એરચ મા. બલસારા

‘ડબલ્યૂ’ કણ

‘ડબલ્યૂ’ કણ : નિર્બળ ન્યૂક્લિય બળોનું સંચરણ કરતા માનવામાં આવેલા એટલે કે અમુક પ્રકારના પારમાણ્વિકન્યૂક્લિયસમાં રેડિયોઍક્ટિવ ક્ષય(decay)નું સંચાલન કરતાં વિચારવામાં આવેલા અવપારમાણ્વિક (subatomic) કણોના વર્ગમાંનો એક કણ. તેને ન્યૂક્લિયસમાં રેડિયોઍક્ટિવ ક્ષયનું સંચાલન કરતો ગણવામાં આવેલ છે. તેને  મંદ બોઝૉન કે W મેસૉન પણ કહે છે. બોઝૉન એટલે શૂન્ય કે પૂર્ણાંક…

વધુ વાંચો >

ડબાય, પીટર જોસેફ વિલિયમ

ડબાય, પીટર જોસેફ વિલિયમ (ડચ નામ : પેત્રોસ જૉસેફ્સ વિલહેલમસ ડે બીયે) (જ. 24 માર્ચ 1884, મૅસેટ્રીચ્ટ, નેધરલૅન્ડ્ઝ; અ. 2 નવેમ્બર 1966, ઇથાકા, ન્યૂયૉર્ક) : ભૌતિકરસાયણશાસ્ત્રી (physical-chemist), જેમને ‘ડાયપોલ મોમેન્ટ’, X–કિરણો તથા વાયુમાં પ્રકાશના પ્રકીર્ણન(scattering)ના સંશોધન માટે 1936માં રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. માસ્ટ્રીખ્ટ (હોલૅન્ડ)ની સ્થાનિક પ્રાથમિક…

વધુ વાંચો >

ડાયૉપ્ટર

ડાયૉપ્ટર : પ્રકાશવિજ્ઞાન(optics)માં લેન્સ કે લેન્સ સિસ્ટિમની આવર્ધનક્ષમતા (magnifying power) માટેનો એકમ. લેન્સનો પાવર તેની કેન્દ્રલંબાઈ (focal length) fના વ્યસ્ત પ્રમાણસર હોવાથી, અને તે ફક્ત આંક જ છે. આવર્ધનક્ષમતા  ડાયૉપ્ટરની ધન (+ve) કે ઋણ (–ve) સંજ્ઞા દર્શાવે છે કે લેન્સ ઉપર આપાત થતાં પ્રકાશનાં સમાંતર કિરણોનું લેન્સ વડે અભિસરણ (convergence)…

વધુ વાંચો >

ડી.સી. પ્રવાહ

ડી.સી. પ્રવાહ : હંમેશાં એક જ દિશામાં વહેતો  વિદ્યુતપ્રવાહ, જે દિષ્ટપ્રવાહ (direct current) કે ટૂંકમાં D.C. તરીકે ઓળખાય છે. આવો વિદ્યુતપ્રવાહ વિદ્યુતકોષ  (battery) કે ડી.સી. જનરેટરમાંથી મળતો હોય છે. ડી.સી. કરતાં વિરુદ્ધ એવો A.C. (alternating current) છે, જેની દિશા એકધારી ન રહેતાં, નિયત સમયગાળે ઊલટ-સૂલટ બદલાતી રહે છે. ડી.સી.નો ઉપયોગ…

વધુ વાંચો >

ડેવિસન, ક્લિન્ટન જૉસેફ

ડેવિસન, ક્લિન્ટન જૉસેફ (જ. 22 ઑક્ટોબર 1881, બ્લુમિંગ્ટન, ઇલિનૉય યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1958, શાર્લોતેવીય, વર્જિનિયા, યુ.એસ.) : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી. તેમને 1937માં ઇંગ્લૅન્ડના જ્યૉર્જ પી. ટૉમ્સન સાથે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. પ્રકાશતરંગોની જેમ ઇલેક્ટ્રૉનનું પણ વિવર્તન (diffraction) થઈ શકે છે તેની શોધને માટે તેમને આ…

