ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

તાતા, રતન નવલ

તાતા, રતન નવલ (જ. 28 ડિસેમ્બર 1937, સૂરત, ગુજરાત; અ. 9 ઑક્ટોબર 2024, મુંબઈ, મહારાષ્ટ્ર) : તાતા જૂથના પૂર્વ અધ્યક્ષ. તેમનો જન્મ ડાયમંડ કેપિટલ સૂરતના પારસી પરિવારમાં થયેલો. માતા સૂની તાતા. પિતા નવલ તાતા. રતન દસ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયેલા. તેમનાં પિતા એ સિમોન તાતા…

વધુ વાંચો >

તાળાબંધી

તાળાબંધી (lock-out) : કારખાનાના માલિક દ્વારા કામચલાઉ કામ બંધ કરવાનું  જાહેર કરવામાં આવે અથવા કામદારોને કામ નહિ કરવા માટે જણાવવામાં આવે અથવા માલિક દ્વારા કામદારોને કામ પર આવવાની મનાઈ ફરમાવવામાં આવે તેવી પરિસ્થિતિ. તાળાબંધી અને હડતાળ વિરોધાભાસી પરિસ્થિતિઓ છે. કામદારો પોતાની માગણીઓનો માલિક દ્વારા અસ્વીકાર કરવામાં આવે ત્યારે કામ નહિ…

વધુ વાંચો >

તિજોરીપત્ર

તિજોરીપત્ર (treasury bill) : સરકારને અલ્પકાલીન લોન આપનારને સમયસર નાણાં ચૂકવવા અંગે સરકાર દ્વારા અપાતી વચનચિઠ્ઠી. પોતાને ટૂંકા ગાળા માટે ત્રણ કે છ માસ માટે, નાણાં ધીરનારને મુદત પૂરી થયે મુકરર તારીખે નાણાં ચૂકવવામાં આવશે એ મતલબની સરકાર દ્વારા આપવામાં આવતી વચનચિઠ્ઠી. એને ધારણ કરનાર ચોક્કસ તારીખે સરકાર પાસેથી દાર્શનિક…

વધુ વાંચો >

તેજીમંદી

તેજીમંદી : જુઓ, વ્યાપારચક્ર

વધુ વાંચો >

તેલ ઉદ્યોગ — ખાદ્ય

તેલ ઉદ્યોગ — ખાદ્ય : વિવિધ પ્રકારના ખાદ્યતેલનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. મગફળી, તલ, ખરસાણી, સૂર્યમુખી, દિવેલાં, રાઈ, સરસવ, કસુંબી, અળશી વગેરે તેલીબિયાંમાંથી દાણાનું પિલાણ કરી તેલ કાઢવા માટે સંકળાયેલ ઔદ્યોગિક એકમોની તેલ ઉદ્યોગોમાં ગણતરી થાય છે. તેલીબિયાંમાંથી તેલ કાઢવાની મુખ્યત્વે ત્રણ રીતો પ્રચલિત છે : (1) બળદ અથવા પાવરથી ચાલતી…

વધુ વાંચો >

થાપર, કરમચંદ

થાપર, કરમચંદ (જ. 1895, લુધિયાના; અ. 1962) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તથા થાપર ઉદ્યોગસંકુલના નિર્માતા. લુધિયાનાના એક સામાન્ય કુટુંબમાં જન્મ. પંજાબ યુનિવર્સિટીમાંથી 1917માં સ્નાતકની પદવી મેળવ્યા પછી લુધિયાના ખાતે નાના પાયા પર વ્યાપાર શરૂ કર્યો. 1920માં કૉલકાતા ખાતે વ્યાપાર શરૂ કરવાના ઇરાદાથી ત્યાં સ્થળાંતર કર્યું. ધીમે ધીમે વિવિધ પ્રકારના ઉદ્યોગોને…

વધુ વાંચો >

દરિયાઈ વીમો

દરિયાઈ વીમો : વહાણના માલિક, વહાણમાં મોકલાતા માલના માલિક અને નૂર મેળવવા માટે હકદાર. આ ત્રણેનાં હિતને આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન થતા દરિયાઈ જોખમ અંગે રક્ષણ આપનાર વીમો. વીમો એ જોખમ સામેનું રક્ષણ છે. વીમાના તમામ પ્રકારોમાં સૌપ્રથમ વિકાસ દરિયાઈ વીમાનો થયો હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ જોખમનો ભાગ ઘણો મોટો હોય…

વધુ વાંચો >

દુનાં, ઝ્યાં હેન્રી

દુનાં, ઝ્યાં હેન્રી (જ. 8 મે 1828, જિનીવા; અ. 30 ઑક્ટોબર 1910, હિડન, સ્વિટ્ઝર્લૅન્ડ) : આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રૉસના સ્થાપક. હેન્રી દુનાં સ્વિસ વેપારી હતા. અલ્જિરિયામાં ભીષણ દુકાળને લીધે પોતાના વેપારી પ્રયોજનથી તેઓ ઇટાલી આવેલા. તે વખતે ત્યાં યુદ્ધ ફાટી નીકળેલું. દુનાંએ આખો દિવસ ટેકરીની પેલે પાર પોતાના બાયનૉક્યુલર વડે ત્યાં…

વધુ વાંચો >

દેવકરણ નાનજી

દેવકરણ નાનજી (જ. 1858, પોરબંદર; અ. 1922) : વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના અગ્રણી. જન્મ મોઢ વણિક જ્ઞાતિમાં. પિતાનું નામ નાનજી દેસાઈ અને માતાનું નામ દેવકોરબાઈ હતું. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમની 9 વર્ષની કાચી વયે પિતાનું અવસાન થતાં મોટા ભાઈ છગનદાસે અભ્યાસ માટે તેમને 11 વર્ષની વયે મુંબઈ…

વધુ વાંચો >

દોશી, વાલચંદ હીરાચંદ

દોશી, વાલચંદ હીરાચંદ (જ. 23 નવેમ્બર 1882, સોલાપુર; અ. 8 એપ્રિલ 1953, સિદ્ધપુર) : દેશભક્ત ઉદ્યોગપતિ. રૂનો વેપાર તેમજ ધીરધારનો ધંધો કરનાર જૈન વેપારીને ઘેર વાલચંદ હીરાચંદનો જન્મ થયો હતો. તેમણે ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. બી.એ.(અર્થશાસ્ત્ર)ની અંતિમ પરીક્ષા આપ્યા વગર, પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી,…

વધુ વાંચો >