ઉ. જ. સાંડેસરા

અંબા

અંબા : કાશીરાજ ઇન્દ્રદ્યુમ્નની જયેષ્ઠ પુત્રી. અંબા, અંબિકા અને અંબાલિકાના સ્વયંવરમાં તમામ રાજાઓને હરાવી ભીષ્મ ત્રણેય પુત્રીઓને હસ્તિનાપુર લઈ ગયા. ભીષ્મનો વિચાર ત્રણેયને વિચિત્રવીર્ય સાથે પરણાવવાનો હતો. પરંતુ અંબા મનથી શાલ્વ રાજાને વરી ચૂકી હતી. આથી ભીષ્મે અંબાને શાલ્વ રાજા પાસે મોકલી. શાલ્વ રાજાએ તેનો અસ્વીકાર કરતાં તે હસ્તિનાપુર પાછી…

વધુ વાંચો >

આસ્તીક

આસ્તીક : એક પૌરાણિક પાત્ર. ભૃગુકાળના જરત્કારુ ઋષિ અને નાગરાજ વાસુકિની બહેન જરત્કારુના પુત્ર. એનાં માતા અને પિતાનાં નામ સમાન છે. જરત્કારુ સગર્ભા હતી ત્યારે પતિ વનમાં ચાલ્યા ગયા. વનમાં જતા પતિને પત્નીએ પુત્રપ્રાપ્તિ માટે પૂછતાં તેમણે ‘અસ્તિ’ (તે છે) એમ કહ્યું હતું તેથી તેનું નામ આસ્તીક પાડ્યું. મામા વાસુકિને…

વધુ વાંચો >

આળવાર સંતો

આળવાર સંતો : વૈષ્ણવ ભક્તિમાર્ગની સમૃદ્ધ પૃષ્ઠભૂમિકા ઉપર સ્થપાયેલો તમિળ પ્રદેશમાં આ નામે ઓળખાતા ભક્તોનો મોટો સમૂહ. ‘આળવાર’ એટલે પરમાત્માની ભક્તિમાં નિમગ્ન સંત ભક્ત-મહાત્મા. આળવારનો બીજો અર્થ ભગવાનની ભક્તિમાં નિમગ્ન રહીને ભગવાનનો અનુભવ કરવાને કારણે ભગવાન ઉપર શાસન કરનાર એવો પણ છે. પ્રારંભમાં ‘આળવાર’ શબ્દ વૈષ્ણવ, શૈવ, જૈન સંતો અને…

વધુ વાંચો >

ઋત્વિજ

ઋત્વિજ : યજ્ઞ કરાવનાર યાજ્ઞિક. આ શબ્દમાં યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોના સર્વ પ્રકારોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ અનુસાર અગ્નિની સ્થાપના, દર્શપૂર્ણમાસાદિ પાકયજ્ઞો, સોમયાગો, અશ્વમેધાદિ મહાયજ્ઞો અને અગ્નિષ્ટોમ આદિ યજ્ઞો યજમાન માટે કરાવનાર બ્રાહ્મણ ઋત્વિજ કહેવાય છે. ઋતુ પ્રમાણે યોગ્ય સમયે યજ્ઞ કરે તે ઋત્વિજ એવો ‘ઋત્વિજ’ શબ્દનો અર્થ થાય. પ્રધાનપણે તે…

વધુ વાંચો >

એકલવ્ય

એકલવ્ય : મહાભારતનું એક પાત્ર. નિષાદોના રાજા હિરણ્યધનુનો પુત્ર. સત્યવાદી, નિષ્ઠાવાન, વિદ્યાવ્યાસંગી. દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં સૂતપુત્ર કર્ણ સહિત કૌરવો અને પાંડવોને શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવતા હતા. એમની આચાર્ય તરીકેની ખ્યાતિ ચોમેર ફેલાતાં દૂર દેશાવરોથી હજારો રાજાઓ અને રાજપુત્રો દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદનું શિક્ષણ લેવા આવવા લાગ્યા. એ પ્રમાણે નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય પણ વિદ્યાર્જન…

