એરચ મા. બલસારા

નિરપેક્ષ શૂન્ય તાપમાન (absolute zero temperature)

નિરપેક્ષ શૂન્ય તાપમાન (absolute zero temperature) : પદાર્થનું તાપમાન તેના અણુઓની યાદૃચ્છિક ગતિ(random motion)ને કારણે હોવાથી, જે લઘુતમ તાપમાને આવી ગતિ બંધ પડી, અણુઓની ગતિજ ઊર્જા (kinetic energy) શૂન્ય બને તે તાપમાન. ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી (classical mechanics) અનુસાર અણુઓની ગતિજ-ઊર્જા E =  kT વડે દર્શાવવામાં આવે છે. k = બોલ્ટ્સમાનનો અચળાંક…

વધુ વાંચો >

નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis)

નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis) [જ. 22 નવેમ્બર 1904, લીઓં (Lyons), ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 2000, Brive-La-Gaillarde] : ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મો ઉપરના તેમના પાયાના અભ્યાસ માટે, સ્વીડિશ ખગોળભૌતિકશાસ્ત્રી હૅન્સ આલ્ફવેન(Hannes Alfven)ની સાથે, 1970ની સાલ માટેના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. તેમની શોધખોળનું મુખ્ય પ્રદાન ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state…

વધુ વાંચો >

પરમ-શૂન્યાંક ઊર્જા (zero point energy)

પરમ–શૂન્યાંક ઊર્જા (zero point energy) : જે કમ્પન-ઊર્જા (vibrational energy) પદાર્થના અણુઓ, નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ જાળવી રાખે છે તે ઊર્જા. ભૌતિકશાસ્ત્રમાં, તાપમાનને પદાર્થના અણુઓની યાદૃચ્છિક ગતિ(random motion)ની તીવ્રતાની માત્રા તરીકે લેવામાં આવે છે. તેથી જો તાપમાનમાં ઘટાડો કરીને નિરપેક્ષ શૂન્ય કરવામાં આવે ત્યારે બધી જ ગતિ બંધ પડી જઈ,…

વધુ વાંચો >

પરમાણુ-બૉમ્બ (atom-bomb)

પરમાણુ–બૉમ્બ (atom-bomb) : પરમાણુ-નાભિની ફિશન તરીકે ઓળખાતી એક ન્યૂક્લિયર વિખંડન(splitting)ની પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા ઉપર આધારિત, વિસ્ફોટની એક પ્રયુક્તિ (device). વાસ્તવમાં તો આ સમગ્ર પ્રક્રિયા ન્યૂક્લિયસમાં થતી હોવાથી, પરમાણુ-બૉમ્બને ખરેખર તો ન્યૂક્લિયર બૉમ્બ તરીકે ઓળખવો જોઈએ. આ પ્રકારનો બૉમ્બ સમતુલ્ય ભાર ધરાવતા ઉચ્ચ રાસાયણિક વિસ્ફોટના કરતાં, દસ લાખ ગણી ઊર્જા…

વધુ વાંચો >

પર્સેલ, ઍડવર્ડ મિલ્સ

પર્સેલ, ઍડવર્ડ મિલ્સ (જન્મ : 30 ઑગસ્ટ 1912 ટેલરવિલ, ઇલિનૉઇસ; અ. 7 માર્ચ 1997, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.એ.) : પ્રસિદ્ધ અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પરમાણ્વીય નાભિઓ તથા અણુઓની, ન્યૂક્લિયર ચુંબકીય ચાકમાત્રાના માપનમાં ઉપયોગી, પ્રવાહી તથા ઘન પદાર્થમાં ઉદ્ભવતી ‘ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝોનન્સ’ (NMR) ઘટનાની તેમની સ્વતંત્ર શોધ માટે, યુ.એસ.ના ફેલિક્સ બ્લૉકની સાથે , ઈ.…

વધુ વાંચો >

પાઉલી વુલ્ફગૅંગ (Pauli Wolfgang)

પાઉલી, વુલ્ફગૅંગ (Pauli Wolfgang) (જ. 25 એપ્રિલ 1900, વિયેના; અ. 15 ડિસેમ્બર 1958, ઝુરિચ) : પાઉલી અપવર્જન (બાકાતી) સિદ્ધાંત(Pauli Exclusion Principle)ની શોધ માટે 1945ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. 20 વર્ષની નાની વયે વિશ્વકોશ માટે સાપેક્ષવાદના સિદ્ધાંત (theory of relativity) ઉપર 200 પાનનો વ્યાપ્તિલેખ લખ્યો હતો. 1923માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા…

વધુ વાંચો >

પાસ્કલ બ્લેઝ

પાસ્કલ, બ્લેઝ (જ. 19 જૂન 1623, ક્લેરમૉન્ટ ફરાન્ડ, ફ્રાંસ; અ. 19 ઑગસ્ટ 1662, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ફિલસૂફ અને ફ્રેંચ ગદ્યના પ્રખર પંડિત. શાળાએ ગયા વગર જ પિતા પાસેથી પ્રાચીન ગ્રીક અને લૅટિન કલા અને સાહિત્ય શીખ્યા હતા. 12 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભૂમિતિનો અભ્યાસ કરી લીધો…

વધુ વાંચો >

પૂર્ણ આંતરિક પરાવર્તન (total internal reflection)

પૂર્ણ આંતરિક પરાવર્તન (total internal reflection) : પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ(optically denser medium)માંથી, પ્રકાશીય પાતળા (rarer) માધ્યમ પ્રતિ જઈ રહ્યું હોય ત્યારે અમુક નિયત આપાત-કોણ કરતાં વધુ કોણે આપાત થતાં ઉદભવતી ઘટના. તે વખતે પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને પાતળા માધ્યમમાંથી બહાર આવવાને બદલે તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને તે…

વધુ વાંચો >

પેન્ઝિયાસ આર્નો આલ્ડા

પેન્ઝિયાસ, આર્નો આલ્ડા (જ. 26 એપ્રિલ 1933, મ્યૂનિક, જર્મની) : કૉસ્મિક સૂક્ષ્મ તરંગ પૃષ્ઠભૂમિ વિકિરણ(cosmic microwave background radiation)ની શોધ માટે, અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની (astorphysicist), રૉબર્ટ વુડ્રો વિલ્સનની સાથે 1978ના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ તેમનાં માતાપિતા સાથે 1940માં યુ.એસ. ગયા અને ત્યાં ન્યૂયૉર્કની સિટી કૉલેજ તથા કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

પેરિન ઝાં બાપ્તિસ્તે

પેરિન, ઝાં બાપ્તિસ્તે [જ. 30 સપ્ટેમ્બર 1870, લીલ (Lille), ફ્રાન્સ; અ. 17 એપ્રિલ, 1942, ન્યૂયૉર્ક] : દ્રવ્યના તૂટક બંધારણ-(discontinuous structure)ના તેમના કાર્ય માટે અને વિશેષત: વિક્ષેપન(sedimentation)ના સમતોલનની શોધ માટે, 1926ના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના વિજેતા. પૅરિસની ‘ઍકોલ નૉર્માલે સુપેરિયર’ (Ecole Normale’ Superieure) શાળામાં શિક્ષણ લઈને 1908માં પૅરિસ યુનિવર્સિટીમાં જોડાયા અને…

વધુ વાંચો >