ઊડિયા સાહિત્ય
અચ્યુતાનંદ દાસ
અચ્યુતાનંદ દાસ (15મી-16મી શતાબ્દી) : પંચસખામાંના સૌથી નાના, ભવિષ્યદર્શન કરાવતા પ્રસિદ્ધ પુસ્તક ‘માળિકા’ના ઊડિયા લેખક. 1955માં ઉડિસા (આજનું ‘ઓડિસા’ રાજ્ય)માં બહુ મોટાં પૂર આવ્યાં હતાં. ‘માળિકા’માં આ પૂરની આગાહી કરતી પંક્તિઓ છે. સમાજસેવક તરીકે પણ અચ્યુતાનંદ ખ્યાતિ પામ્યા હતા. કૈબર્ત અને ગોપાળ જાતિના લોકોને મંત્ર તથા શાસ્ત્ર શીખવાનો નિષેધ હતો.…
વધુ વાંચો >અનંત દાસ
અનંત દાસ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા કવિ. મધ્યકાલીન ઊડિયા સાહિત્યનો ચૌદમી સદીના મધ્યથી સોળમી સદીના આરંભ સુધીનો યુગ પંચસખાયુગ કહેવાય છે, કારણ કે એ યુગમાં પાંચ મહાન ભક્ત કવિઓ થઈ ગયા. એ પાંચ કવિઓમાં અનંત દાસનું મહત્ત્વનું સ્થાન છે. ચૈતન્યની કૃષ્ણભક્તિથી પ્રભાવિત એ કૃષ્ણકીર્તનનાં પદો રચીને ભાવવિભોર બની ગાતા.…
વધુ વાંચો >અબાન્તર
અબાન્તર (1978) : આધુનિક ઊડિયા કાવ્યસંગ્રહ. અનંત પટનાયકના આ કાવ્યસંગ્રહને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકના આ સંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. તેમાં કવિ માનવીની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે અન્તર્સૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…
વધુ વાંચો >અભ્યન્તર
અભ્યન્તર (1979) : આધુનિક ઊડિયા કવિ અનંત પટનાયકનો કાવ્યસંગ્રહ. તેને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકની આ કાવ્યસંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. એમાં કવિ માનવની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે આન્તરસૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…
વધુ વાંચો >અમૃતાર સંતાન
અમૃતાર સંતાન (1949) : ગોપીનાથ મહાંતિ(1915 –)ની આદિવાસી જીવન વર્ણવતી ઊડિયા નવલકથા. લેખકે આમાં દર્શાવ્યું છે કે આદિવાસી પૃથ્વીનાં પ્રથમ શિશુ છે, એ અમૃતનાં સંતાન છે; કારણ કે તેઓ અમૃતસમ ગુણોથી વિભૂષિત જીવન જીવે છે. પ્રગતિને નામે આજે માનવ તેનાથી અલગ પડી ગયો છે અને વધુ ને વધુ દૂર જતો…
વધુ વાંચો >અરણ્ય ફસલ
અરણ્ય ફસલ (1970) : મનોરંજન દાસ (જ. 25-7-1921) રચિત ઍબ્સર્ડ પ્રકારનું, આધુનિક ઊડિયા નાટક. આધુનિક માનવનું મનોદર્શન કરાવતું આ ઍબ્સર્ડ નાટક અનેક વાર સફળતાપૂર્વક ભજવાયું છે. નાટક પ્રતીકાત્મક છે. આદિ માનવ ભદ્રતાની ખોજમાં, અરણ્યથી દૂર ને દૂર ચાલ્યો ગયો અને આજે અણુયુગમાં માનવ આત્માભિવ્યક્તિ માટે પુન: અરણ્ય તરફ જઈ રહ્યો…
વધુ વાંચો >અવધૂતસ્વામી નારાયણાનંદ
અવધૂતસ્વામી નારાયણાનંદ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા લેખક. એમની ‘રુદ્રસુધાનિધિ’ મધ્યકાલીન ઊડિયા સાહિત્યની એક અત્યંત પ્રસિદ્ધ રચના છે. એમને વિશે નિશ્ચિત માહિતી મળતી નથી, પણ અનેક વિદ્વાનો એટલું તારવી શક્યા છે કે એ પરિવ્રાજક યોગી હતા. એમણે એમની તપશ્ર્ચર્યાથી શિવ-પાર્વતીને રીઝવ્યાં હતાં અને વરદાન પણ મેળવ્યું હતું. એમને વેદ, શાસ્ત્ર,…
વધુ વાંચો >આચાર્ય, શાન્તનુકુમાર
આચાર્ય, શાન્તનુકુમાર (જ. 15 મે 1933, મોમિનપુર કોલકાત્તા) : ઓરિસાના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘ચલન્તિ ઠાકુર’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કટકની રાવેનશૉ કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે એમ. એસસી.ની પદવી મેળવી (1956). ત્યારબાદ કૉલેજ અધ્યાપક, સીનિયર વહીવટી અધિકારી અને આચાર્ય તરીકે કામગીરી કરી.…
વધુ વાંચો >