એરચ મા. બલસારા

પોપોવ ઍલેક્સાન્દ્ર સ્ટેપાનોવિક

પોપોવ, ઍલેક્સાન્દ્ર સ્ટેપાનોવિક (જ. 16 માર્ચ 1859, ટર્નિસ્કિયે, રૂડનિકી, પર્મ, રશિયા; અ. 13 જાન્યુઆરી 1906, સેન્ટ પીટર્સબર્ગ) : સોવિયેત યુનિયનમાં રેડિયોના શોધક તરીકે ઘોષિત થયેલા ભૌતિકશાસ્ત્રી તથા વૈદ્યુત-ઇજનેર. સ્વાભાવિક રીતે જ, ઇટાલિયન શોધક ગૂલ્યેલ્મો માર્કોનીના સમકાલીન કાર્યની કોઈ પણ જાતની માહિતી વગર તેમણે 1896માં પ્રાચીન ઢબના પ્રથમ રેડિયો રિસીવરની રચના…

વધુ વાંચો >

પૉવેલ સેસિલ ફ્રાન્ક

પૉવેલ, સેસિલ ફ્રાન્ક (જ. 5 ડિસેમ્બર 1903, ટોનબ્રિજ, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 9 ઑગસ્ટ 1969, મિલાન પાસે, ઇટાલી) : ન્યૂક્લીય પ્રક્રિયાના અભ્યાસ માટે તેમણે વિકસાવેલી ફોટોગ્રાફિક પદ્ધતિ અને તેની મદદથી કરેલી ‘મેસૉન’ની શોધ માટે 1950ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. પૉવેલના પિતા તથા દાદાનો વ્યવસાય બંદૂક બનાવવાનો હતો અને તેમનાં માતા શાળા-શિક્ષકનાં…

વધુ વાંચો >

પ્રિઝમ

પ્રિઝમ : ત્રિકોણાકાર ઘન કાચ, જેના વડે વક્રીભવનની પ્રક્રિયા દ્વારા શ્વેત પ્રકાશનું તેના સાત ઘટક રંગોમાં વિભાજન (dispersion) થઈ, સાત રંગનો એક રંગીન પટ્ટો – રંગપટ કે વર્ણપટ (spectrum) ઉદભવે છે. સુવિખ્યાત વિજ્ઞાની સર આઇઝેક ન્યૂટને એક તિરાડમાંથી અંધારા કક્ષમાં પ્રવેશી રહેલા પ્રકાશકિરણના માર્ગમાં પ્રિઝમ રાખીને સૌપ્રથમ આવો વર્ણપટ મેળવ્યો…

વધુ વાંચો >

પ્રોખોરોવ, ઍલેકસાન્દ્ર મિખાયલોવિક

પ્રોખોરોવ, ઍલેકસાન્દ્ર મિખાયલોવિક (Prochorov, Aleksandre Mikhailovic) (જ. 11 જુલાઈ 1916, ઍથરટન, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) : મેસર-લેસર સિદ્ધાંત આધારિત દોલકો (oscillators) અને પ્રવર્ધકો(amplifiers)ની રચના માટે, ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રે મૌલિક પ્રદાન માટે યુ.એસ.એસ.આર.ના નિકોલાઇ ઝેનાડાઇવિક બેસોવ(Nikolai Gennadievic Basov)ની સાથે 1964ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. (બાકીનું અડધું પારિતોષિક યુ.એસ.ના ચાર્લ્સ એચ. ટાઉન્સને ફાળે…

વધુ વાંચો >

પ્લાન્ક, મૅક્સ કાર્લ અર્ન્સ્ટ લુડવિગ

પ્લાન્ક, મૅક્સ કાર્લ અર્ન્સ્ટ લુડવિગ [(જ. 23 એપ્રિલ 1858, કીલ, (શ્લેસ્વિગહોલ્સ્ટાઇન); અ. 3 ઑક્ટોબર 1947 (ગોટિંગન), બંને પશ્ચિમ જર્મનીમાં આવેલાં)] : ભૌતિકશાસ્ત્રી. ઊર્જાકણો(quanta)ની શોધ દ્વારા ભૌતિકશાસ્ત્રની પ્રગતિમાં જે પ્રદાન કર્યું તે બદલ 1918ના ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક તેમને મળ્યું હતું. તેઓ જુલિયસ વિલહેમ પ્લાન્ક તથા ઈમ્મા પૅટઝિગના પુત્ર હતા. તેમનો ઉછેર…

