યોજ્યો હતો. તેનો અર્થ ‘સંપૂર્ણ માણસ’ એમ થાય છે. તે તેમણે હજરત મુહંમદ પેગંબરસાહેબને લાગુ પાડ્યો હતો. મૌલાના જલાલુદ્દીન રૂમી સંપૂર્ણ માણસ માટે કેવળ ‘ઇન્સાન’ શબ્દનો પ્રયોગ કરે છે, કવિ ઇકબાલ તેનો…

વધુ વાંચો >

ઇબ્રાહીમ બિન અદ્હમ

ઇબ્રાહીમ બિન અદ્હમ (જીવનકાળ : 767-815 લગભગ) : એક અફઘાન સંત. તે અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંત શાહી ખાનદાનમાં જન્મ્યા હોવાનું કહેવાય છે. તેઓ અત્યંત વૈભવશાળી રાજકુંવર હતા. એક દિવસે તે શિકાર કરવા ગયા ત્યારે તેમને એક ગેબી અવાજ સંભળાયો, ‘જાગ્રત થા, ઊઠ, શું તને આવી રમતો માટે પેદા કર્યો છે ?’…

વધુ વાંચો >

ઇમામ અબૂ હનીફા

ઇમામ અબૂ હનીફા (જ. ?; અ. 767) : ઇસ્લામના હનીફા સંપ્રદાયના અગ્રણી ઇમામ. મૂળ નામ નુઅ્માન બિન સાબિત. વ્યવસાયે કાપડના વેપારી. વતન અર્વાચીન ઇરાકનું કૂફા શહેર. ઇસ્લામના ચાર સંપ્રદાયોમાં હનીફા મજહબના અનુયાયીઓ બીજા ત્રણ મજહબો (શાફઇ, માલિકી અને હંબલી) કરતાં ભારે બહુમતીમાં છે. એમનાં પ્રવચનોનો સંગ્રહ એમના શિષ્ય અબૂ યૂસુફે…

વધુ વાંચો >

ઇમામ અલી બિન મૂસા

ઇમામ અલી બિન મૂસા (799 આસપાસ) : શિયા પંથના 12 ઇમામોમાં સાતમા – ઇમામ મૂસા અલ્ કાઝિમ. તેમની વંશાવળી નીચે પ્રમાણે છે : તેમણે ખિલાફતના અધિકારી હોવાનો પોતાનો હક બતાવ્યો એટલે રાજ્ય તરફથી એમને ઘણી મુસીબતો વેઠવી પડી. ઝેર આપીને તેમને બગદાદમાં મારી નાખવામાં આવ્યા હતા. તેમના વંશજો અને અનુયાયીઓ…

વધુ વાંચો >

ઇમામ અહમદ ઇબ્ન હંબલ

ઇમામ અહમદ ઇબ્ન હંબલ (જ. 780, બગદાદ; અ. 855) : સુન્ની મુસ્લિમોના ચોથા ઇમામ. જન્મ બગદાદમાં. તેમણે હદીસનું જ્ઞાન બીજા ઇમામ શાફેઇ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ ધર્મની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. ધાર્મિક સિદ્ધાંતોને અક્કલની કસોટી ઉપર પારખીને અપનાવનાર મુઅ્તઝેલી સંપ્રદાયની વિરુદ્ધ એમણે ઝુંબેશ ઉપાડી હતી. ધર્મનાં ધારાધોરણોમાં બુદ્ધિનું મહત્વ…

વધુ વાંચો >

ઇમામ સમ્આની

ઇમામ સમ્આની (1687–1768) : લૅબેનોનના અરબ ઇતિહાસકારોમાં મેરિયોનેટ ખ્રિસ્તી સંપ્રદાયના સૌથી મહાન ઇતિહાસકાર. નામ યૂસુફ-અલ્-સમ્આની. આ વિદ્વાનના અથાગ પ્રયત્નોને કારણે પ્રાચ્યવિદ્યા(oriental studies)માં મુખ્યત્વે ખ્રિસ્તી સંપ્રદાય વિશેની અભ્યાસ-સામગ્રી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અલ્-સમ્આનીનો મહાગ્રંથ ‘બિબ્લિયૉથિકા ઑરિએન્ટાલિસ’ (ચાર ભાગ) સીરિયન, અરબી, ફારસી, તુર્કી ઇત્યાદિ હસ્તપ્રતો વિશેના સંશોધનાત્મક લેખોનો અમૂલ્ય સંગ્રહ છે. આજે…

વધુ વાંચો >

ઇમ્ર ઉલ્-કૈસ

ઇમ્ર ઉલ્-કૈસ : ઇસ્લામ પૂર્વેનો શ્રેષ્ઠ પ્રશસ્તિકાર કવિ. તેના પૂર્વજો પ્રાચીન યમન દેશના રાજ્યકર્તા હતા. પિતાનું નામ હુજર. દાદાનું નામ હારિસ (જેનો શત્રુ મુન્ઝિર ત્રીજો હિરાનો રાજા હતો). કાબામાં જે સાત કસીદાઓ લટકાવવામાં આવ્યા હતા, તેમાં વિવેચકોના મત પ્રમાણે કવિ ઇમ્ર ઉલ્-કૈસનો કસીદો સૌથી ઉત્તમ હતો. કહેવાય છે કે રાજા…

વધુ વાંચો >

ઇસ્ફહાની, અબુલ ફરજ

ઇસ્ફહાની, અબુલ ફરજ (જ. 897, સીરિયાનું હબલ શહેર; અ. 967) : મહાન અરબી ઇતિહાસકાર. તે છેલ્લા ખલીફા મરવાનનો વંશજ હતો. તેનો ગીતસંગ્રહ ‘કિતાબુલ અગાની’ હોલૅન્ડથી 21 ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. ઇસ્લામી સંસ્કૃતિના અભ્યાસ માટે તે ગ્રંથ એક મહત્વનું સાધન ગણાય છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર ઇબ્ન ખલ્દુન તે ગ્રંથને ‘આરબોનું રજિસ્ટર’ કહે…

વધુ વાંચો >