વધુ વાંચો >

કણ્વ – કાણ્વ

કણ્વ – કાણ્વ : ગોત્રપ્રવર્તક અને સૂક્તદ્રષ્ટા આંગિરસ. ‘ઋગ્વેદ’નાં કુલ સાત મંડળોના પ્રમુખ ઋષિઓમાંના એક. આઠમા મંડળની ઋચાઓની રચના કણ્વ પરિવારની છે. ‘ઋગ્વેદ’ અને અન્ય વૈદિક સાહિત્યમાં કણ્વનો વારંવાર ઉલ્લેખ આવે છે. એમના પુત્ર અને વંશજોનો નિર્દેશ कण्वा:, कण्वस्य सूनव:, काण्वायना: અને કાણ્વ નામોથી આવે છે. કણ્વના વંશજનો ઉલ્લેખ એકવચનમાં…

વધુ વાંચો >

કર્ણ

કર્ણ : વ્યાસકૃત મહાકાવ્ય ‘મહાભારત’નું એક પાત્ર. કુંતીનો સૂર્યથી ઉત્પન્ન પુત્ર. એકાન્તિક સૂર્યભક્ત. સૂત અધિરથ અને તેની પત્ની રાધાએ પુત્ર તરીકે ઉછેર્યો. દુર્યોધનનો ગાઢ મિત્ર અને મંત્રી. સુવર્ણના તાડ જેવો ઊંચો, સિંહ જેવો પ્રતિભાશાળી, દાનવીર, પરાક્રમી અને તેજસ્વી. કુંતીએ પિતૃગૃહે દુર્વાસાની પરિચર્યા કરી. પ્રસન્ન દુર્વાસાએ વશીકરણ-મંત્ર આપ્યો. કુંતીએ મંત્રની પ્રતીતિ…

વધુ વાંચો >

કલ્કિ/કલ્કી

કલ્કિ/કલ્કી : પૌરાણિક માન્યતા અનુસાર કલિયુગના અંતે હવે પછી થનારો ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર. અવતારો અનેક છે, તેમાં બહુમાન્ય દસ. તે પૈકી આ અંતિમ અવતાર શ્રાવણ સુદ છઠના દિવસે એટલે કે ઈ.સ. 1944 પછી 4,26,136 વર્ષો પૂરાં થયા બાદ કલ્કીનો અવતાર થશે એવો કેટલાકનો અંદાજ છે, કલિયુગના અંતભાગમાં અધર્મની અત્યંત…

વધુ વાંચો >

કાપાલિક

કાપાલિક : પાશુપત શૈવોનો એક સંપ્રદાય. એનો શાબ્દિક અર્થ છે કપાલ અર્થાત્ મનુષ્યની ખોપરીને ધારણ કરનાર. એ સંપ્રદાયવાળા પોતાનું ભિક્ષાન્ન ખોપરીમાં ગ્રહણ કરતા. કપાલ મૃત્યુનું પ્રતીક છે. એનો સંબંધ શિવના વિધ્વંસક ઘોર, રૌદ્ર રૂપ સાથે છે. કાપાલિકોનો આચાર-વ્યવહાર વામમાર્ગી શાક્તો સાથે મળતો આવે છે. ભૂતકાળમાં આ સંપ્રદાયના જૂજ અનુયાયીઓ હતા;…

વધુ વાંચો >

કાલી

કાલી : દેવીનું ભયાવહ અને ઉગ્ર રૂપ. મંદિરમાં કાલીની પ્રતિમાની એક ભુજામાં ખડ્ગ, બીજામાં દૈત્યનું મસ્તક, ત્રીજામાં વરદ મુદ્રા અને ચોથામાં અભય મુદ્રા હોય છે. એના બન્ને કાનમાં મૃતકનાં કુંડળ, ગળામાં મુંડમાળા, જીભ હડપચી સુધી બહાર લટકતી, કમરમાં દૈત્યના અનેક હાથનો બનેલો કંદોરો હોય છે. કેશ છૂટા અને પગની પાની…

વધુ વાંચો >