ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

જળમાર્ગી પરિવહન

જળમાર્ગી પરિવહન : વ્યક્તિ તથા વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનાં ત્રણ પ્રમુખ સ્વરૂપોનું એક. ભૂમાર્ગી, જળમાર્ગી તથા વાયુમાર્ગી પરિવહન સ્વરૂપોમાં જળમાર્ગી પરિવહન સૌથી પ્રાચીન છે તથા માનવજાતિના સાંસ્કૃતિક વિકાસમાં તેનું પ્રદાન સૌથી મહત્વનું છે. અતિ પ્રાચીન કાળમાં માણસ પોતાના પગના સહારે જ સ્થળાંતર કરતો ત્યારે વસ્તુઓની મોટા પાયે હેરફેર…

વધુ વાંચો >

જામીનદાર (surety or guarantor)

જામીનદાર (surety or guarantor) : બૅંક પાસેથી લીધેલું ઋણ ચૂકવવામાં મુખ્ય દેવાદાર કસૂર કરે ત્યારે બૅંકને ઋણ ચૂકવવાની બાંયધરી આપનાર વ્યક્તિ. લોન/ધિરાણ આપતી વખતે બૅંક કોઈ વ્યક્તિને વચ્ચે જામીન તરીકે રાખીને પછી જ ત્રાહિત વ્યક્તિને લોન/ ધિરાણ આપતી હોય છે. એમાં એવી શરત રખાય છે કે જો લોન/ ધિરાણ લેનાર…

વધુ વાંચો >

જાહેરાત

જાહેરાત : જનસમુદાયના માનસ પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ જન્માવવા માટેનું અગત્યનું સાધન. એ માહિતીસંચારનું બિન-વ્યક્તિગત સ્વરૂપ ધરાવતું સાધન છે. એટલે કે જેના તરફથી માહિતી આપવામાં આવે છે અને જેને ઉદ્દેશીને માહિતી આપવામાં આવે છે તેમની વચ્ચે કોઈ વ્યક્તિગત સંબંધ હોતો નથી. છતાં માહિતી કોના તરફથી પ્રસારિત કરવામાં આવે છે…

વધુ વાંચો >

જિંદાલ, સજ્જન

જિંદાલ, સજ્જન (જ. 5 ડિસેમ્બર 1959, કોલકાતા) : જેએસડબલ્યુ ગ્રૂપ ઓફ કંપનીઝના ચૅરમૅન અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ. ગ્રૂપની વિવિધ કંપનીઓ સ્ટીલ, ખાણ-ખનીજ, ઊર્જા, સિમેન્ટ, રમતગમત, માળખાગત સુવિધા તેમજ સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત. પિતા ભારતીય ઉદ્યોગપતિ અને સાંસદ ઓમ પ્રકાશ જિંદાલ. માતા સાવિત્રી જિંદાલ, જેઓ વર્ષ 2021માં ભારતની ધનિક મહિલાઓમાં ટોચનું…

વધુ વાંચો >

જીવનવીમા નિગમ

જીવનવીમા નિગમ : ભારતમાં જીવનવીમા ઉદ્યોગમાં જાહેર ક્ષેત્રની એકમાત્ર સ્વાયત્ત સંસ્થા. 18 જૂન, 1956ના રોજ સંસદે પસાર કરેલો કાયદો 1 જુલાઈ, 1956થી અમલમાં આવ્યો અને 1 સપ્ટેમ્બર, 1956થી જીવનવીમા નિગમ અસ્તિત્વમાં આવ્યું. વીમા-ઉદ્યોગ 245 પેઢીઓ રૂપે ખાનગી ક્ષેત્રમાં હતો તે એક નિગમ રૂપે જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. નિગમ જાહેર ક્ષેત્રમાં…

વધુ વાંચો >

જીવનવીમો

જીવનવીમો : મોટા કે અણધાર્યા ખર્ચની આકસ્મિકતા સામેના પ્રબંધ રૂપે વ્યક્તિના જીવન સામે નિયત મુદતે નિશ્ચિત રકમ મળી રહે તેવી યોજના. ચોક્કસ મુદત પૂરી થતાં વીમાદાર જીવિત હોય તો તેને, અને મુદત પૂરી થતાં અગાઉ અચાનક મૃત્યુ પામે તો તેની પાછળ નીમેલી વ્યક્તિને વીમાની રકમ મળે તેવો વીમાદાર અને વીમા-કંપની…

વધુ વાંચો >

જૂથવીમો

જૂથવીમો : સંસ્થાગત કર્મચારીનો સમૂહમાં લેવાયેલો વીમો, જેમાં જૂથના કારણે પ્રીમિયમ દર ઓછો હોય છે. સંસ્થા દ્વારા વીમા-કંપની સાથે ફક્ત એક સામુદાયિક કરાર કરવામાં આવે છે. જૂથવીમામાં દરેક સભ્યનું અંગત સ્વાસ્થ્ય ધ્યાનમાં લીધા વગર અને તેની તબીબી તપાસ કર્યા વગર સર્વ સભ્યોને વીમાનું રક્ષણ સમાન નિયમોથી મળે છે. જૂથવીમા પૉલિસીનું…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉબર

જૉબર : લંડન શૅરબજારનો સભ્ય. તે શૅર અને જામીનગીરીઓમાં વાસ્તવિક લે-વેચ કરે છે; પરંતુ રોકાણકાર સાથે સીધેસીધા સંપર્કમાં આવતો નથી. ફક્ત શૅરદલાલો સાથે જ વહેવાર અને વેપાર કરે છે. દલાલો રોકાણકારો વતી કાર્ય કરે છે. જૉબર અમુક શૅરના લૉટ કે અમુક ગ્રૂપ માટે જ કાર્ય કરે છે; જેમ કે, ગિલ્ટ-એજેડ…

વધુ વાંચો >

ઝવેરી, મૂળચંદ આશારામ

ઝવેરી, મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો છોડી…

વધુ વાંચો >