ડાયૉપ્ટર : પ્રકાશવિજ્ઞાન(optics)માં લેન્સ કે લેન્સ સિસ્ટિમની આવર્ધનક્ષમતા (magnifying power) માટેનો એકમ. લેન્સનો પાવર તેની કેન્દ્રલંબાઈ (focal length) fના વ્યસ્ત પ્રમાણસર હોવાથી, અને તે ફક્ત આંક જ છે. આવર્ધનક્ષમતા  ડાયૉપ્ટરની ધન (+ve) કે ઋણ (–ve) સંજ્ઞા દર્શાવે છે કે લેન્સ ઉપર આપાત થતાં પ્રકાશનાં સમાંતર કિરણોનું લેન્સ વડે અભિસરણ (convergence) કે અપસરણ (divergence) થશે. આમ 1 મીટરની કેન્દ્રલંબાઈના  અપસારી લેન્સની ક્ષમતા –1 ડાયૉપ્ટર છે.

 (concave) લેન્સની કેન્દ્રલંબાઈને –ve અને અભિસારી (convex) લેન્સની કેન્દ્રલંબાઈને +ve લેવામાં આવે છે. આ જ પ્રમાણે ½ મીટરની કેન્દ્રલંબાઈના અભિસારી લેન્સની ક્ષમતા છે. સંપર્કમાં  રાખેલા બે પાતળા કે તેથી વધુ લેન્સના સંયોજનની ક્ષમતા તે દરેકના અલગ અલગ સરવાળા જેટલી છે; ઉદા. તરીકે, –10 ડાયૉપ્ટરના લેન્સનું 30 ડાયૉપ્ટરના પાતળા લેન્સ સાથે સંયોજન કરતાં 20 ડાયૉપ્ટરનો અભિસારી લેન્સ મળે છે, જેની કેન્દ્રલંબાઈ 5 સેમી. હોય છે.

એરચ મા. બલસારા