ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

મૅનેજિંગ એજન્સી

મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ…

વધુ વાંચો >

મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન

મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન : 1956ના કંપનીધારા હેઠળ કંપનીની સ્થાપના-સમયે કંપનીઓના રજિસ્ટ્રારની ઑફિસમાં નોંધાવવું પડતું આવેદનપત્ર. કંપનીની સ્થાપનાવિધિમાં તેનું આવેદનપત્ર ખૂબ જ મહત્વનો મૂળ દસ્તાવેજ ગણાય છે. તે કંપનીની સનદ અથવા બંધારણ છે. કંપની સાથે સંબંધ ધરાવતા બાહ્ય પક્ષકારો જેવા કે સરકાર, લેણદાર, બક તેમજ જાહેર જનતા માટે આ અગત્યનો દસ્તાવેજ…

વધુ વાંચો >

મેળવણીપત્રક

મેળવણીપત્રક : ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ દેવાદાર/લેણદારના ખાતામાં તથા જે તે દેવાદાર/ લેણદારના હિસાબી ચોપડા મુજબ ધંધાદારીના ખાતામાં તફાવત જણાય અથવા ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ બૅંક ખાતામાં તથા તેની બૅંક પાસબુકમાં તફાવત જણાય તો તેનાં કારણો શોધીને મેળવણી કરવા માટેનું પત્રક. ધંધામાં દેવાદારો અને લેણદારો હિસાબની પતાવટ કરવા માટે એકબીજાને…

વધુ વાંચો >

મોદી, ગુજરમલ મુલ્તાનીમલ

મોદી, ગુજરમલ મુલ્તાનીમલ (જ. ઑગસ્ટ 1902, પતિયાળા; અ. 22 જાન્યુઆરી 1976, મુંબઈ) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. ખાનગી ટ્યૂશનો દ્વારા નાનપણમાં ખપ પૂરતું ભણતર લઈને કુમળી વયે પિતા સાથે વ્યાપારમાં જોડાઈ ગયા. થોડા સમય માટે અનુભવ લઈ મોદી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના કરી અને તેનું ચૅરમૅનપદ સંભાળ્યું. મોદી ગ્રૂપ ઑવ્…

વધુ વાંચો >

મોદી, રુસી

મોદી, રુસી (જ. 17 જાન્યુઆરી 1918, મુંબઈ; અ. 16 મે 2014 કૉલકાતા) : ભારતમાં ઔદ્યોગિક વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત, ‘ટિસ્કો’ના નિવૃત્ત ચૅરમૅન તથા ‘મૅન મૅનેજર’(‘Man Manager’)નું બિરુદ પ્રાપ્ત કરનાર કુશળ સંચાલક. પિતા સર હોમી પી. મોદી વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પૂર્વ સભ્ય, જાણીતા ઉદ્યોગપતિ, સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાના પૂર્વ ચૅરમૅન તથા મુંબઈ અને…

વધુ વાંચો >

મોરારજી ગોકુળદાસ

મોરારજી ગોકુળદાસ (જ. 29 ઑક્ટોબર 1834, મુંબઈ; અ. 16 ઑક્ટોબર 1880, મુંબઈ) : પ્રતિષ્ઠિત વ્યાપારી અને સ્વદેશાભિમાની ઉદ્યોગપતિ. માતાનું નામ સુંદરબા. ખાનગી ટ્યૂશનો દ્વારા બાળપણમાં ખપ પૂરતું ભણતર લીધું. પિતાનું નાનપણમાં જ અવસાન થવાથી કાકાઓ સાથે પેઢીમાં પગારથી જોડાયા, જેમાં પાછળથી તેમને ભાગીદાર થવાનો પણ લાભ મળ્યો. ત્યાં થોડાક સમય…

વધુ વાંચો >

મોહાડીકર, મીનલ

મોહાડીકર, મીનલ (જ. ?, મુંબઈ) : વ્યવસ્થાપનક્ષેત્રની અગ્રણી મહિલા તથા મહારાષ્ટ્ર ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીઝની સર્વપ્રથમ મહિલા અધ્યક્ષા (2008–09). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. અને ત્યાર બાદ ડી.એમ.એલ.ટી. લૅબોરેટરી ટૅકનિશિયનનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા પછી મુંબઈ ખાતેની ટાટા કૅન્સર હૉસ્પિટલ, જસલોક…

વધુ વાંચો >

મ્યૂચ્યુઅલ ફંડ

મ્યૂચ્યુઅલ ફંડ : મહત્તમ આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક રોકાણકારોની બચત એકત્રિત કરીને તેમના લાભાર્થે શૅર, ડિબેન્ચર, બૉન્ડ વગેરેમાં રોકાણ અને લેવેચ કરતું ટ્રસ્ટ. મ્યૂચ્યુઅલ ફંડ મૂળ અંગ્રેજી નામથી જ ઓળખાવાય છે, છતાં એને ગુજરાતીમાં ‘પારસ્પરિક ભંડોળ’ કહી શકાય. બચત કરવી એ બિલકુલ વૈયક્તિક અને કૌટુંબિક બાબત છે. પરંતુ…

વધુ વાંચો >

યુનિડો

યુનિડો : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1966માં સ્થાપવામાં આવેલી એક સંસ્થા. તેનું પૂરું નામ છે : United Nations Industrial Development Organization (UNIDO). તેનો ઉદ્દેશ વિકાસશીલ દેશોના ઔદ્યોગિક વિકાસમાં સહાયભૂત થવાનો છે. તે મુખ્યત્વે ટેક્નિકલ સ્વરૂપની મદદ કરે છે. ઔદ્યોગિક મોજણીઓ કરવા માટે, ઔદ્યોગિક વિકાસ માટેની નીતિઓ ઘડવા માટે, ઔદ્યોગિક પ્રકલ્પોનું…

વધુ વાંચો >

યુનિયન-શૉપ

યુનિયન-શૉપ : કામદાર પેઢીમાં જોડાયા પછી નક્કી કરેલી મુદતમાં માન્ય કામદાર સંઘના સભ્ય થઈ જવું પડે એવી પ્રથા. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇંગ્લૅન્ડ જેવા વિકસિત દેશોમાં ઔદ્યોગિક પેઢી અને મજૂરસંઘ વચ્ચે સામૂહિક સોદાના કરાર થાય છે. તેમાં કેટલીક વાર યુનિયન-શૉપ અંગેની કલમનો સમાવેશ થતો હોય છે. તદનુસાર પેઢી ઠીક લાગે તેની…

વધુ વાંચો >