વધુ વાંચો >

તત્વાંતરણ

તત્વાંતરણ (transmutation of elements) : પરમાણુના ન્યૂક્લિયસના ફેરફાર દ્વારા, એક તત્વનું બીજા તત્વમાં કરવામાં આવતું રૂપાંતરણ. એક જ તત્વના બધા જ પરમાણુઓના ન્યૂક્લિયસમાં પ્રોટૉનની સંખ્યા એકસરખી હોય છે. ન્યૂક્લિયસમાંના પ્રોટૉનની સંખ્યામાં  ફેરફાર થતાં, જુદા જ તત્વનો પરમાણુ ઉદભવે છે. પરમાણ્વીય કણોની આપલે દ્વારા, પરમાણુ તેના ન્યૂક્લિયસમાંના પ્રોટોનની સંખ્યામાં ફેરફાર કરી…

વધુ વાંચો >

તનાવક્ષમતા

તનાવક્ષમતા (tensile strength) : ખેંચી રાખેલા પદાર્થની, તૂટી ગયા સિવાય, મહત્તમ ભાર સહન કરી શકવાની શક્તિ. ખેંચાણ પહેલાંના તેના મૂળ આડછેદના ક્ષેત્રફળ વડે ભાગવાથી મળતી ભૌતિક રાશિ માટે તેનું પરિમાણ એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ છે;  અને MKS માપ પદ્ધતિમાં તેને કિલોગ્રામ દર ચોરસ મીટર વડે દર્શાવવામાં આવે છે. તનાવક્ષમતા…

વધુ વાંચો >

તંતુપ્રકાશિકી

તંતુપ્રકાશિકી (fibre optics) : કાચ અથવા પ્લાસ્ટિકના પારદર્શક તંતુઓ વડે પ્રકાશના ગુણક, પૂર્ણ આંતરિક પરાવર્તન(multiple total internal reflection)ના સિદ્ધાંત પર રચાયેલી ભૌતિકશાસ્ત્રની એક શાખા. આવા પ્રાકાશિક તંતુઓ અમુક સેન્ટિમીટર જેટલા નાના અંતરથી તે 160 કિલોમીટર કરતાં વધુ અંતર સુધી પ્રકાશનું વહન કરતા  હોય છે. તંતુઓ એકલા કે સમૂહમાં કાર્ય કરતા…

વધુ વાંચો >

તામ, ઇગર યેવગેનિયેવિચ

તામ, ઇગર યેવગેનિયેવિચ (જ. જુલાઈ 1895, વાલ્ડિવૉલ્ટૉક, રશિયા; અ. 12 એપ્રિલ 1971, મૉસ્કો) : સિરેન્કૉવ અસરની શોધ અને તેના અર્થઘટન માટે, રશિયન ભૌતિકશાસ્ત્રીઓ પી. એ. સિરેન્કૉવ અને એન. આઈ. ફ્રૅન્કની સાથે, 1958ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. 1918માં મૉસ્કો યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા પછી તે જ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા અને જીવનનો…

વધુ વાંચો >

ત્રિકબિન્દુ

ત્રિકબિન્દુ (triple point) : પદાર્થના દબાણ (P) વિરુદ્ધ તાપમાન(T)ના આલેખ ઉપર આવેલું એવું બિન્દુ, જ્યાં પદાર્થનાં ત્રણેય સ્વરૂપો — ઘન, પ્રવાહી અને વાયુ — એકબીજા સાથે સમતોલનમાં હોય. પદાર્થની અવસ્થા તાપમાન અને દબાણ ઉપર આધારિત હોય છે. અમુક દબાણ અને તાપમાને જે પદાર્થ ઘન અવસ્થામાં હોય છે, તે જ પદાર્થ…

વધુ વાંચો >