વધુ વાંચો >

પ્લુકર, જુલિયસ

પ્લુકર, જુલિયસ (જ. 16 જૂન 1801, જર્મનીમાં રાઇન નદીના જમણા કાંઠે ડ્યુફેલડૉર્ફ જિલ્લામાં આવેલા એલ્બરફેલ્ડમાં; અ. 22 મે 1868, બૉન, જર્મની) : જર્મન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી. તેમનાં કાર્યોએ દૂરગામી પરિણામવાળા દ્વિત્વ(duality)ના સિદ્ધાંતનું સૂચન કર્યું, જે અમુક સંબંધિત પ્રકારનાં પ્રમેયો વચ્ચે સામ્ય દર્શાવે છે. તેમણે એ પણ શોધી કાઢ્યું કે કૅથોડ…

વધુ વાંચો >

ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ

ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ (જ. 3 ઑગસ્ટ 1851, ડબ્લિન; અ. 22 ફેબ્રુઆરી 1901, ડબ્લિન) : રેડિયો-તરંગોની ઉત્પત્તિની રીત સૂચવનાર પ્રથમ ભૌતિકશાસ્ત્રી. આ તરંગો બિનતારી સંદેશાવ્યવહાર(wireless telegraphy)ના પાયામાં રહેલી એક ભૌતિક ઘટના છે. તેમણે એક સિદ્ધાંત પણ વિકસાવ્યો, જે ‘લૉરેન્ટ્ઝ ફિટ્સજેરલ્ડ સંકુચન સિદ્ધાંત’ તરીકે હાલ ઓળખાય છે. તેનો ઉપયોગ આઇન્સ્ટાઇને તેમના વિશિષ્ટ…

વધુ વાંચો >

ફુકો, ઝાં-બર્નાર્દ લેઓં

ફુકો, ઝાં-બર્નાર્દ લેઓં (જ. 18 સપ્ટેમ્બર 1819, પૅરિસ; અ. 11 ફેબ્રુઆરી 1868, પૅરિસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, જેમણે બહુ ચોકસાઈથી પ્રકાશનો નિરપેક્ષ વેગ માપવાની તકનીક આપી અને વિકસાવી. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તેની તેમણે પ્રાયોગિક સાબિતી આપી. તબીબી વ્યવસાય માટેનું શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રમાં રસ લેવા…

વધુ વાંચો >

ફૅરડે, માઇકલ

ફૅરડે, માઇકલ (જ. 22 સપ્ટેમ્બર 1791, ન્યૂઇંગટન, સરે, ઇંગ્લૅન્ડ; અ. 25 ઑગસ્ટ 1867, હૅમ્પટન કોર્ટ, સરે) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તથા રસાયણશાસ્ત્રી, જેમના ઘણાબધા પ્રયોગોએ વિદ્યુતચુંબકત્વની ઘટના સમજાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જીવનની શરૂઆત તેમણે પુસ્તકવિક્રેતા અને પુસ્તકો બાંધનાર (bookbinder) તરીકે કરી. 21 વર્ષની વયે તેમની નિમણૂક સુવિખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર…

વધુ વાંચો >

ફ્રૉનહૉફર, જૉસેફ વૉન

ફ્રૉનહૉફર, જૉસેફ વૉન (જ. 6 માર્ચ 1787, સ્ટ્રોબિંગ, બવેરિયા; અ. 7 જૂન 1826, મ્યુનિક) : જર્મન ભૌતિકશાસ્ત્રી. તેમણે સૂર્યના (સૌર) વર્ણપટ(solar spectrum)ની કાળી રેખાઓ(dark lines)નો સૌપ્રથમ અભ્યાસ કર્યો, જે હવે તેમના નામ ઉપરથી ‘ફ્રૉનહૉફર રેખાઓ’ તરીકે ઓળખાય છે. વર્ણપટની આવી કાળી રેખાઓને ‘ઉત્ક્રાંત’ રેખાઓ (reversed lines) અને આ ઘટનાને ‘વર્ણપટ…

વધુ વાંચો >